સદીના મહાનાયકે 'મર્દાની'ના વખાણ કર્યા:રાની મુખર્જીની નવી ફિલ્મનું ટ્રેલર શેર કર્યું, એક્શન માટે એક્ટ્રેસને શુભેચ્છાઓ પાઠવી

Last Updated: January 22, 2026By

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને રાની મુખર્જીને દિલથી શુભેચ્છાઓ પાઠવી છે. 2005ની સુપરહિટ ફિલ્મ ‘બ્લેક’માં સાથે કામ કરી ચૂકેલા બિગ બીએ રાનીની નવી ફિલ્મ ‘મર્દાની 3’ના ટ્રેલરને શેર કરતા લખ્યું, “T 5632(i) – મારી તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશિસ”. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે. પોસ્ટ પર ફેન્સે ભરપૂર વખાણ કર્યા. એક ફેને લખ્યું- “જોવાની આતુરતાથી રાહ. આખી ટીમને બેસ્ટ વિશિસ.” કોઈએ કહ્યું- “હા… રાની મુખર્જી ખૂબ જ ટેલેન્ટેડ એક્ટ્રેસ છે. ફિલ્મ જોવા માટે ઉત્સુક છું.” એક કમેન્ટમાં લખ્યું, “છેલ્લા બંને પાર્ટ્સ ખૂબ ગમ્યા. નવા પાર્ટની પણ રાહ છે. અમિતાભ અને રાનીની જોડીને ‘બ્લેક’માં જોવું ચાહકોને આજે પણ યાદ છે. સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ રાની મુખર્જીના કરિયરની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ માટે રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આજે પણ આ ફિલ્મની ખૂબ ચર્ચા થાય છે. બિગ બીએ રાનીને સપોર્ટ કરતા તેની એક્શન ફિલ્મ માટે અભિનંદન પાઠવ્યા. મર્દાની સિરીઝનો આ ત્રીજો ભાગ 30 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહ્યો છે. ટ્રેલરમાં રાની ફરી એકવાર કડક પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયના રોલમાં ધમાલ મચાવતી જોવા મળી રહી છે. અમિતાભ અને રાનીએ ઘણી ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે. જેમાં ‘વીર-ઝારા’, ‘બંટી ઔર બબલી’, ‘કભી અલવિદા ના કહેના’, ‘બાબુલ’ અને ‘પહેલી’ જેવી ફિલ્મો મુખ્ય છે. પરંતુ ફિલ્મ ‘બ્લેક’માં અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીની જોડીને ભારતીય સિનેમાની સૌથી દમદાર, ભાવુક અને યાદગાર ભાગીદારીઓમાંની એક ગણાવવામાં આવી છે.