સિંધુએ કમબેકની ક્રેડિટ વિરાટને આપી:લખ્યું- કેટલીય વાર ભાંગી પડી પણ એમણે મને સમજાવી, શટલરે 2 વર્ષ પછી ટુર્નામેન્ટ જીતી

Last Updated: July 21, 2026By

2 વારની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પોતાની શાનદાર કમબેકનો શ્રેય ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને આપ્યો છે. તેણે 2 દિવસ પહેલા શનિવારે જાપાન ઓપન સુપર-750નું ટાઇટલ જીત્યું હતું. સિંધુએ લગભગ 2 વર્ષ પછી કોઈ ટાઇટલ જીત્યું હતું. આ પહેલા તે કારકિર્દીના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. 31 વર્ષીય પીવી સિંધુએ એક સોશિયલ મીડિયા પોસ્ટથી પોતાના કમબેકમાં કોહલીની ભૂમિકાનો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે કારકિર્દીના સૌથી મુશ્કેલ તબક્કામાં તેણે વિરાટ પાસેથી સલાહ લીધી હતી અને તેની એક શીખે તેની આખી વિચારસરણી બદલી નાખી. સિંધુની 2 વાતો સિંધુના કમબેકમાં કોનું શું યોગદાન? 1. કોહલી; ટ્રોફી પાછળ ભાગવાને બદલે રમતમાં ખુશી શોધવાની સલાહ આપી સિંધુએ કહ્યું કે તે મુલાકાતમાં થયેલી વાતચીત ખાનગી રહેશે, પરંતુ વિરાટની સૌથી મોટી શીખ હતી કે ટ્રોફી પાછળ ભાગવાને બદલે રમતમાં ફરીથી ખુશી શોધવી જોઈએ. તેમણે કહ્યું કે હવે તે સવારે 5:30 વાગ્યે પ્રેક્ટિસ માટે ટ્રોફી જીતવા નહીં, પરંતુ રમત પ્રત્યેના પોતાના જુસ્સાને કારણે ઉઠે છે. આ માનસિક બદલાવ સાથે સિંધુએ પોતાની રમતમાં ઘણા સુધારા કર્યા. તેણે લગભગ 3.5 કિલો વજન ઘટાડ્યું, નેટ ગેમને મજબૂત બનાવી, ડેટા આધારિત ટ્રેનિંગ અપનાવી અને ઇન્ડોનેશિયન કોચ ઇરવાંશાહ અને સ્ટ્રેન્થ ટ્રેનર વેન લોમ્બાર્ડ સાથે ફિટનેસ પર વિશેષ કામ કર્યું. 2. પતિ વેંકટ દત્તા; કમબેક માટે માનસિક રીતે તૈયાર કરી પગના લિગામેન્ટની ઈજા પછી ડોક્ટર દિનશો પરદીવાલાએ સિંધુને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી. ત્યારબાદ દત્તા સાઈ તેને અમેરિકાના એટલાન્ટા લઈ ગયા. જ્યાં પરિવાર વચ્ચે રહીને માનસિક રીતે સિંધુએ પોતાને ફરીથી તૈયાર કર્યા. પેરિસ ઓલિમ્પિક પછી ડેટા એનાલિટિક્સની મદદથી સિંધુના રમતનું વિશ્લેષણ કર્યું. સાત ટ્રેકિંગ ડિવાઇસથી ફિટનેસ, હાર્ટ રેટ, ઊંઘ, રિકવરી અને ટ્રેનિંગ લોડનું સતત નિરીક્ષણ કર્યું. લગભગ 3.5 કિલો વજન ઘટાડ્યું, જ્યારે સ્નાયુઓ જાળવી રાખ્યા. 3. કોચ ઇરવાંશાહ; રમતના ઘણા પાસાઓમાં સુધારો કર્યો કોચ ઇરવાંશાહે તેની નેટ ગેમ, ધીરજ અને એટેકિંગ પેટર્ન પર કામ કર્યું. ટીમે અનફોર્સ્ડ એરર ઓછી કરવા અને લાંબા સમય સુધી ઉચ્ચ સ્તરે રમવાની ક્ષમતા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ બદલાવની અસર સિંધુની રમતમાં જોવા મળી. તેણે યામાગુચીને માત્ર 50 મિનિટમાં સીધા ગેમમાં હરાવી દીધી. તેણે સેમિફાઇનલમાં વર્લ્ડ નંબર-4 ચીની ખેલાડી ચેન યુફેઈને હરાવી. સિંધુની નજર વર્લ્ડ ચેમ્પિયનશિપ પર હવે સિંધુની નજર ચાઈના ઓપન, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 પર છે. તેના પતિ વેંકટ દત્તા સાઈનું કહેવું છે કે ટીમનો અંતિમ લક્ષ્ય હજુ પણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનું છે. ————————————————– પીવી સિંધુ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… પીવી સિંધુ જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ જાપાન ઓપન સુપર-750 બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતી લીધી છે. તે આ ટુર્નામેન્ટ જીતનારી પ્રથમ ભારતીય બની છે. 31 વર્ષીય સિંધુએ રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં જાપાનની અકાને યામાગુચીને 21-17, 21-17થી હરાવી. સંપૂર્ણ સમાચાર વાંચો…

Leave A Comment