ભૂલથી ગોલ થયો અને ખેલાડીને જીવ ગુમાવવો પડ્યો:500 કરોડ દર્શકોવાળા ફૂટબોલની કહાણી; 14 ગ્રાફિક્સમાં જન્મથી અત્યાર સુધી

Last Updated: June 28, 2026By

ચાલુ ફીફા વર્લ્ડ કપને 18 દિવસ પૂરા થઈ ચૂક્યા છે. 48 ટીમો વચ્ચે રમાયેલી 72 મેચોમાં અત્યાર સુધીમાં 215 ગોલ થઈ ગયા છે. આ વર્લ્ડ કપમાં ઇનામની રકમ અધધ… 8 હજાર કરોડ રૂપિયા છે! પરંતુ સવાલ એ થાય કે આ ફૂટબોલ નામની બલા આખરે છે શું? જે માણસના હાથ કરતાં તેના પગને વધારે મહત્વ આપે છે. આ રમત ક્યારે શરૂ થઈ, કેમ શરૂ થઈ, આના કાયદા-કાનૂન કેવી રીતે અને કોણે બનાવ્યા? સાથે જ આ રમત સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સાઓ. આ બધી જ વાતો અહીં 4 ચેપ્ટર અને 14 ગ્રાફિક્સ દ્વારા વિગતવાર સમજાવવામાં આવી છે…