'મેં દીપિકાને છોડી દીધી હતી, જરાય પસ્તાવો નથી':વીડિયો વાયરલ થતા મુઝમ્મિલ ઇબ્રાહિમે મૌન તોડ્યું, કહ્યું- 'સંદર્ભ બદલીને વીડિયો રજૂ કરાયો'

Last Updated: July 13, 2026By

એક્ટર-મૉડલ મુઝમ્મિલ ઇબ્રાહિમ હાલમાં તેના જૂના નિવેદનના કારણે ચર્ચામાં છે, જેમાં તેણે દાવો કર્યો હતો કે, દીપિકા પાદુકોણ સાથે 2 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ તેણે દીપિકાને છોડી દીધી હતી. વાયરલ થઈ રહેલી આ ઇન્ટરવ્યૂની ક્લિપમાં એક્ટરે એવો પણ દાવો કર્યો હતો કે, દીપિકાએ પોતે તેને પ્રપોઝ કર્યું હતું. હવે આ વીડિયો અંગે એક્ટરે સ્પષ્ટતા કરી છે. ‘એક વર્ષ કરતાં પણ જૂનો વીડિયો છે’ મુઝમ્મિલ ઇબ્રાહિમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે, ‘જે ઇન્ટરવ્યુની ચર્ચા થઈ રહી છે અને જેને ખોટી રીતે “તાજા દાવા” તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે, તે ખરેખર એક વર્ષ કરતાં પણ પહેલા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ સમયે જે ક્લિપ્સ વાયરલ થઈ રહી છે, તે એક લાંબી વાતચીતના માત્ર કેટલાક નાના ભાગો છે.’ ‘હું મારી વાત પ્રામાણિકતાથી કહેવા પર કાયમ છું’ તેણે આગળ લખ્યું, ‘એડિટિંગની પ્રક્રિયામાં ઘણીવાર ખચકાટ, સંપૂર્ણ સંદર્ભ અને જે વિષયો પર સન્માનપૂર્વક વાત કરવામાં આવી હતી, તે બધું ખોવાઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે વાતચીતના કેટલાક અંશોને અલગ કરીને જોવામાં આવે છે, ત્યારે તેનો વાસ્તવિક અર્થ અને સંદર્ભ બદલાઈ શકે છે.’ આ ઉપરાંત મુઝમ્મિલ લખે છે, ‘મેં હંમેશા મારા ભૂતકાળ સાથે જોડાયેલા લોકો વિશે સન્માન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે અને તે આજે પણ બદલાયું નથી. અન્ય લોકોની જેમ મેં પણ ઘણા વર્ષો મારા કામ અને મારા જીવનને સુધારવામાં લગાવ્યા છે, અને મારી ઈચ્છા છે કે વાતચીતનું કેન્દ્ર પણ તેના પર જ રહે. હું મારી વાત પ્રામાણિકતાથી કહેવા પર કાયમ છું અને તેને સન્માનપૂર્વક કહેવા પર પણ.’ મુઝમ્મિલ ઇબ્રાહિમનું જૂનું નિવેદન શું હતું થોડા મહિનાઓ પહેલાં એક પોડકાસ્ટમાં સિદ્ધાર્થ કાનને મુઝમ્મિલને પૂછ્યું હતું કે, શું તમે દીપિકા પાદુકોણ સાથે રિલેશનશિપમાં હતા? મુઝમ્મિલે આ વિશે વાત કરવાનો ઇનકાર કરતા કહ્યું, ‘મને લાગે છે કે આપણે આ વિશે વાત ન કરવી જોઈએ, કારણ કે હવે તેમના લગ્ન થઈ ચૂક્યા છે. અમે ખૂબ સારા મિત્રો હતા અને હજુ પણ છીએ અને હું તેમનો ખૂબ આદર કરું છું.’ આના પર તેને પૂછવામાં આવ્યું કે, તમે તે સમયે તેમને ડેટ કરી રહ્યા હતા? આના પર એક્ટરે કહ્યું હતું કે, ‘જ્યારે હું મોડેલિંગ કરતો હતો, ત્યારે હું દીપિકાને મળ્યો હતો, અમે સાથે શો કર્યો હતો. તેણે મને ગ્લેડરેડ્સ ઇન્ડિયા શો અને પરદેસિયા ગીતમાં જોયો હતો. અમે મળ્યા હતા, પણ પછી હું વિદેશ ગયો. હું સારા લેવલ પર ટેક ઓફ કરી ગયો હતો.’ એક્ટરે આગળ કહ્યું કે, ‘જ્યારે દીપિકા બોમ્બેમાં નવી આવી હતી, ત્યારે બંનેનો સંબંધ શરૂ થયો, જે 2 વર્ષ સુધી ચાલ્યો. દીપિકાએ મને પ્રપોઝ કર્યું હતું, પરંતુ મેં બ્રેકઅપ કર્યું હતું.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તમને પસ્તાવો છે? તો તેણે કહ્યું, ‘ના, બિલકુલ નહીં, મને કોઈને છોડવાનો ક્યારેય પસ્તાવો થયો નથી. હું સખત છોકરો છું. તે સમયે હું સ્ટાર હતો અને તે નહોતી. જોકે, પછીથી તે મોટી સ્ટાર બની, હવે લોકો મને નથી જાણતા, પણ તેને જાણે છે. હું તેનો ફેન છું, તેની મૂવીઝ જોઉં છું.’ જોકે, હવે જે વીડિયો વાયરલ થયો છે, તેમાં ઘણી કાપકૂપ છે. અસલ વીડિયોમાં મુઝમ્મિલ વારંવાર આ ટોપિક પર વાત કરવાનો ઇનકાર કરી રહ્યો હતો, જોકે શોર્ટ વીડિયોમાં એવું કંઈ નથી. કોણ છે મુઝમ્મિલ ઇબ્રાહિમ?

Leave A Comment