વુમન્સ T20 વર્લ્ડકપમાં આજે ડબલ હેડર:ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા, ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ વચ્ચે મુકાબલો; ડિફેન્ડિંગ ચેમ્પિયનને પ્રથમ જીતની શોધ

Last Updated: June 16, 2026By

વુમન્સ T20 વર્લ્ડ કપમાં મંગળવારે સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ ગ્રાઉન્ડ પર ડબલ હેડર મુકાબલા રમાશે. પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડનો સામનો શ્રીલંકા સામે રાત્રે 7 વાગ્યાથી થશે. પછી રાત્રે 11 વાગ્યાથી યજમાન ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ બીજી મેચમાં આમને-સામને હશે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા બંને ટીમો પોતાની પહેલી મેચ હારી ચૂકી છે. ન્યૂઝીલેન્ડને વેસ્ટ ઇન્ડીઝે હરાવ્યું હતું, જ્યારે શ્રીલંકાને ઇંગ્લેન્ડે માત આપી હતી. આયર્લેન્ડને સ્કોટલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડનું પલડું ભારે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 16 મહિલા T20 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે. આમાંથી ન્યૂઝીલેન્ડે 14 મેચ જીતી છે, જ્યારે શ્રીલંકા માત્ર 2 મેચ જીતી શકી છે. એક મેચ નો રિઝલ્ટ રહી છે. જોકે, છેલ્લી ચાર મેચમાં શ્રીલંકાએ બે વાર ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે, જેનાથી મુકાબલો રોમાંચક થવાની આશા છે. સુઝી બેટ્સ અને તાહુહુની વાપસી પર નજર ન્યૂઝીલેન્ડની અનુભવી બેટર સુઝી બેટ્સ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચ રમી શકી ન હતી. આ પહેલીવાર હતું જ્યારે ન્યૂઝીલેન્ડે તેના વિના મહિલા T20 વર્લ્ડ કપની મેચ રમી હતી. ટીમ મેનેજમેન્ટ તેને શ્રીલંકા સામેની પ્લેઇંગ-11માં પાછી લાવી શકે છે. અનુભવી ફાસ્ટ બોલર લિયા તાહુહુની વાપસી પણ શક્ય છે. ન્યૂઝીલેન્ડની કેપ્ટન એમેલિયા કેર ટીમની સૌથી મહત્વની ખેલાડી હશે. તેણે આ વર્ષે 11 ઇનિંગ્સમાં 477 રન બનાવ્યા છે અને 12 મેચમાં 11 વિકેટ પણ લીધી છે. પ્રથમ મેચમાં નિષ્ફળ રહ્યા બાદ તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે. શ્રીલંકા બદલાવ કરી શકે છે ઇંગ્લેન્ડ સામે હાર્યા બાદ શ્રીલંકા પોતાની બેટિંગ ઓર્ડરમાં બદલાવ કરી શકે છે. ઓપનર હસિની પરેરાની વાપસી પર વિચાર કરી શકાય છે. કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુ સાથે ટીમને હર્ષિતા સમરવિક્રમા અને કવિશા દિલહારી પાસેથી પણ મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે. શ્રીલંકાની હર્ષિતા સમરવિક્રમા શાનદાર ફોર્મમાં છે. તેણે આ વર્ષે પાંચ ઇનિંગ્સમાં 147 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઇક રેટ 148.48 રહ્યો છે. છેલ્લા ચાર મેચમાં તેના બેટમાંથી બે વાર 40થી વધુ રન નીકળ્યા છે. ઇંગ્લેન્ડની નજર સતત બીજી જીત પર દિવસના બીજા મેચમાં ઇંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડ સામે ટકરાશે. ઇંગ્લેન્ડે પ્રથમ મેચમાં શ્રીલંકાને હરાવીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી. ટીમ ત્રણ મુખ્ય સ્પિનરો સાથે રમી હતી. આયર્લેન્ડ માટે આંકડા ચિંતાજનક છે. ટીમ અત્યાર સુધી મહિલા T20 વર્લ્ડ કપમાં 18 મેચ રમી ચૂકી છે, પરંતુ એક પણ જીત નોંધાવી શકી નથી. જોકે, 2024માં આયર્લેન્ડે ઇંગ્લેન્ડને T20 મુકાબલામાં હરાવ્યું હતું, તેથી તે ઉલટફેરની આશા સાથે મેદાનમાં ઉતરશે. ઇંગ્લેન્ડની ઑફ સ્પિનર ​​ચાર્લી ડીન 2025ની શરૂઆતથી 23 વિકેટ લઈ ચૂકી છે, જે આ સમયગાળામાં કોઈપણ ઇંગ્લિશ સ્પિનરે સૌથી વધુ છે. જ્યારે આયર્લેન્ડની કેપ્ટન ગેબી લુઈસ પર બેટિંગની જવાબદારી રહેશે. હવામાન અને પીચ રિપોર્ટ સાઉથમ્પ્ટનમાં મંગળવારે હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. સાંજના સમયે હળવા વરસાદની સંભાવના છે અને તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ મેદાન પર ટુર્નામેન્ટનો અત્યાર સુધી એક જ મેચ રમાયો છે, જેમાં વેસ્ટ ઈન્ડિઝે 163 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. પિચ પર ઘાસ હાજર છે, જેનાથી ઝડપી બોલરોને શરૂઆતમાં મદદ મળી શકે છે. સંભવિત પ્લેઇંગ-11 પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ: જ્યોર્જિયા પ્લિમ્મર, સુઝી બેટ્સ/ઇઝી ગેજ, મેલી કેર (કેપ્ટન), સોફી ડિવાઇન, બ્રુક હોલિડે, મેડી ગ્રીન, ઇઝી શાર્પ, જેસ કેર, નેન્સી પટેલ, રોઝમેરી મેયર, લિયા તાહુહુ. શ્રીલંકા: વિશ્મી ગુણરત્ને, ચમારી અથાપથુ (કેપ્ટન), ઇમેશા દુલહાની, હર્ષિતા સમરવિક્રમા, હંસિમા કરુણારત્ને, કવિશા દિલહારી, નિલાક્ષિકા સિલ્વા, કૌશિની નુથ્યાંગના, સુગંધિકા કુમારી, માલ્કી મદારા, મિથાલી અયોધ્યા. બીજી મેચ ઇંગ્લેન્ડ: ડેની વ્યાટ-હોજ, એમી જોન્સ, નેટ સાયવર-બ્રન્ટ (કેપ્ટન), એલિસ કેપ્સી, હિથર નાઈટ, ફ્રેયા કેમ્પ, ડેની ગિબ્સન, ચાર્લી ડીન, સોફી એક્લેસ્ટોન, લિન્સી સ્મિથ, લોરેન બેલ. આયર્લેન્ડ: એમી હન્ટર, અલાના ડાલઝેલ, ગેબી લુઈસ (કેપ્ટન), ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, રેબેકા સ્ટોકેલ, લિયા પોલ, એલિસ ટેક્ટર, આર્લીન કેલી, એવા કેનિંગ, કારા મરે, એમી મેગ્વાયર.