સેમ કરન T20Iમાં હેટ્રિક લેનાર બીજો ઇંગ્લિશ ક્રિકેટર:ઇંગ્લેન્ડે પહેલી મેચમાં શ્રીલંકાને હરાવ્યું, સિરીઝમાં 1-0ની લીડ મેળવી
ઇંગ્લેન્ડે શ્રીલંકાને પ્રથમ T20 મેચમાં ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 11 રનથી હરાવ્યું. આ જીત સાથે જ ઇંગ્લિશ ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી. વરસાદને કારણે મુકાબલો નિર્ધારિત સમય પર શરૂ થઈ શક્યો નહીં, જેના કારણે ઓવરોમાં ઘટાડો કરીને તેને 17-17 ઓવરનો મેચ કરી દેવામાં આવ્યો. શુક્રવારે પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ઇંગ્લિશ બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાને 133 રન પર ઓલઆઉટ કરી દીધું. જવાબમાં ઇંગ્લેન્ડે 15 ઓવરમાં 4 વિકેટે 125 રન બનાવી લીધા હતા, ત્યારે વરસાદે ફરીથી ખલેલ પહોંચાડી અને આગળનો રમત શક્ય બની નહીં. ડકવર્થ-લુઈસ નિયમ અનુસાર ઇંગ્લેન્ડ તે સમયે ટાર્ગેટથી આગળ હતું, જેના કારણે મુકાબલો ઇંગ્લેન્ડના નામે રહ્યો. બોલિંગમાં સેમ કરન અને આદિલ રશીદે મહત્વની ભૂમિકા ભજવી, જેમાં કરને હેટ્રિક લીધી. સેમ કરનની હેટ્રિક
ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ શ્રીલંકાની ટીમ 16.2 ઓવરમાં 133 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે 37 જ્યારે પથુમ નિસાંકાએ 23 રન બનાવ્યા. ઇંગ્લેન્ડના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં આદિલ રશીદ અને સેમ કરને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી. સેમ કરને શ્રીલંકાની ઇનિંગ્સની 16મી ઓવરની છેલ્લી ત્રણ બોલ પર દાસુન શનાકા, મહીશ થિક્સાના અને મથીશા પથિરાનાને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી. તે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ માટે હેટ્રિક લેનાર બીજા બોલર બન્યો. આ પહેલા ક્રિસ જોર્ડને 2024માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આદિલ રશીદે ખૂબ જ કરકસરભરી બોલિંગ કરતા 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી અને આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો હતો. આ ઉપરાંત, જેમી ઓવરટન અને લિયામ ડોસનને પણ બે-બે સફળતા મળી હતી. સોલ્ટે 46 રન બનાવ્યા
ઇંગ્લેન્ડ માટે ઓપનર ફિલિપ સોલ્ટે 35 બોલમાં 46 રન બનાવ્યા, જ્યારે ટોમ બેન્ટને 15 બોલમાં 29 રનની ઇનિંગ રમી. શ્રીલંકા માટે ઇશાન મલિંગાએ 2 વિકેટ, મહીશ થિક્સાના અને કેપ્ટન દાસુન શનાકાએ 1-1 વિકેટ લીધી. સિરીઝની બીજી મેચ 1 ફેબ્રુઆરીએ પલ્લેકેલેમાં જ રમાશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

