બીમાર ફેનને મળીને પવન કલ્યાણ રડી પડ્યા:સારવાર માટે 1 લાખ રૂપિયા પણ આપ્યા; માનહાનિના કેસમાં કોર્ટે પક્ષમાં આદેશ આપ્યો

Last Updated: June 18, 2026By

આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને સાઉથ એક્ટર પવન કલ્યાણ એ દુર્લભ બીમારીથી પીડાઈ રહેલા એક નાના ફેનને મળ્યા. આ મુલાકાત પહેલાં પવન કલ્યાણ મંદિરે જઈને તેમના માટે પોતે થાળ લઈને આવ્યા. પથારીમાં સૂતેલા બીમાર ફેનને જોઈને પવન ભાવુક થઈ ગયા અને તેને ગળે લગાડીને રડી પડ્યા. તેણે તે ફેનના પરિવારને આર્થિક મદદ પણ આપી છે. પવન કલ્યાણ અને ફેનની મુલાકાતની તસવીરો- પવન કલ્યાણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે કે તેમણે તાજેતરમાં વારંગલ જિલ્લાના હનમકોંડાના રહેવાસી નિરંજનનો એક વીડિયો જોયો હતો. નિરંજન એક દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે, જે પવન કલ્યાણનો મોટો ફેન છે. તેણે પવન કલ્યાણને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અંગે પવન કલ્યાણે લખ્યું, ‘મને લાગ્યું કે તેમની આ ઈચ્છા ચોક્કસ પૂરી થવી જોઈએ. આજે હું તેના ઘરે હનમકોંડા પહોંચ્યો અને તેને મળ્યો. નિરંજનની હિંમત, આત્મવિશ્વાસ અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાનો તેનો જુસ્સો ખરેખર પ્રેરણાદાયક છે. આટલી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં તેનો મજબૂત જુસ્સો પ્રશંસનીય છે.’ આગળ તેમણે લખ્યું, ‘મેં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીને નિરંજનના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. સાથે જ, મા ભદ્રકાળીના આશીર્વાદ હંમેશા તેમના પર બની રહે, તેવી હું કામના કરું છું. ભગવાનની કૃપાથી તે જલ્દી સ્વસ્થ થઈને સામાન્ય જીવનમાં પાછા ફરે.’ માનહાનિના કેસમાં કોર્ટે પવન કલ્યાણની તરફેણમાં આદેશ આપ્યો થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર ઘણી એવી પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં પવન કલ્યાણ પર તળાવની જમીન પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પવન કલ્યાણે આના વિરુદ્ધ બેંગ્લોર સિટી સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરીને તેને બદનક્ષીભર્યું ગણાવ્યું હતું. હવે કોર્ટે પવનની તરફેણમાં આદેશ આપતા તેની વિરુદ્ધ કરવામાં આવેલી તમામ સોશિયલ મીડિયા પોસ્ટ પર રોક લગાવી દીધી છે. આ આદેશ 24 જુલાઈના રોજ થનારી આગામી સુનાવણી સુધી ચાલુ રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે હૈદરાબાદમાં તેમની એક જમીન તળાવના ફુલ ટેન્ક લેવલ (FTL) વિસ્તારમાં આવે છે અને તેના પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. કોર્ટે 10 જૂનના રોજ એક વચગાળાનો આદેશ જારી કરતા પવન કલ્યાણ વિરુદ્ધ કથિત રીતે બદનક્ષીભર્યા કન્ટેન્ટના પ્રકાશન, પ્રસારણ અને સોશિયલ મીડિયા પર શેર કરવા પર અસ્થાયી રોક લગાવી દીધી. 11 જૂનના રોજ કોર્ટે પોતાના આદેશમાં સુધારો કરતા 12 વિશેષ લિંક્સ પણ શામેલ કરી, જેમાં આ કન્ટેન્ટ હાજર હતું. આજે કોર્ટે X (પહેલાં ટ્વિટર), ગૂગલ અને મેટા (ફેસબુક-ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની) ને નિર્દેશ આપ્યો કે તેઓ આ લિંક્સને બ્લોક કરે અને પવન કલ્યાણ વિરુદ્ધ માનહાનિકારક પ્રકૃતિની સામગ્રીને તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ન થવા દે. આ આરોપો આ મહિનાની શરૂઆતમાં YSR કોંગ્રેસ પાર્ટીના મીડિયા ગ્રુપ ‘સાક્ષી મીડિયા’ અને તેલંગાણા રક્ષા સેનાના અધ્યક્ષ કે. કવિતા દ્વારા લગાવવામાં આવ્યા હતા. તેમનો દાવો હતો કે પવન કલ્યાણની જમીનનો એક ભાગ તળાવના સંરક્ષિત ક્ષેત્રમાં આવે છે. પવન કલ્યાણ વિશે-