હવે પ્રોફાઇલ ફોટો વગર પણ ખબર પડશે, Meta AI જણાવશે કોણે તમને WhatsApp પર બ્લોક કર્યા

Last Updated: February 27, 2026By

આજના ડિજિટલ યુગમાં વોટ્સએપ આપણી જિંદગીનો અભિન્ન હિસ્સો છે. પણ ઘણીવાર એવું બને છે કે આપણે કોઈને મેસેજ કરીએ અને લાંબા સમય સુધી માત્ર ‘સિંગલ ટિક’ જ દેખાય. સામેવાળી વ્યક્તિનો પ્રોફાઈલ ફોટો પણ ગાયબ હોય ત્યારે મનમાં પહેલો વિચાર એ જ આવે કે “શું મને બ્લોક કરી દીધો છે?”

અત્યાર સુધી એ જાણવું મુશ્કેલ હતું કે સામેની વ્યક્તિનું ઇન્ટરનેટ બંધ છે, ફોન સ્વીચ ઓફ છે કે ખરેખર તમને બ્લોક કરવામાં આવ્યા છે. પરંતુ હવે વોટ્સએપના નવા Meta AI ફીચરની મદદથી આ રહસ્ય પરથી પડદો ઉઠાવવો સરળ બન્યો છે.

Meta AI કેવી રીતે કરશે તમારી મદદ?

જો તમને શંકા હોય કે કોઈએ તમને બ્લોક કર્યા છે, તો તમારે કોઈ જાસૂસી કરવાની જરૂર નથી. બસ, નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો

શંકાસ્પદ વ્યક્તિની ચેટ વિન્ડો (Chat Window) ખોલો.

મેસેજ ટાઇપ કરવાની જગ્યાએ @Meta AI લખીને AI ને ટેગ કરો.

ત્યારબાદ એક સાદું “Hi” લખીને મેસેજ સેન્ડ કરો.

પરિણામ શું સૂચવે છે?

જો તમને બ્લોક કરવામાં આવ્યા હશે: તો તમારા દ્વારા મોકલવામાં આવેલો “Hi” મેસેજ સામાન્ય મેસેજની જેમ જ વર્તશે. તમને Meta AI તરફથી કોઈ વળતો જવાબ મળશે નહીં. આ એક સંકેત છે કે તે ચેટમાં તમારી એક્ટિવિટી રોકી દેવામાં આવી છે.

જો બ્લોક નહીં હોય તો: જો સામેની વ્યક્તિનું માત્ર ઇન્ટરનેટ જ બંધ હશે, તો પણ જેવું તમે @Meta AI લખીને મેસેજ કરશો, AI તરત જ તમને જવાબ આપશે. આનો અર્થ એ છે કે તમે બ્લોક નથી, પણ માત્ર નેટવર્કની સમસ્યા છે.

આ પણ વાંચોઃ Afghanistan એ પાકિસ્તાન પર કરી એરસ્ટ્રાઇક!, 19 પાકિસ્તાની ચોકીઓ કબજે કરવાનો અફઘાનીઓનો દાવો