સેન્સેક્સમાં 100 અંકથી વધુનો ઘટાડો:82,000 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 30 અંક ઘટ્યો; રિયલ એસ્ટેટ અને IT શેરમાં વેચવાલી

Last Updated: January 21, 2026By

શેરબજારમાં આજે એટલે કે 21 જાન્યુઆરીએ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુ ઘટીને 82,000 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 30 પોઈન્ટનો ઘટાડો છે. તે 25,200 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 14માં તેજી અને 16માં ઘટાડો જોવા મળ્યો છે. બેન્કિંગ, ઓટો શેરોમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે મીડિયા, રિયલ્ટી અને IT શેરોમાં વેચવાલી છે. ગ્લોબલ માર્કેટમાં ઘટાડો 20 જાન્યુઆરીએ FII એ ₹2,191 કરોડના શેર વેચ્યા શેડોફેક્સ ટેક્નોલોજીસ IPOનો બીજો દિવસ શેડોફેક્સ ટેક્નોલોજીસ IPOમાં રોકાણ કરવાનો આજે બીજો દિવસ છે. આ 22 જાન્યુઆરી સુધી બિડિંગ માટે ખુલ્લો રહેશે. આ IPOમાં પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹118 થી ₹124 છે, અને રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 120 શેરના એક લોટ પર બિડ કરી શકે છે, જેનાથી ન્યૂનતમ રોકાણ ₹14,880 થશે. કુલ ઇશ્યૂ સાઇઝ ₹1,907 કરોડ છે, જેમાં ₹1,000 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને ₹907 કરોડનો ઓફર ફોર સેલ (OFS) શામેલ છે. ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો મંગળવાર, 20 જાન્યુઆરીના રોજ સેન્સેક્સ 1065 પોઈન્ટ (1.28%) ઘટીને 82,180 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 353 પોઈન્ટ (1.38%)નો ઘટાડો જોવા મળ્યો. તે 25,233ના સ્તરે આવી ગયો. માર્કેટ એક્સપર્ટ્સ બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજો કરવાની જીદને માની રહ્યા છે. આ ઉપરાંત ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જેવી મોટી કંપનીઓના નફામાં ઘટાડો પણ તેનું કારણ માનવામાં આવી રહ્યું છે.