મંધાના T-20માં 600 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટર:વર્લ્ડકપમાં છઠ્ઠી ફિફ્ટી ફટકારી, મિથાલી-હરમનપ્રીતને પાછળ છોડ્યા; દીપ્તિએ ઝૂલનની બરાબરી કરી
ભારતે વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડને 95 રનથી હરાવ્યું. લીડ્સમાં સ્મૃતિ મંધાનાએ 74 રનની ઇનિંગ્સમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. તે મેન્સ અને વિમેન્સ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 600 ચોગ્ગા પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની. બુધવારે મંધાનાએ મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરને પાછળ છોડી દીધી. તેણે ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ ફિફટી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. બીજી તરફ દીપ્તિ શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઝૂલન ગોસ્વામીના સૌથી વધુ વિકેટના રેકોર્ડની બરાબરી કરી લીધી. ભારત-નેધરલેન્ડ મેચના રેકોર્ડ્સ 1. મંધાના ટી-20માં 600 ચોગ્ગા પૂરા કરનાર પ્રથમ બેટર મંધાનાએ નેધરલેન્ડ સામે 11 ચોગ્ગા ફટકાર્યા. તેના નામે ટી-20 ઇન્ટરનેશનલમાં 603 ચોગ્ગા થઈ ગયા છે. તે પુરુષ કે મહિલા ટી-20 ઇન્ટરનેશનલમાં 600 ચોગ્ગા પૂરા કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બની ગઈ છે. ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ 521 ચોગ્ગા સાથે બીજા નંબર પર છે. 2. સ્મૃતિની વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં છઠ્ઠી ફિફ્ટી સ્મૃતિએ ટી-20 વર્લ્ડ કપમાં છઠ્ઠો 50+ સ્કોર બનાવ્યો. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વખત 50+ સ્કોર બનાવનાર ભારતીય બની ગઈ છે. તેણે હરમનપ્રીત કૌર અને મિતાલી રાજના 5 ફિફ્ટીના રેકોર્ડને પાછળ છોડ્યો. 3. દીપ્તિના 355 વિકેટ પૂરા, ગોસ્વામીની બરાબરી કરી વિમેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માના 355 વિકેટ થઈ ગયા છે. તેમણે સૌથી વધુ વિકેટ લેનારી બોલરોની યાદીમાં પૂર્વ ભારતીય બોલર ઝુલન ગોસ્વામીની બરાબરી કરી લીધી છે. ઝુલનના નામે પણ 355 ઇન્ટરનેશનલ ક્રિકેટ વિકેટ છે. 4. ભારતનો ટી-20 વર્લ્ડ કપમાં સૌથી મોટો સ્કોર ભારતીય વિમેન્સ ટીમે નેધરલેન્ડ સામે 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા. આ ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી મોટો સ્કોર છે. આ આ ટૂર્નામેન્ટમાં ભારતનો પહેલો 200+ સ્કોર પણ છે. આ પહેલા ભારતે 2018 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે 194/5 નો સ્કોર બનાવ્યો હતો. 5. શેફાલી-સ્મૃતિમાં 5મી વખત સદીની પાર્ટનરશીપ શેફાલી અને સ્મૃતિએ પ્રથમ વિકેટ માટે 115 રન જોડ્યા. ટી-20 ઇન્ટરનેશનલમાં બંનેની આ 5મી સદીની પાર્ટનરશીપ હતી. સૌથી વધુ સદીની ભાગીદારીના મામલે હવે તેઓ વિશ્વની સંયુક્ત રીતે બીજી જોડી છે. પ્રથમ સ્થાને UAEની ઇશા ઓઝા અને થીર્થા સતીશ છે. બંનેએ 6 વખત આ કારનામું કર્યું છે. 6. ભારતનો ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર ભારતે વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં પોતાનો સૌથી વધુ પાવરપ્લે સ્કોર બનાવ્યો. ટીમે શરૂઆતની 6 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 59 રન બનાવ્યા. આ પહેલા ટીમે 2023માં ઓસ્ટ્રેલિયા સામે 3 વિકેટ ગુમાવીને 59 રન બનાવ્યો હતો. 7. મહિલા ટી-20 વર્લ્ડકપમાં ભારતની ત્રીજી સૌથી મોટી પાર્ટનરશીપ સ્મૃતિ-શેફાલીની 115 રનની પાર્ટનરશીપ ટી-20 વર્લ્ડ કપમાં ભારતની ત્રીજી સૌથી મોટી પાર્ટનરશીપ છે. ભારત માટે સૌથી મોટી પાર્ટનરશીપનો રેકોર્ડ હરમનપ્રીત અને જેમિમાના નામે છે. બંનેએ 2018 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે 134 રનની ભાગીદારી કરી હતી. મેચની ટોપ-2 મોમેન્ટ્સ… 1. શ્રેયંકા ઈજા બાદ સ્ટ્રેચર પર મેદાનની બહાર ગઈ ભારતીય સ્પિનર શ્રેયંકા પાટીલ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગઈ. નેધરલેન્ડની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં ફેબે મોલ્કેનબોઅરે ઓન સાઇડમાં શોટ રમ્યો. બોલને રોકવા દોડતી વખતે શ્રેયંકાનો પગ મચકોડાઈ ગયો અને તે મેદાન પર પડી ગઈ. તે ખૂબ જ પીડામાં જોવા મળી. ફિઝિયોએ આવીને તપાસ કરી. તે પોતાના જમણા પગ પર ઊભી પણ રહી શકતી ન હતી. તેને સ્ટ્રેચરની મદદથી મેદાનની બહાર લઈ જવામાં આવી. 2. રિચાએ ડી લીડેને સ્ટમ્પિંગ કરી 14મી ઓવરમાં નંદિની શર્માએ નેધરલેન્ડની કેપ્ટન બેબેટ ડી લીડેને 28 રન પર આઉટ કરીને ટીમને ચોથી વિકેટ અપાવી. વિકેટકીપર રિચા ઘોષે સ્ટમ્પિંગ પૂર્ણ કરી. ડી લીડેએ 27 બોલમાં 28 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા સામેલ હતા.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

