મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો:58%થી વધી 60% થયું, 1.19 લાખ કેન્દ્રીય કર્મચારી-પેન્શનરોને ફાયદો; જાણો કોને મળશે અને કોને નહીં મળે લાભ
સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 2%ના વધારાને મંજૂરી આપી દીધી છે. સરકારે DA 58%થી વધારીને 60% કર્યો છે. આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ પડશે. આ પહેલા ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થાને 55%થી વધારીને 58% કરવામાં આવ્યું હતું. છેલ્લું રિવિઝન 1 જુલાઈ 2025થી પ્રભાવી માનવામાં આવ્યું હતું, જેની ચુકવણી એરિયર સાથે કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે (18 એપ્રિલ) દિલ્હીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. આનાથી લગભગ 50.5 લાખ કર્મચારીઓ અને 68.3 લાખ પેન્શનરોને ફાયદો થશે. કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર, જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં ફેરફાર કરે છે. આ નિર્ણયથી કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનરોની પેન્શનમાં વધારો થાય છે. DA શું છે અને તે શા માટે જરૂરી છે? મોંઘવારી ભથ્થું (DA) સરકારી કર્મચારીઓને આપવામાં આવતું ‘કોસ્ટ-ઓફ-લિવિંગ’ એડજસ્ટમેન્ટ છે. તેની ગણતરી મૂળ પગારની ટકાવારી તરીકે કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ વધતી કિંમતો વચ્ચે કર્મચારીઓની વાસ્તવિક આવકનું રક્ષણ કરવાનો છે, જેથી તેમનો પગાર મોંઘવારી સાથે તાલમેલ જાળવી શકે. 8મા પગાર પંચમાં મૂળ પગાર ₹69,000 કરવાની માગ આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે કર્મચારી સંગઠનો 8મા પગાર પંચ હેઠળ પગાર માળખામાં મોટા ફેરફારોની માગ કરી રહ્યા છે. નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM)એ તેના મેમોરેન્ડમમાં 3.83ના ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની માગ કરી છે. જો આ માંગણી સ્વીકારવામાં આવે તો, લઘુત્તમ બેઝિક પે ₹18,000થી વધીને લગભગ ₹69,000 થઈ શકે છે. સંગઠને પગારની ગણતરી માટે પરિવારની વ્યાખ્યામાં આશ્રિત માતા-પિતાને શામેલ કરવા અને પગારની વિસંગતતાઓને દૂર કરવાનો પણ સૂચન કર્યું છે. જોકે, આઠમા પગાર પંચના અમલની સમયરેખાની જાહેરાત હજુ સુધી થઈ નથી. અટકળો લગાવવામાં આવી રહી છે કે તે જલ્દી લાગુ થઈ શકે છે. પરંતુ તેને સંપૂર્ણપણે અમલમાં આવતા 2028 સુધી રાહ જોવી પડી શકે છે. 8મા પગાર પંચના અમલ સુધી DAનું શું થશે? નવા પગાર પંચના અમલ સુધી મોંઘવારી ભથ્થું બેઝિક પેના ટકાવારી તરીકે જ ગણવામાં આવતું રહેશે. તેને દર છ મહિને જાન્યુઆરી અને જુલાઈમાં સુધારવામાં આવે છે. એટલે કે, 8મા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી મોંઘવારી ભથ્થું મળતું રહેશે. પંચ આવ્યા પછી હાલના DAને મૂળ પગારમાં ભેળવી દેવામાં આવશે. એટલે કે, અત્યારે જે 58% DA મળી રહ્યું છે તે શૂન્ય થઈ જશે. પગાર-પેન્શન અને ભથ્થાં સુધારવામાં આવશે 8મા કેન્દ્રીય પગાર પંચનો હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થાં સુધારવાનો છે. આમાં મોંઘવારી, કર્મચારીઓની જરૂરિયાતો અને સરકારની પરવડે તેવી ક્ષમતાને ધ્યાનમાં રાખવામાં આવશે. કેન્દ્ર સરકારે 28 ઓક્ટોબર 2025ના રોજ 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે શરતોને મંજૂરી આપી હતી. હવે કમિશનની રચના પછી તે પોતાની ભલામણો 18 મહિનાની અંદર આપશે. સમજો 8મા પગાર ધોરણની પગાર ગણતરી મૂળ પગારમાં કેટલો વધારો થશે, તે ફિટમેન્ટ ફેક્ટર અને DA મર્જર પર આધાર રાખે છે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. 8મામાં તે 3.83 હોઈ શકે છે. દરેક પગાર પંચમાં DA શૂન્યથી શરૂ થાય છે. આ એટલા માટે કારણ કે નવો મૂળ પગાર પહેલેથી જ મોંઘવારીને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે છે. આ પછી DA ફરીથી ધીમે ધીમે વધે છે. હાલમાં DA મૂળ પગારના 60% છે. DA હટાવવાથી કુલ પગાર (મૂળ + DA + HRA)માં વધારો થોડો ઓછો દેખાઈ શકે છે, કારણ કે 60% DAનો ભાગ દૂર થઈ જશે. ઉદાહરણ: ધારો કે, તમે લેવલ 6 પર છો અને 7મા પગાર પંચ મુજબ તમારો વર્તમાન પગાર છે: 8મા પગાર પંચમાં જો ફિટમેન્ટ 3.83 લાગુ પડે છે, તો નવો પગાર હશે: ફિટમેન્ટ ફેક્ટર શું છે? આ એક ગુણાકાર નંબર છે, જેને વર્તમાન મૂળ પગાર સાથે ગુણીને નવો મૂળ પગાર નક્કી કરવામાં આવે છે. પગાર પંચ તેને મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચને ધ્યાનમાં રાખીને નક્કી કરે છે. 8મા પગાર પંચનો લાભ કોને મળશે અને કોને નહીં રાજ્યો પોતાના અલગ પે કમિશનની રચના કરે છે, જે સુધારા પછી કેન્દ્રીય ભલામણો અપનાવે છે. જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને વેતન આયોગનો લાભ મળતો નથી કારણ કે તેઓ ભારતીય બેંક સંઘ (IBA) સાથેના દ્વિપક્ષીય કરારો પર આધાર રાખે છે. કમિશન જ્યારે પગાર-પેન્શનની ભલામણો બનાવશે, ત્યારે આ 5 બાબતો ધ્યાનમાં રાખશે…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

