સૌરાષ્ટ્ર તરફથી રવીન્દ્ર જાડેજા અને પ્રેરક માંકડ સદીની નજીક:રણજી ટ્રોફીના પહેલા દિવસે શમીએ 4 વિકેટ ઝડપી; અમદાવાદમાં અરુણાચલ-નાગાલેન્ડની મેચ રદ

Last Updated: October 11, 2026By

રણજી ટ્રોફીના પ્રથમ દિવસે મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી. તેના પ્રદર્શનના બળે બંગાળે દિલ્હીને 240 રનમાં ઓલઆઉટ કરી દીધું. તો ઉત્તર પ્રદેશ માટે રમી રહેલા રિંકુ સિંહે બિહાર સામે અણનમ સદી ફટકારી. સૌરાષ્ટ્રના રવીન્દ્ર જાડેજા અણનમ 72 રન બનાવીને રમી રહ્યો છે. તો કર્ણાટકના કેપ્ટન સ્મરણ રવિચંદ્રને પણ આંધ્ર સામે 126 રન બનાવ્યા. રણજી ટ્રોફીમાં પ્રથમ દિવસની રમતની હાઇલાઇટ્સ… દિલ્હી 240 રનમાં ઓલઆઉટ મોહમ્મદ શમીએ દિલ્હી સામે 4 વિકેટ ઝડપી. તેણે 17.3 ઓવરમાં 30 રન આપ્યા અને 9 ઓવર મેડન નાખી. તેના સિવાય આકાશદીપ સિંહે 2 અને આમિર ગનીએ પણ 3 વિકેટ ઝડપી. દિલ્હીની તરફથી ઋતિક શૌકીન 56 રન બનાવ્યા. રિંકુ સિંહ અને માધવ કૌશિકની સદીઓ ઉત્તર પ્રદેશે બિહાર સામે પ્રથમ દિવસે મજબૂત સ્થિતિ મેળવી. ટીમે 85 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વાપસી કરતાં 3 વિકેટે 287 રન બનાવી લીધા. રિંકુ સિંહ 109 અને માધવ કૌશિક 124 રન બનાવીને અણનમ રહ્યા. બંનેએ ચોથી વિકેટ માટે 202 રનની અતૂટ ભાગીદારી કરી. જાડેજાએ અણનમ 72 રન બનાવ્યા સૌરાષ્ટ્રે છત્તીસગઢ સામે પ્રથમ દિવસે 4 વિકેટે 308 રન બનાવ્યા. રવીન્દ્ર જાડેજા 72 રન બનાવીને અણનમ છે. જ્યારે પ્રેરક માંકડ 92 રન બનાવીને તેને સાથ આપી રહ્યો છે. બંનેએ મળીને છઠ્ઠી વિકેટ માટે અણનમ 157 રનની ભાગીદારી કરી. આ પહેલાં ઓપનિંગ કરતાં ચિરાગ જાની 83 રન બનાવ્યા. સ્મરણના 126 રનની મદદથી કર્ણાટક સંભાળ્યું કર્ણાટકના કેપ્ટન સ્મરણ રવિચંદ્રને આંધ્ર પ્રદેશ સામે 126 રનની ઇનિંગ્સ રમી. કર્ણાટકની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને ટીમે 9 રન પર 3 વિકેટ ગુમાવી દીધી. ત્યાર બાદ સ્કોર 22 રન પર 4 વિકેટ થઈ ગયો. સ્મરણે કેએલ શ્રીજીત સાથે પાંચમી વિકેટ માટે 111 રનની ભાગીદારી કરી. શ્રીજીતે 58 રન બનાવ્યા. ત્યાર બાદ માધવ બજાજે આઠમી વિકેટ માટે સ્મરણ સાથે 59 રનની ભાગીદારી કરી. કર્ણાટકની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 274 રન પર ઓલઆઉટ થઈ ગઈ. દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં આંધ્રે પણ 2 વિકેટ ગુમાવી દીધી હતી. વિદર્ભ માટે યશ રાઠોડ અને અક્ષય વાડકરની સદી વિદર્ભે પુડુચેરી સામેની ખરાબ શરૂઆત બાદ મજબૂત વાપસી કરી. ટીમે શરૂઆતની ઓવરમાં 2 વિકેટ ગુમાવી અને એક સમયે 54 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ યશ રાઠોડ અને કેપ્ટન અક્ષય વાડકરે સદી ફટકારીને ઇનિંગ્સને સંભાળી. રાઠોડે 11મી ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી, જ્યારે વાડકરની આ 12મી સદી હતી. બંનેની ઇનિંગ્સની મદદથી વિદર્ભે પ્રથમ દિવસે 5 વિકેટે 300 રન બનાવ્યા. ઝારખંડ માટે શિખર મોહનની સદી ઝારખંડે કેરળ સામે પ્રથમ દિવસે 5 વિકેટે 289 રન બનાવ્યા. શિખર મોહને 143 રનની ઇનિંગ્સ રમી. તેણે 196 બોલનો સામનો કરતાં 18 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ઉત્કર્ષ સિંહે 71 રન બનાવ્યા. શિખરના આઉટ થયા બાદ ઝારખંડે 29 રનની અંદર 4 વિકેટ ગુમાવી દીધી. મહારાષ્ટ્ર માટે અંકિત બાવનેની 25મી ફર્સ્ટ ક્લાસ સદી મહારાષ્ટ્રે સર્વિસિસ વિરુદ્ધ 5 વિકેટે 287 રન બનાવ્યા. મહારાષ્ટ્રના કેપ્ટન પૃથ્વી શોએ 70 રન બનાવીને ટીમને મજબૂત આધાર આપ્યો. ત્યારબાદ અંકિત બાવનેએ ઇનિંગને સંભાળી અને પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની 25મી સદી ફટકારી. રાજસ્થાન માટે કરણ લાંબાની સદી રાજસ્થાને તમિલનાડુ વિરુદ્ધ પ્રથમ દિવસે 4 વિકેટે 286 રન બનાવ્યા. કરણ લાંબા 103 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે રોહન રાજભરે 95 રનની ઇનિંગ રમી. રોહનની બેટિંગ અને બે 100+ રનની ભાગીદારીઓની મદદથી રાજસ્થાને મેચમાં મજબૂત સ્થિતિ બનાવી. મુંબઈના કેપ્ટન સિદ્ધેશ લાડે અણનમ 80 રન બનાવ્યા મુંબઈએ ચંદીગઢ વિરુદ્ધ પ્રથમ દિવસે 5 વિકેટે 249 રન બનાવ્યા. કેપ્ટન સિદ્ધેશ લાડ 80 રન બનાવીને અણનમ રહ્યો. મુશીર ખાને 149 બોલમાં 65 રન બનાવ્યા. ચંડીગઢ તરફથી રોહિત ધાંડાએ 3 વિકેટ લીધી. જમ્મુ-કાશ્મીરના બોલરોએ મધ્ય પ્રદેશને 196 રનમાં સમેટ્યું ડિફેન્ડિંગ ચેમ્પિયન જમ્મુ-કાશ્મીરે મધ્ય પ્રદેશને પ્રથમ દાવમાં 196 રનમાં ઓલઆઉટ કરી દીધું. સુનીલ કુમારે 5 વિકેટ લીધી, જ્યારે રોહિત શર્માએ 4 વિકેટ ઝડપી. દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરે પણ શુભમ ખજૂરિયાની વિકેટ ગુમાવી દીધી, જે ખાતું ખોલ્યા વિના આઉટ થયો. હૈદરાબાદના અનિકેત રેડ્ડીએ 5 વિકેટ લીધી હૈદરાબાદે ત્રિપુરા સામે પ્રથમ દિવસે મજબૂત પકડ બનાવી. અનિકેત રેડ્ડીએ 21 રન આપીને 5 વિકેટ લીધી. ત્રિપુરાએ પોતાની છેલ્લી 7 વિકેટ માત્ર 4 રનમાં ગુમાવી દીધી અને ટીમ 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં હૈદરાબાદે પણ 121 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી છે. હરિયાણા માટે અંશુલ કંબોજે 4 વિકેટ લીધી હરિયાણાના ઝડપી બોલર અંશુલ કંબોજે હિમાચલ પ્રદેશ સામે 4 વિકેટ લઈને ટીમને સરસાઈ અપાવી. તેણે મેચની પહેલી જ ઓવરમાં વિકેટ લીધી. હિમાચલ પ્રદેશે દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી 7 વિકેટે 153 રન બનાવ્યા. આકાશ વશિષ્ઠ 49 રન બનાવીને અણનમ રહ્યો. અન્ય મેચમાં બોલરોનું પ્રદર્શન

Leave A Comment