ભારતમાં 1 ટેસ્ટ અને 3 વન-ડે રમશે અફઘાનિસ્તાન:ધર્મશાલા, મુલ્લાનપુર, ચેન્નઈ અને લખનઉને યજમાની; 6 થી 20 જૂન વચ્ચે મેચ રમાશે
અફઘાનિસ્તાન ટીમ 6 થી 20 જૂન દરમિયાન ભારતમાં 1 ટેસ્ટ અને 3 વન-ડે રમશે. IPLની 19મી સીઝન સમાપ્ત થયા પછી સિરીઝ શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શેડ્યૂલ જાહેર કરતા જણાવ્યું કે મુલ્લાનપુરમાં ટેસ્ટ મેચથી સિરીઝ શરૂ થશે. પછી ધર્મશાલા, લખનૌ અને ચેન્નઈમાં 3 વન-ડે રમાશે. 14 જૂને પ્રથમ વન-ડે
BCCIએ મીડિયા રિલીઝમાં જણાવ્યું કે મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 6 થી 10 જૂન સુધી ટેસ્ટ મેચ રમાશે. પછી 14 જૂને HPCA સ્ટેડિયમમાં પ્રથમ વન-ડે, 17 જૂને એકાના સ્ટેડિયમમાં બીજો વન-ડે અને 20 જૂને ચેપોક સ્ટેડિયમમાં ત્રીજી વન-ડે રમાશે. તમામ વન-ડે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ રમી રહી છે
ટીમ ઈન્ડિયા હાલમાં હોમગ્રાઉન્ડ પર T20 વર્લ્ડ કપ રમી રહી છે. ભારતે રવિવારે સુપર-8 સ્ટેજ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું. જ્યાં ટીમનો મુકાબલો 5 માર્ચેઇંગ્લેન્ડ સામે થશે, મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજ પણ પાર કરી શકી નહીં. ટીમને ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે હાર મળી. અફઘાનિસ્તાને UAE અને કેનેડાને ચોક્કસ હરાવ્યા, પરંતુ આ જીત સુપર-8 સ્ટેજમાં પહોંચવા માટે પૂરતી ન હતી. અફઘાનિસ્તાને ટેસ્ટ કારકિર્દી ભારત સામે જ શરૂ કરી હતી
અફઘાનિસ્તાને પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત જ ટીમ ઈન્ડિયા સામેની મેચથી કરી હતી. 2018માં બેંગલુરુના મેદાન પર ભારતે એક ઇનિંગ્સ અને 262 રનથી મેચ જીતી લીધી હતી. ત્યારથી અફઘાનિસ્તાને 13 ટેસ્ટ રમી છે, જેમાં 4 જીતી છે અને 7 ગુમાવી છે. જ્યારે 2 ડ્રો રહી છે. અફઘાનિસ્તાન ક્યારેય ભારતને હરાવી શક્યું નથી
અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે 4 વન-ડે રમાયા છે. બધા મલ્ટીનેશન ટુર્નામેન્ટમાં જ હતા. એશિયા કપમાં બંનેએ 2 મેચ રમી, 1 માં ભારતને જીત મળી, જ્યારે 2018માં એક મેચ ટાઈ પણ રહી. 2019 અને 2023ના વન-ડે વર્લ્ડ કપમાં પણ બંને વચ્ચે 2 મેચ રમાઈ. બધીમાં ભારત જીત્યું. બંને ટીમ વચ્ચે પહેલીવાર વન-ડે ફોર્મેટની સિરીઝ યોજાવા જઈ રહી છે. T20 ઇન્ટરનેશનલમાં બંને ટીમ વચ્ચે 9 મેચ રમાઈ. 8માં ભારતને જીત મળી, જ્યારે એશિયન ગેમ્સમાં એક મેચ અનિર્ણિત પણ રહી. બંને ટીમે આ ફોર્મેટની એકમાત્ર સિરીઝ 2024માં રમી હતી, ત્યારે ભારત 3-0 થી જીત્યું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

