'સાવધાન ઇન્ડિયા' ફેમ એક્ટ્રેસે ટ્રેનમાં ધડબડાટી બોલાવી:અંતરા બેનર્જીએ RPF જવાનને બ્લેડ મારી, કાચ તોડવાનો પ્રયાસ કર્યો; પોલીસે કાર્યવાહી કરી
‘સાવધાન ઇન્ડિયા’ ફેમ એક્ટ્રેસ અને મોડલ અંતરા બેનર્જીને અરાવલી એક્સપ્રેસમાં આરપીએફ (RPF) કર્મચારી પર હુમલો કરવાના આરોપમાં અટકાયતમાં લેવામાં આવી. તેના પર આરોપ છે કે, સ્લીપર ક્લાસની ટિકિટ હોવા છતાં પણ તે સુરત જવા માટે રિઝર્વ્ડ એસી કોચમાં બેસી ગઈ હતી. સીટને લઈને થયેલા વિવાદ બાદ તેણે રેઝર બ્લેડ વડે આરપીએફ જવાન પર હુમલો કર્યો. આ મામલો 12 ઓગસ્ટનો છે. રીવલી જીઆરપી (GRP) એ 13 ઓગસ્ટે FIR નોંધ્યા બાદ તેને નોટિસ આપીને જામીન પર મુક્ત કરી. એસી કોચમાં બેઠી હતી, સીટ છોડવાનો ઇનકાર કર્યો
પોલીસના જણાવ્યા અનુસાર, અંતરા બેનર્જી એક શૂટના સિલસિલામાં સુરત જઈ રહી હતી. તેની પાસે સ્લીપર ક્લાસની ટિકિટ હતી, પરંતુ તે એસી કોચની રિઝર્વ્ડ સીટ પર જઈને બેસી ગયા. આ ઘટના 12 ઓગસ્ટની રાત્રે મહારાષ્ટ્રના બોરીવલી અને દહાણુ સ્ટેશન વચ્ચે રાત્રે લગભગ 9:30 વાગ્યાથી 10:50 વાગ્યાની વચ્ચે બની હતી. જ્યારે એક મુસાફરે તેને રિઝર્વ્ડ સીટ ખાલી કરવા કહ્યું, ત્યારે તેણે ના પાડી દીધી. આ પછી મુસાફરે ટિકિટ કલેક્ટર હરિકેશ ત્રિપાઠી અને આરપીએફને આ મામલાની જાણ કરી. આરપીએફ અધિકારી પર બ્લેડ વડે હુમલો કર્યો, કપડાં ઉતાર્યા
આરપીએફના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર યામિનીકાંત મિશ્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અને કોન્સ્ટેબલ રાજેશ કુમાર વિવાદ ઉકેલવા પહોંચ્યા હતા. આરોપ છે કે અંતરા બેનર્જીએ અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યું અને હિંસક બની ગઈ. આ પછી તેણે હાથમાં રેઝર બ્લેડ લહેરાવી અને એએસઆઈ મિશ્રાની સાથે પોતાને પણ ઘાયલ કર્યા. આ દરમિયાન તેણે અધિકારીના યુનિફોર્મ અને મોબાઈલ ફોનને પણ નુકસાન પહોંચાડ્યું. કાચ તોડવાનો પ્રયાસ કર્યો, દહાણુ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતારી
ઘટના દરમિયાન કોચમાં હાજર મુસાફરો ડરી ગયા. પરિસ્થિતિ બગડતી જોઈને આરપીએફ કર્મચારીઓએ એસી કોચના દરવાજા બંધ કરી દીધા. ટ્રેનમાંથી બહાર નીકળવા માટે અંતરાએ બારીનો કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો. આ આખો હોબાળો લગભગ એક કલાકથી વધુ સમય સુધી ચાલ્યો. ત્યારબાદ દહાણુ રેલવે સ્ટેશન પર તેને ટ્રેનમાંથી ઉતારીને રેલવે પોલીસ (જીઆરપી)ને સોંપી દેવામાં આવી. નોટિસ આપીને જામીન પર મુક્ત
બીજી સવારે બોરીવલી જીઆરપીએ અંતરાને કસ્ટડીમાં લીધી. બોરીવલી જીઆરપી ઇન્સ્પેક્ટર કુંડા ગાવડેના જણાવ્યા અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે એસી કોચની ટિકિટ ન મળવાને કારણે તે માનસિક તણાવમાં હોઈ શકે છે. પૂછપરછ દરમિયાન અંતરાએ પોતાના વકીલ કે પરિવારજનોનો સંપર્ક કરવાનો ઇનકાર કર્યો અને પોતાની ધરપકડ કરવાની માંગ કરી. પોલીસે 13 ઓગસ્ટે સુરક્ષાને જોખમમાં મૂકવા, સરકારી કર્મચારી પર હુમલો કરવા અને ગેરવર્તણૂક કરવા બદલ કલમો હેઠળ એફઆઈઆર નોંધી. એફઆઈઆર નોંધાયા બાદ તે શાંત થઈ અને બાદમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ નોટિસ આપીને તેને જામીન પર મુક્ત કરવામાં આવી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

