30થી વધુ સ્ટાર્સ અને અનલિમિટેડ કોમેડી!:'વેલકમ ટુ ધ જંગલ'માં શ્યામ-રાજૂની જોડી ફરી પેટ પકડીને હસાવશે, ફિલ્મની રિલીઝ ડેટ જાહેર

Last Updated: January 27, 2026By

પોતાની આઇકોનિક ટ્યુનથી જ દર્શકોના ચહેરા પર સ્મિત લાવનારી ભારતની સૌથી મોટી અને સૌથી બહુપ્રતીક્ષિત કોમેડી ફ્રેન્ચાઇઝી ફરી એકવાર મોટા પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે. લાંબી રાહ પછી ‘વેલકમ’ સિરીઝનો આગલો અધ્યાય ‘વેલકમ ટુ ધ જંગલ’ હવે સત્તાવાર રીતે 26 જૂન 2026 ના રોજ દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ‘વેલકમ ટુ ધ જંગલ’માં 30થી વધુ સ્ટાર્સ જોવા મળશે આ ચર્ચિત ફ્રેન્ચાઇઝીની પહેલી ‘વેલકમ’ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. પછી વર્ષ 2015માં તેનો બીજો ભાગ ‘વેલકમ બેક’ આવ્યો. બંને ફિલ્મોનું ડિરેક્શન અનીસ બઝમીએ કર્યું હતું, પરંતુ આ વખતે ડિરેક્શનની કમાન બોલિવૂડના ચર્ચિત કોરિયોગ્રાફરથી ડિરેક્ટર બનેલા અહેમદ ખાને સંભાળી છે. અહમદ ખાનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં 30થી વધુ એક્ટર્સની સ્ટારકાસ્ટ જોવા મળશે, જે તેને ભારતીય સિનેમાની સૌથી મોટી મલ્ટી-સ્ટારર કોમેડી ફિલ્મોમાં સામેલ કરે છે. દરેક કલાકારની કોમિક ટાઈમિંગ ફિલ્મના સૌથી મોટા તાકાત તરીકે માનવામાં આવી રહી છે. ફિલ્મની દમદાર કાસ્ટમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, પરેશ રાવલ, અરશદ વારસી, રાજપાલ યાદવ, જોની લીવર, આફતાબ શિવદાસાની, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, રવીના ટંડન, લારા દત્તા, દિશા પાટની, જેકલીન ફર્નાન્ડિસ અને ઉર્વશી રૌતેલા જેવા મોટા નામો સામેલ છે. આ ઉપરાંત કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, વિંદુ દારા સિંહ, મુકેશ તિવારી, યશપાલ શર્મા, નવાબ શાહ, કિરણ કુમાર, પુનીત ઇસ્સર, અર્જુન ફિરોઝ ખાન, સુદેશ બેરી, હેમંત પાંડે, ઝાકિર હુસૈન, સયાજી શિંદે અને દલેર મહેંદી જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મમાં દિવંગત એક્ટર પંકજ ધીરની હાજરી તેને વધુ ખાસ બનાવે છે.