ભારત હોકી વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ સામે છઠ્ઠી મેચ હાર્યું:નિક બંડુરાકે પેનલ્ટી પર 2 ગોલ કર્યા, 19મીએ પાકિસ્તાન સામે મેચ
ભારતને મેન્સ હોકી વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે 4-2થી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે આ ટુર્નામેન્ટમાં છઠ્ઠી મેચ હારી છે. તેને છેલ્લા 32 વર્ષથી જીતની રાહ છે. એમ્સટેલવીનના વેગેનર સ્ટેડિયમમાં ભારતીય ટીમ તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહ અને દિલપ્રીત સિંહે ગોલ કર્યા. પરંતુ, આ ગોલ જીત માટે પૂરતા ન હતા. ઇંગ્લેન્ડ તરફથી નિકોલસ બંડુરાકે પેનલ્ટી પર 2 ગોલ કર્યા. હેનરી ક્રોફ્ટ અને સ્ટુઅર્ટ રશમેયરે એક-એક ગોલ કર્યા. ટીમ ઇન્ડિયાની આગામી મેચ 19 ઓગસ્ટે પાકિસ્તાન સામે થશે. ભારતે પ્રથમ મેચમાં વેલ્સને 3-1થી હરાવ્યું હતું. જ્યારે, ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 4-1થી હરાવ્યું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

