સુકન્યામાં 8.2% અને PPF પર 7.1% વ્યાજ મળતું રહેશે:સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, સતત 9મી ત્રિમાસિક વ્યાજ દર સ્થિર
સરકારે એપ્રિલ-જૂન (Q1FY27) ક્વાર્ટર માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ જેવી કે- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), પોસ્ટ ઓફિસ FD, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) ના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સતત 9મું ક્વાર્ટર છે, જ્યારે વ્યાજ દરો યથાવત રહેશે. સરકારે છેલ્લે ડિસેમ્બર 2023માં વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર 7.1% વ્યાજ દર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર 7.1% અને સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.2% વ્યાજ મળતું રહેશે. સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજ દરો 4% થી 8.2% ની વચ્ચે છે. સરકાર નાની બચત યોજનાઓના વ્યાજ દરો પર નિર્ણય લેતા પહેલા દેશમાં રોકડ અને મોંઘવારીની સ્થિતિ પર પણ નજર રાખે છે. તેમની સમીક્ષા દર ત્રણ મહિને થાય છે. વ્યાજ દરનું દર ત્રિમાસિકે રિવ્યુ થાય છે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દરનું દર ત્રિમાસિકે રિવ્યુ થાય છે. તેમના વ્યાજ દરો નક્કી કરવાનું ફોર્મ્યુલા શ્યામલા ગોપીનાથ સમિતિએ આપ્યું હતું. સમિતિએ સૂચવ્યું હતું કે આ સ્કીમ્સના વ્યાજ દરો સમાન મેચ્યોરિટીવાળા સરકારી બોન્ડના યીલ્ડ કરતાં 0.25-1.00% વધુ હોવા જોઈએ. ઘરગથ્થુ બચતનો મુખ્ય સ્ત્રોત છે આ સ્કીમ્સ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ ભારતમાં ઘરગથ્થુ બચતનો મુખ્ય સ્ત્રોત છે. આ સ્કીમ્સમાં ડિપોઝિટર્સને તેમના પૈસા પર નિશ્ચિત વ્યાજ મળે છે. તમામ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાંથી થયેલા કલેક્શનને નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડ (NSSF)માં જમા કરવામાં આવે છે. ક્લાસિફિકેશન નાના બચત સાધનોને ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે:
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

