‘બાબા…આ તારું કામ નથી!’:બિગ બોસ 20નાં શુટિંગનાં પહેલાં દિવસે જ સલમાન ખાનનો પારો સાતમા આસમાને, પેપરાઝી પર ભડક્યા, વાયરલ થયો VIDEO
સલમાન ખાન બિગ બોસ 20ના સેટ પર તેમને કવર કરવા આવેલા પેપરાઝી પર ગુસ્સે થઈ ગયા. સલમાને જાહેરમાં ફોટોગ્રાફર્સને ઠપકો આપ્યો, જેનો વીડિયો હવે સામે આવ્યો છે. જોકે, સલમાન ટી-શર્ટ, જીન્સ અને કાઉબોય હેટ પહેરીને, બિગ બોસ 20ના મંચ પર શૂટિંગ માટે પહોંચ્યા હતા. સલમાન પોઝ આપી રહ્યા હતા ત્યારે એક ફોટોગ્રાફરે- બાબા.., બાબા…, બૂમો પાડતા તેમની પાસે પોઝ આપવાની માગ કરી. આ સાંભળીને સલમાન નારાજ થઈ ગયા અને ગુસ્સામાં કહ્યું- બાબા? આ તારું કામ નથી. મને કેમેરા સામે આવવાની કોઈ જરૂર નથી. આ ઘટનાના થોડા સમય પછી, ફરીથી પાપારાઝી વારંવાર ફોટા લેવા માટે ઉત્સુક દેખાયા, જેથી સલમાન ફરી ગુસ્સે થઈ ગયા. બિગ બોસ 20નું શૂટિંગ શરૂ ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસ 20, 6 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. બિગ બોસ હાઉસનો ફર્સ્ટ લુક પણ સામે આવી ગયો છે. સલમાનના ગુસ્સે થવાની ચોથી ઘટના સલમાન છેલ્લા કેટલાક દિવસોથી સતત પાપારાઝી પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ આ પ્રકારની ચોથી ઘટના છે, જ્યારે સલમાને પાપારાઝીને ઠપકો આપ્યો છે. હોસ્પિટલની બહાર અવાજ કરવા બદલ ઠપકો આપ્યો કેટલાક મહિનાઓ પહેલા સલમાન કોઈ નજીકના સંબંધીને મળવા હોસ્પિટલ ગયા હતા. તેઓ જેવા બહાર આવ્યા, પાપારાઝી તસવીર લેવા માટે અવાજ કરવા લાગ્યા. અવાજ થતો જોઈ, સલમાન ભડકી ગયા અને ખૂબ ખરી-ખોટી સંભળાવી. પછીથી સલમાને કેટલીક વિચિત્ર સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી. થોડા સમય પછી જ્યારે સલમાન રિતેશ દેશમુખની ફિલ્મ રાજા શિવાજીની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા, ત્યારે પાપારાઝીએ સલમાનને ઘેરીને માફી માગી હતી. પેપરાઝીના અવાજથી સલમાન પરેશાન થયા રિયાલિટી શો બિગ બોસ 19ની સક્સેસ પાર્ટીમાં પણ આવું જ થયું. સલમાન જેવો પોઝ આપવા પહોંચ્યા, પેપરાઝી તેમની તસવીરો લેવા અવાજ કરવા લાગ્યા, ત્યારબાદ સલમાને ઇશારામાં અવાજ ન કરવા કહ્યું હતું. ભાણી ડિસ્ટર્બ થઈ તો સલમાન નારાજ થયા થોડા મહિનાઓ પહેલા સલમાન ખાન વર્લ્ડ પેડલ લીગના એક ઇવેન્ટનો ભાગ બન્યા હતા, જેમાં તેમની ભાણી આયત પણ પહોંચી હતી. ઇવેન્ટ પછી સલમાન ભાણીને ખોળામાં લઈને નીકળી રહ્યા હતા, ત્યારે ફોટોગ્રાફરોએ તેમને ઘેરી લીધા. સલમાને ત્યારે ગુસ્સામાં પેપરાઝીને દૂર હટવા કહ્યું હતું. માતાનો ફોટો લેતા રોક્યા થોડા વર્ષો પહેલા સલમાન ખાન, માતા સાથે ભાઈ સોહેલની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા. તેમના માતા કારમાંથી ઉતરવા લાગ્યા ત્યારે સલમાને ઇશારો કરીને બધા પેપરાઝીને ત્યાંથી હટાવી દીધા. આ સેલેબ્સની પણ પેપરાઝી સાથે થઈ બહેસ મલાઈકા અરોરા: થોડા દિવસો પહેલા મલાઈકાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે એક વ્યક્તિ સાથે વાત કરતી જોવા મળી હતી. જેવી પેપરાઝી તેની નજીક જવા લાગી, તો મલાઈકા ગુસ્સે થઈ ગઈ. ગોવિંદા: ગોવિંદાના સિક્યોરિટી ગાર્ડ સાથે તાજેતરમાં પેપરાઝીની ધક્કામુક્કી થઈ ગઈ. ગોવિંદા એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા. ત્યાંથી નીકળતી વખતે તેમને પેપરાઝીએ ઘેરી લીધા હતા. જ્યારે તેમના ગાર્ડ્સે બહાર નીકળવા માટે જગ્યા બનાવવા લોકોને પાછળ કર્યા, ત્યારે પેપરાઝીએ આરોપ લગાવ્યો કે તેમને ધક્કો મારવામાં આવ્યો. વિવાદ વધતા ગોવિંદાને પોતે વચ્ચે પડવું પડ્યું હતું. મૌની રોય: તાજેતરમાં મૌની રોયને મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી. જેવી તે કારમાં બેઠી કે તરત જ પાપારાઝીની ફ્લેશ લાઇટ તેના ચહેરા પર પડવા લાગી. આના પર અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ અને ઠપકો આપ્યો. જાહેરમાં કપડાં બદલવાની માગ પર ઝરીન ખાન ભડકી હતી એક બ્રાન્ડ ઇવેન્ટ દરમિયાન ઝરીને પેપરાઝીને ઠપકો આપતા કહ્યું કે મારી સાથે ફાલતુ વાતો ન કરવી. ખરેખરમાં ઝરીન ખાન મુંબઈમાં એક ક્લોથિંગ બ્રાન્ડના પ્રમોશન ઇવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન ત્યાં હાજર પેપરાઝીએ તેને કહ્યું કે ડ્રેસ ટ્રાય કરીને બતાવો. એક્ટ્રેસને આ વાત બિલકુલ પસંદ ન આવી. ઝરીન ખાને કહ્યું, “મારી સાથે ફાલતુ વાતો ન કરવી, કારણ કે હું આવી વસ્તુઓ સહન કરનારાઓમાંની નથી. પોતાની હદમાં રહીને વાત કરવી.” આ વાત કહેતા ઝરીનના ચહેરા પર સ્પષ્ટપણે ગુસ્સો જોઈ શકાય છે. નેહા ધૂપિયાએ બેક શોટ પર નારાજગી વ્યક્ત કરી હતી આ પહેલાં ગોલ્ડ સ્ટ્રીમિંગ એવોર્ડ સેરેમનીમાં નેહા ધૂપિયા પેપરાઝી પર ભડકી ગઈ હતી. એક્ટ્રેસે બેક શોટ લેવા અને તેને પોસ્ટ કરવા પર નારાજગી વ્યક્ત કરી અને પેપરાઝીને કડક શબ્દોમાં વોર્નિંગ પણ આપી. સેરેમનીમાંથી નેહા ધૂપિયા એવોર્ડ લઈને નીકળી રહી હતી. ત્યારે પેપરાઝીએ તેના ગ્રે હેર પર કોમેન્ટ કરી, જેના જવાબમાં ભડકતા તેણે કહ્યું છે, ‘બોલી લીધું? કરી લીધું? આ બદતમીઝીથી બેક શોટ તમારામાંથી કોણ લે છે? કોણ લે છે? છાપે છે કોણ? ન કરો. મારું નથી કરવાનું, કોઈનું નથી કરવાનું. બોલી-બોલીને થાકી ગયા છીએ.’
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

