12 thousand people lost their jobs due to AI layoffs in American Oracle company | Gujarat News

Last Updated: April 2, 2026By

AIના કારણે 12 હજાર ભારતીયોની નોકરી જતા ટેક ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ Artificial Intelligence (AI)ને માનવામાં આવી રહ્યું છે, જે ઝડપથી માનવશક્તિનું સ્થાન લઈ રહ્યું છે.

પરપ્લેક્સિટી AI ના CEOનું શું કહેવું છે?

આ ઘટનાની વચ્ચે પરપ્લેક્સિટી AI ના CEO અરવિંદ શ્રીનિવાસનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે AIના કારણે નોકરી ગુમાવનારાઓએ નિરાશ થવાને બદલે તેને એક તક તરીકે જોવી જોઈએ.તેમણે કહ્યું કે ઘણા લોકો પોતાની નોકરીથી ખુશ નથી,અને હવે AI ટૂલ્સ શીખીને પોતાનો નાનો બિઝનેસ શરૂ કરવાની સારી તક તેમને મળી છે.

તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મેળવી રહ્યું છે. કેટલાક લોકો તેમના વિચારોને સપોર્ટ કરી રહ્યા છે અને માને છે કે AIના સમયમાં સ્કિલ અપગ્રેડ કરીને આત્મનિર્ભર બનવું જરૂરી છે. જ્યારે બીજી તરફ ઘણા લોકોનું કહેવું છે કે પોતાનો બિઝનેસ શરૂ કરવો સરળ નથી અને દરેક માટે શક્ય પણ નથી.

 બેરોજગારીનું પ્રમાણ 30% પહોંચશે.

વિશ્વના અનેક એક્સપર્ટ્સનું માનવું છે કે આવનારા પાંચ વર્ષમાં AIના કારણે માત્ર અમેરિકામાં જ લગભગ 90 લાખ નોકરીઓ પર અસર પડી શકે છે. ખાસ કરીને પ્રોગ્રામિંગ, વેબ ડિઝાઇન અને ડેટા સાયન્સ જેવા ક્ષેત્રોમાં મોટી અસર જોવા મળશે. કેટલાક ઇન્ડસ્ટ્રી લીડર્સે તો ચેતવણી આપી છે કે બેરોજગારીનું પ્રમાણ 30% સુધી પહોંચી શકે છે.

Oracle દ્વારા કરવામાં આવેલી આ છટણી એક ગ્લોબલ પ્લાનનો ભાગ છે.કંપની વિશ્વભરમાં લગભગ 30 હજાર કર્મચારીઓને કાઢવાની તૈયારીમાં છે.આથી સ્પષ્ટ થાય છે કે કંપનીઓ હવે ખર્ચ ઘટાડવા અને ઓટોમેશન વધારવા તરફ આગળ વધી રહી છે.

નવી સ્કિલ્સ શીખવી ખુબ જરુરી છે

Oracle ની સ્થાપના 1977માં લેરી એલિશન દ્વારા કરવામાં આવી હતી. કંપની મુખ્યત્વે ડેટાબેઝ મેનેજમેન્ટ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર સેવાઓ વિશ્વભરમાં આપે છે

આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે ટેક્નોલોજી, ખાસ કરીને AI, કામ કરવાની રીતને ઝડપથી બદલી રહી છે. એક તરફ તે નવી તકો ઊભી કરી રહી છે, તો બીજી તરફ પરંપરાગત નોકરીઓ માટે ખતરો પણ બની રહી છે. આવી સ્થિતિમાં લોકો માટે નવી સ્કિલ્સ શીખવી અને બદલાતી પરિસ્થિતિઓને અપનાવવી અત્યંત જરૂરી બની ગયું છે.

આ પણ વાંચો :Iran ના આ શહેરમાં યુરોપથી આવતા ફળ-શાકભાજી,પેરિસ ગણાતું શહેર બન્યું ઈતિહાસ