NZ vs SA T20 World Cup 2026 SemiFinal LIVE Score Update; Quinton de Kock, Aiden Markram
- Gujarati News
- Sports
- Cricket
- NZ Vs SA T20 World Cup 2026 SemiFinal LIVE Score Update; Quinton De Kock, Aiden Markram | Mitchell Santner
સ્પોર્ટ્સ ડેસ્ક8 મિનિટ પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ આજે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ 6:30 વાગ્યે થશે.
વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમો વચ્ચે આ છઠ્ઠી ટક્કર હશે. અગાઉની તમામ પાંચ મેચ સાઉથ આફ્રિકાએ જીતી છે. જોકે, સેમિફાઇનલમાં બંને ટીમો પ્રથમ વખત આમને-સામને થશે.
આ ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકા અત્યાર સુધી અજેય રહ્યું છે અને તેણે એક પણ મેચ ગુમાવી નથી. જ્યારે ન્યૂઝીલેન્ડને બે હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ ગ્રુપ સ્ટેજમાં સાઉથ આફ્રિકા સામે જ અને બીજી સુપર-8માં ઇંગ્લેન્ડ સામે.
ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકા આગળ
ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ 2005માં રમાઈ હતી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 19 મેચ રમાઈ છે. આ દરમિયાન પ્રોટીયાઝ ટીમે 12 મેચ જીતી છે, જ્યારે કિવી ટીમને 7 મેચમાં જીત મળી છે. બંને ટીમ વચ્ચે છેલ્લી T20 મેચ આ જ વર્લ્ડ કપમાં રમાઈ હતી, જેને સાઉથ આફ્રિકાએ 7 વિકેટે જીતી હતી.

ન્યૂઝીલેન્ડ પાંચમી, સાઉથ આફ્રિકા ચોથી વાર સેમિફાઇનલમાં
ન્યૂઝીલેન્ડની ટીમ પાંચમી વાર T20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચી છે. આ પહેલા 2007, 2016, 2021 અને 2022માં અંતિમ ચારમાં સ્થાન બનાવી ચૂકી છે, પરંતુ આ ચાર પ્રસંગોએ તેને માત્ર એક જ વાર જીત મળી.
જ્યારે, સાઉથ આફ્રિકા ચોથી વખત સેમિફાઇનલ રમી રહ્યું છે. આ પહેલા તે 2009, 2014 અને 2024માં આ સ્ટેજ સુધી પહોંચ્યું હતું. તેમાંથી 2024માં તેણે સેમિફાઇનલ જીતીને પ્રથમ વખત ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું.
કેપ્ટન માર્કરમ ટૉપ સ્કોરર
આ T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા માટે કેપ્ટન એડન માર્કરમ ટીમનો ટોપ બેટર રહ્યો છે. તેણે 7 મેચમાં 268 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 86* રહ્યો છે અને તેનો સ્ટ્રાઈક રેટ 175.16 છે.
જ્યારે, ફાસ્ટ બોલર લુંગી એન્ગિડી બોલિંગમાં કમાલ કરી રહ્યો છે. તેણે 6 મેચમાં 12 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 4/31 રહ્યું છે અને તેની ઇકોનોમી 6.87 છે. કાગિસો રબાડા પણ ફોર્મમાં પરત ફર્યો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે 2 વિકેટ લીધી હતી.

રચિન ટૉપ વિકેટ ટેકર
T20 વર્લ્ડ કપ 2026માં ન્યૂઝીલેન્ડના ટિમ સેફર્ટ ટીમનો મુખ્ય બેટર રહ્યો છે. તેણે 7 મેચમાં 216 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 89* છે અને સ્ટ્રાઈક રેટ 157.66 રહ્યો છે.
જ્યારે લેફ્ટ આર્મ સ્પિનર રચિન રવીન્દ્ર બોલિંગમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે 7 મેચમાં 9 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 4/27 રહ્યું છે અને ઇકોનોમી 6.76 છે.

પીચ રિપોર્ટ અને રેકોર્ડ
ઈડન ગાર્ડન્સની પીચ બેટર્સ માટે મદદરૂપ માનવામાં આવે છે. આ વર્લ્ડ કપમાં અહીં અત્યાર સુધી 6 મેચ રમાઈ છે. તેમાંથી 4 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી છે, જ્યારે 2 મેચ ટાર્ગેટ ચેઝ કરતી ટીમે પોતાના નામે કરી છે. આ 6 મેચમાંથી 4માં 170+નો સ્કોર બન્યો છે.
કોલકાતામાં અત્યાર સુધી 18 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. પહેલા બેટિંગ કરનારી ટીમે 9 અને ટાર્ગેટને ચેઝ કરતી ટીમે પણ 9 મેચ જીતી છે. અહીંનો બેસ્ટ ટીમ સ્કોર 207/4 છે, જે સ્કોટલેન્ડે ઇટાલી સામે બનાવ્યો હતો.
કોલકાતામાં વરસાદની સંભાવના નથી
બુધવારે કોલકાતામાં હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેવાની સંભાવના છે. વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાન 22 થી 33 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
સાઉથ આફ્રિકા (SA): એડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાયન રિકેલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો યાન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, કાગીસો રબાડા અને લુંગી એન્ગિડી.
ન્યૂઝીલેન્ડ: મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરીલ મિચેલ, કોલ મેકકોન્ચી, મેટ હેનરી, ઈશ સોઢી અને લોકી ફર્ગ્યુસન.
મેચ ક્યાં જોઈ શકાશે?
આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. તેને જિયોહોટસ્ટાર એપ પર પણ જોઈ શકાય છે. તમે દિવ્ય ભાસ્કર એપ પર મેચનું લાઇવ કવરેજ પણ ફોલો કરી શકો છો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


