સેમસન સદી માટે નહીં, જીત માટે રમ્યો- હફીઝ:તેંડુલકરે કહ્યું- સંજુને જોવો એક શાનદાર અનુભવ હતો; દબાણમાં સેમસન ચમક્યો- વસીમ જાફર
ભારતે T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટે હરાવી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. કોલકાતામાં રવિવારે સંજુ સેમસન ભારતનો હીરો રહ્યો, જેણે 97 રનની નોટઆઉટ ઇનિંગ રમી. ભારતની જીત પર ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે કહ્યું કે સંજુની બેટિંગ જોવી એક શાનદાર અનુભવ રહ્યો. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હફીઝે પણ સેમસનની પ્રશંસા કરી. તેણે કહ્યું કે સંજુ સદી માટે નહીં, ટીમની જીત માટે રમ્યો. જ્યારે ભારતના વસીમ જાફરે કહ્યું કે, સંજુએ દબાણની સ્થિતિમાં પોતાની શ્રેષ્ઠ ઇનિંગ રમી. ભારતની જીત પર પૂર્વ ક્રિકેટર્સનું રિએક્શન… સચિન તેંડુલકરે કહ્યું- સંજુને જોવો શાનદાર અનુભવ
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે કહ્યું, ‘સેમિફાઇનલનું સ્થાન દાવ પર હતું, અને બોય્ઝે શાનદાર રમત બતાવી. બંને ઇનિંગ્સના ડેથ ઓવર્સમાં અમે આગળ રહ્યા. સંજુ સેમસનના શાંત સ્વભાવને જોવો એક શાનદાર અનુભવ રહ્યો. આવી ઇનિંગ્સ ટીમમાં નવો પ્રાણ ફૂંકી દે છે. બધાએ શાનદાર પ્રદર્શન કર્યું. હવે સેમિફાઇનલનો વારો છે.’ સંજુ સદી માટે નહીં, જીત માટે રમ્યો- હફીઝ
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હફીઝે કહ્યું કે, સંજુ ક્યારેય પર્સનલ માઈલસ્ટોન માટે રમતો નહોતો. તેણે ટીમની જરૂરિયાત મુજબ બેટિંગ કરી. તે સદી માટે નહીં, બસ જીત માટે રમ્યો. તેનામાં સદી બનાવવાનો લોભ દેખાયો જ નહીં, મોટા પ્લેટફોર્મ પર આ જ વસ્તુઓ તમને બાકીના ખેલાડીઓથી અલગ અને શ્રેષ્ઠ બનાવે છે. ઈરફાન પઠાણે કહ્યું- સંજુએ માસ્ટરક્લાસ બતાવી
ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે કહ્યું કે, સંજુએ 12 થી 19 ઓવરની વચ્ચે એક પણ શોટ હવામાં રમ્યો નહીં. જોખમ લીધા વગર બાઉન્ડરી ફટકારી અને શાનદાર કંટ્રોલમાં બેટિંગ કરી. સંજુએ આજે પ્રોપર ચેઝિંગ માસ્ટરક્લાસ બતાવી. વસીમ જાફર બોલ્યા- પ્રેશરમાં નિખર્યો સેમસન
ભારતના પૂર્વ ટેસ્ટ ખેલાડી વસીમ જાફરે કહ્યું, સંજુ સેમસન મુશ્કેલ પરિસ્થિતિમાં આગળ આવ્યો. પ્રેશરમાં જે શાંતિ સાથે સંજુએ પોતાની પરફોર્મન્સને નિખારી, તેની પ્રશંસા થવી જોઈએ. તે પોતામાં વિશ્વાસ કરી રહ્યો હતો કે ટીમને જીત અપાવીને જ માનશે. ઈડન ગાર્ડન્સના હજારો દર્શકો સામે સંજુએ એક યાદગાર ઇનિંગ્સ રમી. યુવરાજે કહ્યું- સંજુ, તારા પર ગર્વ છે
વર્લ્ડ ચેમ્પિયન યુવરાજ સિંહે કહ્યું કે, વર્લ્ડ કપમાં બહુ વધારે તકો ન મળી, પરંતુ સંજુ ત્યાં ઊભા રહ્યો, જ્યાં ટીમને સૌથી વધુ જરૂર હતી. તેણે પોતાની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી અને ચેમ્પિયન ખેલાડીની માનસિકતા દર્શાવી. તૈયાર રહો, શાંત રહો અને વિશ્વાસ કરવાનું ક્યારેય છોડશો નહીં. સંજુ, તમારા પર ગર્વ છે. કૈફે કહ્યું- ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ…
ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું કે, ભારત માટે કરો યા મરો મેચમાં સંજુ સેમસન જ ખેલાડી છે. તેના પર કોઈનું ધ્યાન નહોતું, પરંતુ તેણે પોતાને ગેમચેન્જર સાબિત કર્યો. તેણે બતાવ્યું કે ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ. તે પ્રયાસ કરતો રહ્યો, હાર ન માની અને ભારત માટે સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી. કેરળના રાજકારણીઓએ પણ સંજુના વખાણ કર્યા
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

