'સરકારને કમાણી કરવી છે ને એક્ટરની આવક પર તરાપ?':ઇલાયચીની જાહેરાત વિવાદ વચ્ચે શાહરુખ ખાનનું નિવેદન વાયરલ, સરકારની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ બોલિવૂડ સ્ટાર્સ શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને કારણદર્શક નોટિસ જારી કરી છે. FDAનો આરોપ છે કે ‘વિમલ ઇલાયચી’ની જાહેરાત દ્વારા રાજ્યમાં પ્રતિબંધિત ‘વિમલ પાન મસાલા’નો પરોક્ષ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. FDAએ ત્રણેય સ્ટાર્સને નોટિસ ફટકારી 15 દિવસમાં જવાબ માંગ્યો છે. આ દરમિયાન શાહરુખ ખાનનું એક જૂનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં એક્ટર નુકસાનકારક વસ્તુઓના ઉત્પાદન અને વેચાણને લઈને સરકારની નીતિઓ ઉપર પ્રશ્નો ઉઠાવતો જોવા મળી રહ્યો છે. ‘ઉત્પાદન અને વેચાણની પરવાનગી જ ન આપો’ વાયરલ થયેલા વીડિયોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે શાહરુખ ખાનને પૂછવામાં આવ્યું કે, સરકારે સેલિબ્રિટીઝને એવા ઉત્પાદનનોની જાહેરાત ન કરવાની સલાહ આપી છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક અને બાળકોને પ્રભાવિત કરતી હોય. આના પર શાહરુખ ખાને જવાબ આપ્યો કે, ‘જો સરકાર કોઈ ઉત્પાદનને નુકસાનકારક માનતી હોય, તો તેને બજારમાં વેચવાની પરવાનગી જ ન આપવી જોઈએ.’ ‘મારી કમાણી રોકવાની વાત શા માટે થાય છે?’ શાહરુખે આગળ કહ્યું હતું કે, ‘જો સિગારેટ ખરાબ છે, તો તેનું ઉત્પાદન બંધ કરો, જો સોફ્ટ ડ્રિંક ખરાબ છે, તો તેને બનવા જ ન દો. સરકાર આવા ઉત્પાદનોને એટલા માટે નથી રોકતી કારણ કે તેનાથી તેમને રેવેન્યુ (આવક) મળે છે. એવામાં એક્ટરની કમાણી રોકવાની વાત શા માટે થાય છે?’ તેણે વધુમાં કહ્યું હતું કે, ‘હું કામ કરું છું અને તેમાંથી કમાણી કરું છું. હું સ્પષ્ટપણે માનું છું કે, જો કોઈ વસ્તુ હાનિકારક છે, તો તેને પ્રતિબંધિત જ કરી દો.’ નોંધનીય છે કે, આ નિવેદન શાહરુખે તે સમયે સોફ્ટ ડ્રિંકની જાહેરાત પર મચેલા વિવાદ બાદ આપ્યું હતું. આખો વિવાદ શું છે? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને વિમલ ઇલાયચી’ની જાહેરાત દ્વારા રાજ્યમાં પ્રતિબંધિત ‘વિમલ પાન મસાલા’નો પરોક્ષ પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાના આરોપસર કારણ દર્શક નોટિસ ફટકારી છે. FDAનું કહેવું છે કે જાહેરાતમાં ‘વિમલ’ નામ, પ્રોડક્ટ અને ડાયલોગનો ઉપયોગ એવી રીતે કરવામાં આવ્યો છે કે તેનાથી ‘વિમલ’ બ્રાન્ડનો પ્રચાર થતો દેખાય છે. જેમ કે ‘વિમલ’ બ્રાન્ડ પાન મસાલા સાથે પણ સંકળાયેલી છે, તેથી FDAને શંકા છે કે જાહેરાત દ્વારા પ્રતિબંધિત પાન મસાલાનો પરોક્ષ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તમાકુ અને ગુટખા નેટવર્ક પર મકોકા (MCOCA)ની તૈયારી મહારાષ્ટ્રમાં તમાકુ કે નિકોટિનયુક્ત ગુટખા અને પાન મસાલા પર 2012થી પ્રતિબંધ છે. આ પ્રતિબંધ દર વર્ષે લંબાવવામાં આવે છે. હાલનો પ્રતિબંધ 13 જુલાઈ 2026થી એક વર્ષ માટે લાગુ છે. આ અંતર્ગત પાન મસાલા બનાવવા, રાખવા, લાવવા-લઈ જવા અને વેચવા પર પ્રતિબંધ છે. આ કાયદાને દર વર્ષે રિન્યુ કરવામાં આવે છે. તાજેતરમાં 13 જુલાઈ 2026ના રોજ આ પ્રતિબંધની અવધિ ફરી લંબાવવામાં આવી છે. FDA કમિશનર તુકારામ મુંઢેએ 12 જૂને અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે સંગઠિત ગુટખા અને તમાકુ નેટવર્કના કેસોમાં પોલીસ સાથે મળીને ‘મકોકા’ (MCOCA – મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે. વિમલ ઇલાયચીનું અભિયાન પહેલા પણ વિવાદોમાં રહ્યું છે વિમલ ઇલાયચીની જાહેરાત પર પહેલા પણ કાનૂની અને નિયમનકારી સવાલો ઉભા થયા છે:
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

