ભારત વન-ડે સિરીઝ માટે ઇંગ્લેન્ડ ટીમ જાહેર:કોલ્સને પહેલીવાર તક મળી, જોફ્રા આર્ચરનું કમબેક; હેરી બ્રુક કેપ્ટનશીપ કરશે
ભારત સામે રમાનારી ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે ઇંગ્લેન્ડે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સસેક્સના ઓલરાઉન્ડર જેમ્સ કોલ્સને પહેલીવાર વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર આઠ મહિના પછી વન-ડે ટીમમાં પરત ફર્યો છે. તેણે છેલ્લી વન-ડે નવેમ્બર 2025માં રમી હતી. ટીમની કપ્તાની હેરી બ્રૂક કરશે. ફાસ્ટ બોલર જોશ ટંગને પણ પ્રથમ વખત વન-ડે ટીમમાં સામેલ કર્યો છે. આ ઉપરાંત, ગસ એટકિન્સન અને સાકિબ મહમૂદ પણ શ્રીલંકાનો પ્રવાસ ચૂકી ગયા પછી ટીમમાં પરત ફર્યા છે. 4 ફેરફારો સાથે ઉતરશે ઇંગ્લેન્ડ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ટીમની સરખામણીમાં ઇંગ્લેન્ડે ચાર ફેરફારો કર્યા છે. જેમ્સ કોલ્સ, જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન અને સાકિબ મહમૂદને ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે બ્રાયડન કાર્સે, જેક ક્રોલી, જેમી ઓવરટન અને લ્યુક વુડને બહાર કર્યા છે. 14 જુલાઈથી શરૂ થશે સિરીઝ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝનો પ્રથમ મુકાબલો 14 જુલાઈએ એજબેસ્ટનમાં રમાશે. બીજી મેચ 16 જુલાઈએ કાર્ડિફ અને ત્રીજી અને છેલ્લી વન-ડે 19 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે. ઇંગ્લેન્ડની વન-ડે ટીમ હેરી બ્રુક (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, જેમ્સ કોલ્સ, સેમ કરન, લિયામ ડોસન, બેન ડકેટ, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, આદિલ રાશિદ, જો રૂટ અને જોશ ટંગ. ભારતીય ટીમમાં કોહલીની વાપસી 21 જૂને ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટીમના કેપ્ટન શુભમન ગિલ છે. શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટનશીપ સોંપી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સ્ક્વોડનો ભાગ છે. કોહલી ઈજાગ્રસ્ત હોવાને કારણે અફઘાનિસ્તાન સિરીઝ રમી શક્યો નહોતો. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વન-ડે ટીમ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બરાર.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

