લેમોન્ટ જેકબ્સે 100મી રેસ 9.67 સેકન્ડમાં પૂરી કરી:બોલ્ટ પછી બીજો સૌથી ઝડપી રનર, ખૂબ જ પવનને કારણે રેકોર્ડ માન્ય નથી
ઇટાલીના સ્પ્રિન્ટર લેમોન્ટ માર્સેલ જેકબ્સે 100 મીટરની રેસ 9.67 સેકન્ડમાં પૂરી કરી. 31 વર્ષીય જેકબ્સે ઓસ્ટ્રિયન ઓપનમાં બુધવારે પોતાના કરિયરની શ્રેષ્ઠ ટાઈમિંગ હાંસલ કરી. જોકે, તેની ટાઈમિંગ રેકોર્ડ બુકમાં નોંધાઈ શકી નહીં, કારણ કે આયસેન્સ્ટોટમાં રેસ દરમિયાન પવનનો પ્રવાહ નિર્ધારિત મર્યાદા (+4.1 મીટર પ્રતિ સેકન્ડની ટેલવિન્ડ) કરતાં વધુ હતો. આમ છતાં, જેકબ્સ કોઈપણ પરિસ્થિતિમાં યુસેૈન બોલ્ટ પછી વિશ્વના સૌથી ઝડપી દોડવીર બની ગયો. બોલ્ટના નામે 9.58 સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ અને 9.63 સેકન્ડનો વિન્ડ-અસિસ્ટેડ સમય નોંધાયેલો છે. બોલ્ટે 2009ની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જેકબ્સે શરૂઆત ધીમી કરી, પછી બધાને પાછળ છોડી દીધા જેકબ્સની શરૂઆત એટલી ઝડપી ન હતી. શરૂઆતના મીટરોમાં બ્રિટનના રોમેલ ગ્લેવ અને સાઉથ આફ્રિકાના 400 મીટર વર્લ્ડ રેકોર્ડધારક વેડ વેન નીકેર્ક તેનાથી આગળ હતો. પરંતુ, ગતિ પકડ્યા પછી જેકબ્સે વાપસી કરી અને લગભગ એક મીટરના અંતરથી જીત મેળવી. ગ્લેવ અને વેન નીકેર્ક રહ્યા બીજા-ત્રીજા સ્થાને બ્રિટનના રોમેલ ગ્લેવ 9.76 સેકન્ડ સાથે બીજા અને વેડ વેન નીકેર્ક 9.83 સેકન્ડ સાથે ત્રીજા સ્થાને રહ્યો. જાપાનના યોશિહિદે કિરીયુ 9.99 સેકન્ડ સાથે ચોથા, જર્મનીના ઓવેન અંસાહ 10.00 સેકન્ડ સાથે પાંચમા અને યજમાન ઓસ્ટ્રિયાના માર્કસ ફુચ્સ 10.09 સેકન્ડ સાથે છઠ્ઠા સ્થાને રહ્યા. ટોકિયો ઓલિમ્પિકના 100 મીટર ચેમ્પિયન છે જેકબ્સ 1896માં આધુનિક ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી. 1928 સુધી 100 મીટરના ચેમ્પિયન શ્વેત એથ્લેટ રહ્યા. 1932માં એડી ટોલન પ્રથમ અશ્વેત ઓલિમ્પિક 100 મીટર ચેમ્પિયન બન્યા. 1984 થી 2024 સુધી ઓલિમ્પિકમાં અશ્વેત એથ્લેટ જ 100 મીટર ચેમ્પિયન રહ્યા. 2020 ટોકિયો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ લેમોન્ટ માર્સેલ જેકબ્સના પિતા આફ્રિકન મૂળના હતા, જ્યારે માતા ઇટાલિયન હતા. તેથી તેમને પણ બ્લેક એથ્લેટમાં ગણવામાં આવ્યા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

