વૈભવ સૂર્યવંશી સતત ચોથી મેચમાં નિષ્ફળ ગયો:છગ્ગો મારવાના પ્રયાસમાં કેચઆઉટ થયો, અગાઉ તેના કેચ પર વિવાદ થયો હતો; IND-Aનો સ્કોર 115/2

Last Updated: June 17, 2026By

શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાઈ-નેશન વન-ડે સિરીઝમાં બુધવારે ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે મેચ દામ્બુલાના રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 14.4 ઓવરમાં 115/2 છે. ટીમ તરફથી ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર છે. પ્રિયાંશ આર્ય 58 રન બનાવીને આઉટ થયો. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટ્રાઈ-નેશન સિરીઝમાં અફઘાનિસ્તાન-A સામે 28 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલા હતા. ત્રણ કેચ છૂટ્યા હોવા છતાં વૈભવ કેચ આઉટ થયો. તેને ફરીદૂન દાઉદઝઈએ આઉટ કર્યો. વૈભવ આ સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નહીં. અગાઉ, આ મેચમાં વૈભવ સૂર્યવંશીના કેચ પર વિવાદ થઈ ગયો. ભારતીય ઇનિંગ્સની બીજી ઓવરમાં પોઇન્ટ પર ફરીદૂને તેનો કેચ પકડ્યો, પરંતુ થર્ડ અમ્પાયરે તેને આઉટ ન આપ્યો. કોમેન્ટરી કરી રહેલા એક્સપર્ટે આને ખોટું ગણાવ્યું. કોમેન્ટરી અનુસાર વૈભવને બેનિફિટ ઑફ ડાઉટ મળ્યો.