શું ખબર મોદી ચા વેચતા હતા કે ભીખ માગતા હતા:હું તો તેમના જુઠાણાનો સાક્ષી છું, PM પર પ્રકાશ રાજની આપત્તિજનક કમેન્ટ્સ; ટ્રોલર્સે કહ્યું- તમે દેશ માટે શું કર્યું

Last Updated: June 1, 2026By

સાઉથના જાણીતા અભિનેતા પ્રકાશ રાજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે નરેન્દ્ર મોદીના ચા વેચવાના દાવા પર સવાલ ઉઠાવતા વાંધાજનક વાતો કહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા લખ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે મોદી ન તો ચા વેચનારા હતા અને ન તો ભિખારી હતા, તેઓ જન્મજાત જ જૂઠ્ઠા છે. આના પર પ્રકાશ રાજે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, મને ખબર નથી કે તેમણે ક્યારેય ચા વેચી હોય કે ભીખ માંગી હોય. પરંતુ હું તેમના જૂઠાણાનો હું સાક્ષી રહ્યો છું. મારી આ વાત સાથે કોણ કોણ સહમત છે કહો મને. ફક્ત પૂછી રહ્યો છું. પ્રકાશ રાજની ટીકા થઈ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ પ્રકાશ રાજની જોરદાર ટીકા થઈ રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે, “જ્યારે કોઈ વ્યક્તિ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા ન મળે અને તમે તેના પર શારીરિક રીતે પણ હુમલો ન કરી શકો, ત્યારે તમે તેના ચારિત્ર્ય હનન અને કટાક્ષ કરવાનો આશરો લેવા લાગો છો.” તો એક યુઝરે લખ્યું, “તમારે માત્ર ટીકા કરવાને બદલે દેશને આગળ વધારવામાં યોગદાન આપવું જોઈએ. નકામી વાતો કરવા અને સરકારની ટીકા કરવાને બદલે રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરો. શું તમે ક્યારેય સરકાર કે દેશ માટે કંઈ કર્યું છે? લોકો હંમેશા એવું શા માટે વિચારે છે કે સરકાર તેમને મફત સુવિધાઓ આપતી રહે? નાગરિકોએ પણ પોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ.” નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભિનેતા પ્રકાશ રાજના તાજેતરના નિવેદનો-

Leave A Comment