વોશિંગ્ટન સુંદરે કહ્યું- ઇંગ્લેન્ડ સામે ફિફ્ટીનો શ્રેય ગંભીરને જાય છે:તેમણે જ રાહુલ પહેલા બેટિંગ માટે મોકલ્યો, મારી ભૂમિકા વધુ સારી રીતે સમજે છે
ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ઇંગ્લેન્ડ સામેની મેચ વિનિંગ ઇનિંગ્સનો શ્રેય ગૌતમ ગંભીરને આપ્યો છે. પ્રથમ વન-ડેમાં કેએલ રાહુલની જગ્યાએ નંબર-5 પર ઉતરેલા વોશિંગ્ટને અક્ષર પટેલ (57*) સાથે છઠ્ઠી વિકેટ માટે 102 રનની અણનમ ભાગીદારી કરીને ભારતને 6 વિકેટે જીત અપાવી. અણનમ 52 રન બનાવનાર સુંદરે જીત બાદ કહ્યું- ગૌતી ભાઈએ બેટિંગમાં મારી ક્ષમતા ઓળખવામાં મદદ કરી. તેમણે સમજાવ્યું કે હું બેટથી ટીમ માટે શું યોગદાન આપી શકું છું. સાથે જ આશિષ નેહરાએ પણ મને મારી રમત અને પોતાને વધુ સારી રીતે સમજવામાં ઘણી મદદ કરી.’ સુંદરની 3 વાતો… ભારતે 6 વિકેટે મેચ જીતી, સિરીઝમાં 1-0થી આગળ અક્ષર પટેલના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી ભારતે પહેલી વન-ડે 6 વિકેટે જીતી લીધી છે. બર્મિંગહામના એજબેસ્ટનમાં 259 રનના ટાર્ગેટને ચેઝ કરતા ભારતે 45.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 262 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. અક્ષરે અણનમ 57 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 80 રનની ઇનિંગ રમી હતી, તે ક્રેમ્પ્સના કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો. વોશિંગ્ટન સુંદરે પણ અણનમ 52 રનનું યોગદાન આપ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

