ભારત T20 સિરીઝ માટે અફઘાનિસ્તાન ટીમની જાહેરાત:ઇબ્રાહિમ ઝદરાન કેપ્ટન હશે, રાશિદ ખાન પણ ટીમમાં સામેલ; મેચની તારીખો હજુ નક્કી નથી

Last Updated: August 24, 2026By

ભારત સામેની T20 સિરીઝ માટે અફઘાનિસ્તાને ટીમની જાહેરાત કરી છે. સપ્ટેમ્બરમાં રમાનારી ત્રણ મેચની સિરીઝમાં ઇબ્રાહિમ ઝદરાન કેપ્ટન હશે. સ્ટાર ખેલાડી રાશિદ ખાન પણ ટીમમાં સામેલ છે. સિરીઝની તારીખો હજુ નક્કી નથી. પહેલા ત્રણેય મેચ 13, 15 અને 17 સપ્ટેમ્બરના રોજ રમાવાના હતા, પરંતુ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ગણેશ ચતુર્થીના દિવસે એક મેચ રાખવા માગે છે. આ માટે બોર્ડે BCCIને નવો પ્રસ્તાવ મોકલ્યો છે. અફઘાનિસ્તાનની સ્ક્વોડ ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), સેદ્દીકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ગુલબદ્દીન નઇબ, નૂર રહેમાન, મોહમ્મદ નબી, રાશિદ ખાન, નાંગ્યાલ ખરોટે, મુજીબ ઉર રહેમાન, નૂર અહમદ, ફઝલહક ફારૂકી, નવીન ઉલ હક, અબ્દુલ્લાહ અહમદઝાઈ. રિઝર્વ ખેલાડીઓ: શાહિદુલ્લાહ કમાલ, ફરીદ અહમદ મલિક, ઇજાઝ અહમદઝાઈ. 11, 13 અને 14 સપ્ટેમ્બરે મેચનો પ્રસ્તાવ અફઘાનિસ્તાન બોર્ડે BCCI સમક્ષ આ પ્રસ્તાવ તેના હિતધારકોના કહેવા પર મૂક્યો છે. તેનું કહેવું છે કે બદલાયેલી તારીખો પર મેચ કરાવવાથી દર્શકોની સંખ્યા અને સ્ટેડિયમમાં આવનારા લોકોની સંખ્યા વધશે. પહેલા આ મેચો 13, 15 અને 17 સપ્ટેમ્બરે યોજાવાની હતી. હવે BCCIને તેમને 11, 13 અને 14 સપ્ટેમ્બરે કરાવવાનો પ્રસ્તાવ મળ્યો છે. અફઘાનિસ્તાન માટે ઐતિહાસિક સિરીઝ અફઘાનિસ્તાન પહેલીવાર ભારત સામે દ્વિપક્ષીય સિરીઝની યજમાની કરશે. જોકે, તમામ મેચ ભારતમાં જ રમાશે. ત્રણેય મેચ નવી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બાંગ્લાદેશનો પ્રવાસ ટળી શકે છે, BCCIના પ્રસ્તાવ સ્વીકારવાની અપેક્ષા અફઘાન બોર્ડના અધિકારીઓને આશા છે કે BCCI આ પ્રસ્તાવ સ્વીકારી શકે છે. કારણ કે, ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ સામે સિરીઝ થવાની સંભાવના લગભગ સમાપ્ત માનવામાં આવી રહી છે. શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ 27 ઑગસ્ટે પૂરી થશે. જ્યારે એશિયન ગેમ્સ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ બંને આયોજનો વચ્ચે ભારતીય ટીમ પાસે ખાલી સમય છે. બંને દેશો ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યા છે જૂનમાં ભારતે અફઘાનિસ્તાનની યજમાની કરી હતી. ત્યારે બંને ટીમ વચ્ચે એક ટેસ્ટ અને ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાઈ હતી. આગામી T20 ઇન્ટરનેશનલ સિરીઝ પછી ભારત અને અફઘાનિસ્તાન ત્રણેય ફોર્મેટમાં એકબીજા સામે રમી ચૂક્યા હશે. અગાઉની તારીખોની જાહેરાત કરતી વખતે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું હતું- ‘અમે જૂનમાં અફઘાનિસ્તાનની યજમાની કરી હતી, જેમાં ટેસ્ટ અને વન-ડે સિરીઝ રમાઈ હતી. આ T20 સિરીઝ પછી બંને ટીમ ત્રણેય ફોર્મેટમાં એકબીજા સામે રમી ચૂકી હશે.’

Leave A Comment