મલ્હાર-શ્રુહદ ને તુષાર-વ્યોમાની જોડી કરશે ચાહકોનું મનોરંજન:પહેલી ડિજિટલ અરેસ્ટ પર આધારિત ફિલ્મ 'ધરપકડ' 15 મીએ તો 'શુભ મંગલ ધમાલ' 22મેએ થિયેટર્સમાં ધૂમ મચાવશે
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આગામી ઉનાળો મનોરંજનની ગરમી લઈને આવી રહ્યો છે. કૌટુંબિક ડ્રામાથી લઈને ક્રાઈમ થ્રિલર અને એક્શન ફિલ્મોની એક લાંબી હારમાળા સિનેમાઘરોમાં ધામા નાખવા તૈયાર છે. ચાલો આગામી ત્રણ મોટી ફિલ્મો વિશે જાણીએ…. 1. શુભ મંગલ ધમાલ: સંપૂર્ણ ફેમિલી પેકેજ રિલીઝ ડેટ: 22 મે, 2026 જો તમે પરિવાર સાથે હસી-મજાક કરવા ઈચ્છતા હોય, તો ‘શુભ મંગલ ધમાલ’ તમારા માટે બેસ્ટ ચોઈસ બની શકે છે. વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને વિપુલ શર્માએ લખી અને દિગ્દર્શિત કરી છે. તુષાર સાધુ, વ્યોમા નાંદી, ખુશ્બુ ત્રિવેદી, આકાશ પંડ્યા, રાગી જાની અને અર્ચન ત્રિવેદી જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નામ જ સૂચવે છે તેમ, આ એક ‘કમ્પ્લિટ ફેમિલી એન્ટરટેઇનર’ હશે જેમાં લગ્ન, મસ્તી અને ધમાલનો ત્રિવેણી સંગમ જોવા મળશે. 2. ધરપકડ: ‘ડિજિટલ એરેસ્ટ’ પર ગુજરાતની પ્રથમ ફિલ્મ રિલીઝ ડેટ: 15 મે, 2026 આજના સમયમાં ઓનલાઇન ફ્રોડ અને ‘ડિજિટલ એરેસ્ટ’ના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી એક સામાજિક જાગૃતિ લાવતી થ્રિલર ફિલ્મ સાથે આવી રહ્યા છે. મલ્હાર ઠાકર, શ્રુહદ ગોસ્વામી, પ્રશાંત બારોટ અને પ્રતિક રાઠોડ. ફિલ્મનો હેતુ લોકોને અજાણ્યા નંબરો પરથી આવતા કોલ પ્રત્યે સાવધ કરવાનો છે. “એક કોલ તમારી જિંદગી બદલી શકે છે… અને આ ફિલ્મ ઘણી જિંદગીઓ બચાવી શકે છે” – આ ટેગલાઈન સાથે ફિલ્મ સોશિયલ મીડિયા પર અત્યારથી જ ચર્ચામાં છે. અનિષ્ટ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ઈન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ ઇન્ડિયા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. 3. GET SET GO: એક્શન અને પાવરનો ધમાકો રિલીઝ ડેટ: જૂન 2026 એક્શન પ્રેમીઓ માટે જૂન મહિનો ખાસ રહેવાનો છે. વાલ્મિકી પિક્ચર્સ પ્રોડક્શન દ્વારા નિર્મિત ‘GET SET GO’ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે. આ ફિલ્મ માટે ‘ગિયર અપ ફોર ધી એક્શન’ની ટેગલાઈન વાપરવામાં આવી છે, જે સૂચવે છે કે ફિલ્મમાં હાઈ-વોલ્ટેજ એક્શન અને લાઈફ-સ્ટાઈલ જોવા મળશે. જલિયાન ગ્રુપ (હારીજ) ના સહયોગથી બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવા તૈયાર છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

