હવે માત્ર એક ફોટામાંથી બનશે શાનદાર AI Video, એડિટિંગની પણ જરૂર નહીં!
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર નવીનતમ કન્ટેન્ટ શેર કરવું એ એક ટ્રેન્ડ બની ગયો છે. ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય એવી સ્નેપચેટ (Snapchat) એપ્લિકેશને તેના વપરાશકર્તાઓ માટે એક ક્રાંતિકારી સુવિધા રજૂ કરી છે. હવે તમારે પ્રોફેશનલ વિડિયો બનાવવા માટે કલાકો સુધી એડિટિંગ કરવાની કે કોઈ જટિલ સોફ્ટવેર શીખવાની જરૂર નથી. સ્નેપચેટનું નવું ‘AI ક્લિપ્સ’ (AI Clips) ફીચર માત્ર એક જ ફોટાનો ઉપયોગ કરીને તેને જીવંત વિડિયો ક્લિપમાં ફેરવી શકે છે.
શું છે આ AI ક્લિપ્સ ફીચર?
આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ ઝડપથી અને સરળતાથી ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ બનાવવા માંગે છે. આ ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય સર્જનાત્મકતાને અત્યંત સરળ બનાવવાનો છે. યુઝર્સે માત્ર એક ફોટો લેવાનો હોય છે અને એપ્લિકેશનનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તેને આપમેળે 5 સેકન્ડના ટૂંકા વિડિયોમાં રૂપાંતરિત કરી દે છે. આ પ્રક્રિયામાં યુઝરે કોઈ મેન્યુઅલ એડિટિંગ કૌશલ્ય બતાવવાની જરૂર રહેતી નથી.
આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?
AI ક્લિપ્સ ફીચર સ્નેપચેટના પ્રખ્યાત લેન્સ (Lens) પર આધારિત છે. જ્યારે તમે કોઈ ફોટો અપલોડ કરો છો, ત્યારે તમે ઉપલબ્ધ વિવિધ પ્રી-ડિઝાઇન કરેલા લેન્સમાંથી કોઈ એક પસંદ કરી શકો છો. એકવાર લેન્સ પસંદ થઈ જાય એટલે સ્નેપચેટનું AI એ ફોટામાં હલનચલન ઉમેરે છે. ઉદાહરણ તરીકે, તમે પસંદ કરેલા લેન્સ મુજબ તમે તે વિડિયોમાં ડાન્સ કરતા, મુસાફરી કરતા અથવા કોઈ અનોખી દુનિયામાં હોય તેવા દેખાઈ શકો છો. ધનીય છે કે આ કોઈ ઓપન-એન્ડેડ ટૂલ નથી, એટલે કે તમે ટેક્સ્ટ લખીને વિડિયો બનાવી શકતા નથી, પરંતુ એપ્લિકેશનમાં આપેલા લેન્સની મર્યાદામાં રહીને અસંખ્ય સર્જનાત્મક વિડિયો બનાવી શકાય છે.
સુવિધા માત્ર લેન્સ+ (Lens+) સબ્સ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ
હાલમાં આ એક્સક્લુઝિવ સુવિધા માત્ર લેન્સ+ (Lens+) સબ્સ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સ્નેપચેટનું પ્રીમિયમ પેઇડ વર્ઝન છે, જે યુઝર્સને એડવાન્સ AR (ઓગમેન્ટેડ રિયાલિટી) ટૂલ્સ અને સ્પેશિયલ લેન્સની એક્સેસ આપે છે. ભારતમાં આ સબ્સ્ક્રિપ્શનની કિંમત દર મહિને આશરે રૂ. 399 રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ Meta: US કોર્ટે મેટાને ફટકાર્યો 3100 કરોડનો દંડ, નફા માટે બાળકોની સુરક્ષા જોખમમાં મૂકી?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

