'મારા મિસકેરેજ પાછળ વિજય અન્ના જવાબદાર':સાઉથ એક્ટ્રેસે તામિલનાડુ CM વિજય પર લગાવ્યા ગંભીર આરોપો, પાર્ટી વિરુદ્ધ બોલવા પર કિડની કૌભાંડ સાથે નામ જોડ્યું
સાઉથ એક્ટ્રેસ અને બિગ બોસ સાઉથમાં જોવા મળી ચૂકેલી જૂલીએ એક્ટર અને તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજય પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે પોતાના મિસકેરેજ માટે વિજય અને તેમની પાર્ટી ટીવીકે (TVK) ને જવાબદાર ઠેરવી છે. જૂલીએ રવિવારે ચેન્નઈમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને થલાપતિ વિજય પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. જૂલીના મતે, છેલ્લા કેટલાક મહિનાઓથી તેમને અને તેમના પતિને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. માર્ચમાં એક્ટ્રેસે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે તમિલનાડુમાં ડીએમકે (DMK) ની પાર્ટી સત્તામાં હતી. જોકે, વિજયની સરકાર બન્યા પછી એક દિવસ અચાનક તેમને નોટિસ મળી કે તેમની ફરિયાદ ક્રિમિનલ કેસની નહીં પરંતુ માનહાનિની છે. એક્ટ્રેસે દાવો કર્યો છે કે તેમના કેસને માત્ર એટલા માટે ક્રિમિનલ કેસ માનવામાં આવ્યો નથી, કારણ કે તેમણે જે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, તે થલાપતિ વિજયની પાર્ટી ટીવીકે (TVK) ના સમર્થકો છે. આ પછી તેમની ટ્રોલિંગ વધુ વધી ગઈ અને બાદમાં તેમનું નામ 15 લાખ રૂપિયાના કિડની કૌભાંડ સાથે જોડવામાં આવ્યું. મિસકેરેજ માટે વિજય અન્ના જવાબદાર- જૂલી જૂલીએ દાવો કર્યો છે કે તેમણે તાજેતરમાં લગ્ન કર્યા છે, તેઓ કેટલાક મહિનાથી પ્રેગ્નન્ટ હતી, પરંતુ સતત થઈ રહેલી માનસિક સતામણીને કારણે તેમનું મિસકેરેજ થઈ ગયું છે. પ્રેસ કોન્ફરન્સમાં જૂલીએ થલપતિ વિજય પર નિશાન સાધતા કહ્યું, મારા અને મારા પતિ વિશે અપમાનજનક અને ખોટી વાતો ફેલાવવામાં આવી. આ ભયાનક માનસિક સતામણીથી મારું મિસકેરેજ થયું. આ માટે વિજય અન્ના જવાબદાર છે. તેમણે સીધી રીતે આવું કર્યું નથી, પરંતુ જો તે ફક્ત એકવાર તેમના સમર્થકોને કહી દેતા કે ટ્રોલિંગ બંધ કરો, તો મારું બાળક જીવતું હોત. કોણ છે એક્ટ્રેસ જૂલી? જૂલીનું પૂરું નામ મારિયા જુલિયાના છે. તે વર્ષો પહેલા નર્સ હતી, જોકે 2017 પછી તમિલનાડુમાં જલ્લીકટ્ટુ આંદોલન દરમિયાન તે ચર્ચામાં આવી હતી. આ પછી તેણે બિગ બોસ તામિલની પ્રથમ સીઝનમાં ભાગ લીધો. શોમાંથી તેને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ઓળખ મળી, ત્યારબાદ તે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં જોવા મળી છે. CM કેવી રીતે બન્યા વિજય? વિજયના રાજકારણમાં પ્રવેશ પછી TVKએ ઝડપથી પોતાનો જનાધાર વધાર્યો. યુવાનો, પ્રથમ વખત મતદારો અને તેમના મજબૂત ચાહક નેટવર્કે પાર્ટીને જમીની સ્તરે ફાયદો પહોંચાડ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન વિજયે ભ્રષ્ટાચાર, શિક્ષણ, બેરોજગારી અને સ્વચ્છ રાજકારણને મુખ્ય મુદ્દો બનાવ્યો. ચૂંટણીમાં TVKને મોટી સફળતા મળી અને પાર્ટી તમિલનાડુની સત્તા સુધી પહોંચી ગઈ. આ પછી TVK ધારાસભ્ય દળની બેઠકમાં વિજયને સર્વસંમતિથી નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. પછી તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લીધા. મુખ્યમંત્રી બન્યા પછી વિજયે કહ્યું કે તેમની રાજનીતિનો હેતુ જનતા માટે કામ કરવાનો છે અને તેઓ યુવાનો અને સામાન્ય લોકોના મુદ્દાઓને પ્રાથમિકતા આપશે. તમિલનાડુના રાજકારણમાં ફિલ્મ સ્ટાર્સનો લાંબો ઇતિહાસ રહ્યો છે. એમ. જી. રામચંદ્રન, જે. જયલલિતા અને એન. ટી. રામા રાવ જેવા સિતારાઓ સત્તા સુધી પહોંચી ચૂક્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

