સીરિયામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત વચ્ચે વિસ્ફોટ:મેક્રોન જે હોટેલમાં રોકાવાના હતા તેની નજીક બ્લાસ્ટ થયો; સુરક્ષા વ્યવસ્થામાં વધારો

Last Updated: July 7, 2026By

મંગળવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન મુલાકાત વચ્ચે એક વિસ્ફોટ થયો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન જ્યાં રોકાવાના હતા તે હોટલની નજીક એક વિસ્ફોટ થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ, સ્થાનિક લોકોએ અનેક વિસ્ફોટોનો અવાજ સાંભળ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં તે વિસ્તારમાંથી ધુમાડો નીકળતો પણ જોવા મળ્યો હતો. વિસ્ફોટ બાદ તરત જ સુરક્ષા એજન્સીઓએ નજીકના રસ્તાઓ બંધ કરી દીધા અને સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી. હાલમાં જાનહાનિ અંગે કોઈ અહેવાલ નથી. અધિકારીઓએ વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરી છે. બશર અલ-અસદના સત્તા પરથી હટ્યા બાદ દમાસ્કસની મુલાકાત લેનારા મેક્રોન યુરોપિયન યુનિયન (EU)ના પ્રથમ મુખ્ય નેતા છે. સીરિયામાં વિસ્ફોટના 3 ફૂટેજ… વધુ અપડેટ કરી રહ્યા છીએ…