40% ગીગ વર્કર્સની કમાણી ₹15 હજારથી ઓછી:ઇકોનોમિક સર્વેમાં લઘુત્તમ કમાણી નક્કી કરવાની ભલામણ; વેઇટિંગ પિરિયડના પૈસા આપવાનું સૂચન
સંસદમાં 29 જાન્યુઆરીએ રજૂ કરાયેલા ઇકોનોમિક સર્વેમાં ગિગ ઇકોનોમી પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સર્વે મુજબ, ભારતમાં લગભગ 40% ગિગ વર્કર્સ એટલે કે ફૂડ ડિલિવરી, ક્વિક કોમર્સ અને અન્ય પ્લેટફોર્મ સાથે સંકળાયેલા કર્મચારીઓની મહિનાની કમાણી 15 હજાર રૂપિયાથી પણ ઓછી છે. રિપોર્ટમાં સરકારને ભલામણ કરવામાં આવી છે કે ગિગ વર્કર્સ માટે પ્રતિ કલાક અથવા પ્રતિ ટાસ્ક આધારિત ‘મિનિમમ અર્નિંગ’ (લઘુત્તમ કમાણી) નક્કી કરવી જોઈએ. આ ઉપરાંત, કામની રાહ જોવા દરમિયાન લાગતા સમય માટે પણ પેમેન્ટ આપવાનો સુઝાવ સર્વેમાં આપવામાં આવ્યો છે. આવકમાં ઉતાર-ચઢાવ સૌથી મોટો પડકાર, લોન મળવામાં મુશ્કેલી ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ગિગ વર્કર્સની ફિક્સ ઇનકમ ન હોવાને કારણે તેમને બેંકમાંથી લોન મેળવવામાં અથવા અન્ય ફાઇનાન્સિયલ સર્વિસનો લાભ લેવામાં મુશ્કેલી પડે છે. સરકારનું માનવું છે કે પોલિસી એવી હોવી જોઈએ કે લોકો પોતાની મરજીથી ગિગ વર્ક પસંદ કરે, ન કે મજબૂરીમાં. એલ્ગોરિધમથી વધ્યું વર્ક પ્રેશર, બર્નઆઉટનો ખતરો સર્વેમાં એવા પ્લેટફોર્મ્સની પણ ટીકા કરવામાં આવી છે જે એલ્ગોરિધમ દ્વારા કામનું વિતરણ કરે છે. આ એલ્ગોરિધમ જ નક્કી કરે છે કે કોને કેટલું કામ મળશે, પરફોર્મન્સ કેવું છે અને કમાણી કેટલી થશે. આ નિયંત્રણને કારણે વર્કર્સ પર કામનું દબાણ વધી રહ્યું છે. તેઓ થાક અને તણાવનો શિકાર બની રહ્યા છે. 4 વર્ષમાં 55% વધ્યા વર્કર્સ, 1.2 કરોડ થઈ સંખ્યા દેશમાં ગીગ વર્કફોર્સ ખૂબ ઝડપથી વધી રહી છે. નાણાકીય વર્ષ 2021માં ગીગ વર્કર્સની સંખ્યા 77 લાખ હતી, જે નાણાકીય વર્ષ 2025માં 55% વધીને 1.2 કરોડ પહોંચી ગઈ છે. હાલમાં કુલ વર્કફોર્સમાં તેમનો હિસ્સો 2% થી વધુ છે. અનુમાન છે કે વર્ષ 2029-30 સુધીમાં નોન-એગ્રીકલ્ચર સેક્ટરની કુલ નોકરીઓમાં ગીગ વર્કનો હિસ્સો 6.7% થઈ જશે. કંપનીઓને ટ્રેનિંગ અને એસેટ્સમાં રોકાણ કરવાની સલાહ રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે ડિલિવરી કંપનીઓ અને અન્ય પ્લેટફોર્મ્સે તેમના કામદારોની ટ્રેનિંગ અને એસેટ્સ (જેમ કે વાહન અથવા અન્ય જરૂરી સાધનો)માં રોકાણ કરવું જોઈએ. ઘણીવાર પૈસાની અછત અને સંસાધનોના અભાવને કારણે આ કામદારો કુશળ નોકરીઓ તરફ આગળ વધી શકતા નથી. GDPમાં 2.35 લાખ કરોડનું યોગદાન હશે આવનારા સમયમાં ગીગ ઇકોનોમી દેશની અર્થવ્યવસ્થાનો એક મોટો હિસ્સો હશે. 2030 સુધીમાં તેમનો ભારતની GDPમાં લગભગ 2.35 લાખ કરોડ રૂપિયાનું યોગદાન થવાની અપેક્ષા છે. તાજેતરમાં ઝોમેટો, સ્વિગી જેવા પ્લેટફોર્મના કામદારોએ સારા વેતન અને કામ કરવાની પરિસ્થિતિઓને લઈને પ્રદર્શનો પણ કર્યા હતા. આને ધ્યાનમાં રાખીને સર્વેની આ ભલામણો મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

