સ્ટાર્ક ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર લેફ્ટ-આર્મ બોલર બન્યો:હેરાથનો 433 વિકેટનો રેકોર્ડ તોડ્યો; કપિલ દેવની બરાબરી કરી

Last Updated: August 15, 2026By

ડાર્વિનના મરારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટના બીજા દિવસે મિચેલ સ્ટાર્કે શાદમાન ઇસ્લામને આઉટ કરીને પોતાની 434મી ટેસ્ટ વિકેટ લીધી. આ સાથે જ તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર લેફ્ટ-આર્મ બોલર બની ગયો છે. સ્ટાર્કે શ્રીલંકાના રંગના હેરાથના 433 વિકેટના રેકોર્ડને પાછળ છોડ્યો. જ્યારે, બાંગ્લાદેશે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 130 રન બનાવ્યા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા 198 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. આ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ઓસ્ટ્રેલિયાનો સૌથી ઓછો સ્કોર છે. કપિલ દેવની 434 વિકેટની બરાબરી 434 વિકેટ સાથે સ્ટાર્કે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવની ટેસ્ટ વિકેટોની પણ બરાબરી કરી લીધી. કપિલે 131 ટેસ્ટમાં 434 વિકેટ લીધી હતી, જ્યારે સ્ટાર્કે આ આંકડો 106 ટેસ્ટમાં હાંસલ કર્યો. હવે સ્ટાર્ક ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં સંયુક્ત રીતે 11મા સ્થાને છે. તેની આગળ 439 વિકેટ સાથે સાઉથ આફ્રિકાનો ડેલ સ્ટેન છે. 400+ વિકેટ લેનારા બીજો લેફ્ટ-આર્મ પેસર સ્ટાર્ક 400 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા દુનિયાનો બીજો લેફ્ટ-આર્મ પેસર છે. તેની પહેલાં પાકિસ્તાનના વસીમ અકરમે 414 વિકેટ લીધી હતી. સ્ટાર્ક હવે અકરમને પાછળ છોડી ચૂક્યો છે અને લેફ્ટ-આર્મ પેસરની સાથે-સાથે તમામ લેફ્ટ-આર્મ બોલરોમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલર છે. ઓસ્ટ્રેલિયા 198 રનમાં ઓલઆઉટ, હસન મહમૂદે 6 વિકેટ લીધી સ્ટાર્કના રેકોર્ડવાળા દિવસે ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં 198 રનમાં ઓલઆઉટ થઈ ગયું. બાંગ્લાદેશના ફાસ્ટ બોલર હસન મહમૂદે 55 રન આપીને 6 વિકેટ લીધી. સ્ટીવ સ્મિથે 71 રન બનાવ્યા, પરંતુ તેમના સિવાય કોઈ બેટર મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં.