મેક્સિકો ફૂટબોલ વર્લ્ડકપના નોકઆઉટમાં પહોંચનારી પ્રથમ ટીમ:લુઈસ રોમોએ એકમાત્ર ગોલ કર્યો, રેંગલે 2 ગોલ રોક્યા

Last Updated: June 20, 2026By

કો-હોસ્ટ મેક્સિકો ફૂટબોલ વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયું છે. તે ટુર્નામેન્ટના રાઉન્ડ ઑફ 32માં પહોંચનારી આ એડિશનની પહેલી ટીમ બની ગઈ. તેણે શુક્રવારની છેલ્લી મેચમાં સાઉથ કોરિયાને 1-0થી હરાવ્યું. ગ્વાડલાહારા સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-A મેચનો એકમાત્ર ગોલ 50મી મિનિટે લુઈસ રોમોએ કર્યો. હવે મેક્સિકો તેની છેલ્લી ગ્રુપ મેચમાં ચેક રિપબ્લિક સામે ટકરાશે, જ્યારે સાઉથ કોરિયાનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે. ચાહકોનું સેલિબ્રેશન જુઓ પ્લેયર્સનું વિક્ટરી સેલિબ્રેશન આ જીતથી ટીમ 6 પોઇન્ટ્, સાથે પોઇન્ટ્સ ટેબલના ટૉપ પર છે. કોરિયા 3 પોઇન્ટ્સ સાથે બીજા નંબર પર છે. મેચમાં ખાસ મેક્સિકો 2022ના વર્લ્ડ કપમાં લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ક્વાર્ટર ફાઇનલ રહ્યું છે. ટીમ 1986, 1970માં ટૉપ-8 સુધી પહોંચી હતી. પહેલો હાફ ગોલરહિત રહ્યો મેચનો પહેલો હાફ ગોલરહિત રહ્યો. બંને ટીમે ડિફેન્સિવ શરૂઆત કરી અને ગોલની તકો ઓછી બની. ચાહકોએ નિરાશાજનક રમત પર નારાજગી પણ વ્યક્ત કરી. રોમોએ મેક્સિકોને લીડ અપાવી બીજા હાફની શરૂઆતમાં મેક્સિકોએ 1-0ની લીડ બનાવી લીધી. અહીં લુઈસ રોમોએ સાઉથ કોરિયાના ગોલકીપર કિમ સ્યુંગ-ગ્યુ અને ડિફેન્ડર લી ગિહ્યુકની ભૂલનો ફાયદો ઉઠાવીને સરળ ગોલ કર્યો. રેંગલે અંતિમ ક્ષણોમાં 2 ગોલ રોક્યા સાઉથ કોરિયાએ અંતિમ મિનિટોમાં ગોલ કરવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ મેક્સિકન ગોલકીપર રાઉલ રેંગલે છેલ્લા સમયે બે શાનદાર બચાવ કરીને ટીમની જીત સુનિશ્ચિત કરી.