માલદીવ્સમાં મજા: કિયારાનો બિકીનીમાં કિલર લુક:પતિ સિદ્ધાર્થ સાથે રોમેન્ટિક ડાન્સ, સ્કુબા ડાયવિંગ કર્યું; દીકરી સાથે નીરાતની પળો માણી, જુઓ PHOTOs

Last Updated: May 2, 2026By

બોલિવૂડની ફેવરિટ જોડી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. કિયારા તેની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ને લઈને ભલે ન્યૂઝમાં હોય, પરંતુ હાલમાં તે કામમાંથી બ્રેક લઈને વેકેશન એન્જોય કરી રહી છે. કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર તેના માલદીવ્સ વેકેશનની કેટલીક ગ્લેમર્સ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. દીકરી સરાયાહની ક્યૂટ ઝલક વેકેશનની સૌથી ખાસ વાત એ છે કે કિયારાએ પહેલીવાર તેની લાડલી પુત્રી સરાયાહ મલ્હોત્રાની એક ઝલક ફેન્સ સાથે શેર કરી છે. ફોટામાં કિયારા બેડ પર બેસીને તેની પુત્રીને દરિયાઈ એનિમલ વિશેની એક બુકથી ફોટો દેખાડી રહી છે. તસવીરમાં સરાયાહના નાના હાથ જોઈ શકાય છે. આ સિવાય તેણે તેના કબાટની પણ એક તસવીર મૂકી છે, જેમાં તેના અને તેની લાડલીના કપડાં સાથે રાખેલા દેખાય છે. બિકીની લુકમાં કિયારાનો કિલર લુક કિયારાએ તેના વેકેશન લુકથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. તેણે ઓરેન્જ બિકીનીમાં દરિયાની વચ્ચે ચિલ કરતી તસવીર શેર કરી છે. દીકરીના જન્મ બાદ કિયારાએ ખૂબ જ ઝડપથી પોતાની ફિટનેસ પાછી મેળવી લીધી છે, જેના માટે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. અન્ય એક લુકમાં તે વન-શોલ્ડર બ્લેક બિકીની અને મલ્ટિલેયર સ્લિટ સ્કર્ટમાં જોવા મળી હતી. ખુલ્લા વાળ, બ્લેક ચશ્મા અને હાથમાં રંગબેરંગી બંગડીઓ સાથેનો તેનો મિનિમલ મેકઅપ લુક એકદમ પરફેક્ટ લાગી રહ્યો છે. સિદ્ધાર્થ અને કિયારાનું સિક્રેટ વેકેશન કિયારાની પોસ્ટના એક દિવસ પહેલા જ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ માલદીવ્સથી તેની તસવીરો શેર કરી હતી. કિયારાએ કેપ્શનમાં લખ્યું, “સન કિસ્ડ ડેઝ, સોલ્ટી હેર અને લવ ઓફ માય લાઈફ સાથે શાંતિભર્યો દિવસ.” આ વેકેશનમાં તે માત્ર આરામ નથી કરી રહ્યા પરંતુ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ એક્ટિવ છે. જુઓ વેકેશનના PHOTOs ફિલ્મ ‘ટોક્સિક’માં શું ચાલી રહ્યું છે? પ્રોફેશનની વાત કરીએ તો, કિયારાની ફિલ્મ ‘ટોક્સિક’ હાલમાં ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ બીજી વખત પોસ્ટપોન થઈ છે. એવા પણ સમાચાર છે કે કિયારા આ ફિલ્મમાં તેના ઈન્ટિમેટ સીન્સ ઓછા કરાવવા માંગે છે, જેને લઈને તે અત્યારે હેડલાઈન્સમાં છે.

Leave A Comment