રિપોર્ટિંગ કરતા પત્રકાર પર મિસાઈલ હુમલો, LIVE VIDEO:લેબનોનમાં RTના પત્રકાર પર ઇઝરાયલનો મિસાઈલ હુમલો; પત્રકારે કહ્યું- 'આ હુમલો ઈરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો'
દક્ષિણ લેબનાનના એક વીડિયોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે. આ વીડિયોમાં રશિયન સ્ટેટ બ્રોડકાસ્ટર RTના રિપોર્ટર સ્ટીવ સ્વીની રિપોર્ટિંગ કરતી વખતે અચાનક નીચે ઝૂકીને બેસે છે અને તેમની પાછળ એક મિસાઇલ હુમલો થાય છે. વિસ્ફોટમાં રિપોર્ટર સ્ટીવ સ્વીની અને તેમના કેમેરામેન અલી રીદા ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. આ હુમલો જાણીજોઈને કરવામાં આવ્યો હતો RT મુજબ, બંને મીડિયાકર્મી દક્ષિણ લેબનાનમાં અલ-કાસમિયા બ્રિજ પાસે રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો. રીડાએ કહ્યું કે ટીમ સ્પષ્ટપણે ‘PRESS’ લોગો હેઠળ કામ કરી રહી હતી અને હુમલો ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો. રશિયન વિદેશ મંત્રાલયના અધિકારીઓએ આ શંકાને સમર્થન આપ્યું. RTના એડિટર ઈન ચીફ માર્ગારીટા સિમોનિયને X પર લખ્યું કે સ્વિનીએ જણાવ્યું છે કે IDF (ઇઝરાયલી સંરક્ષણ દળો) ના ફાઇટર જેટે તેમની કાર પર હુમલો કર્યો જેમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલમાં તેમની હાલત સ્થિર છે. પહેલેથી ચેતવણી આપી હતી વાયરલ વીડિયોના જવાબમાં, IDFએ એક નિવેદન જાહેર કર્યુ જેમાં કહેવામાં આવ્યું હતું કે કાસમિયા ક્રોસિંગનો વિસ્તાર ખાલી કરવા માટે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી જ્યાં પત્રકારો જોવા મળ્યા હતા. IDFએ વધુમાં કહ્યું હતું કે હુમલો ચેતવણીના “પૂરતા સમય” પછી જ થયો હતો અને ઇઝરાયલ પત્રકારોને નિશાન બનાવતું નથી અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર કાર્ય કરે છે. દક્ષિણ લેબનાનમાં વધી રહેલા હુમલાઓ આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઇરાન અને તેના સાથી દેશો સામે હુમલાઓ તીવ્ર બનાવી રહ્યા છે. દક્ષિણ લેબનાનમાં હવાઈ અને જમીની કાર્યવાહી ચાલુ છે. લેબનાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિનાની શરૂઆતથી આ વિસ્તારમાં લગભગ 1,000 લોકો માર્યા ગયા છે અને 10 લાખ લોકો વિસ્થાપિત થયા છે. રશિયા-ઇઝરાયલ તણાવ વધુ વધ્યો રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ હુમલો સંયોગ ન હોઈ શકે, ખાસ કરીને હાલના મહિનાઓમાં સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પત્રકારોના મોત થયા છે. રશિયાએ આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા તપાસની માંગ કરી છે, જેના કારણે મોસ્કો અને તેલ અવીવ વચ્ચે તણાવ વધુ વધ્યો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

