Nishant Kumar પાંચ માર્ચના રોજ JDUમાં જોડાશે, Nitish Kumarના મંત્રીએ કર્યો દાવો
મુખ્યમંત્રી નીતિશ કુમારની રાજ્યસભા બેઠકની જાહેરાત થવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
સત્તા સંભાળવાની હાકલ
નીતીશ કુમારના પુત્ર નિશાંત 5 માર્ચે JDUમાં જોડાશે. JDUના ઘણા વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ રાજ્યસભાને બદલે નીતીશ કુમારને રાજ્યની સત્તા સંભાળવાની હાકલ કરી છે. ત્યારે જામા ખાને કહ્યું છે કે, તેમની રાજ્યસભા બેઠક અને નિશાંતના JDUમાં જોડાવાથી પક્ષ મજબૂત થશે. અને યુવા વિચાર પર અમલ કરવામાં આવશે. સાથે જ પક્ષને નવી ઉર્જા મળશે.
રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ
બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. નીતીશ કુમારની રાજ્યસભા બેઠકના સમાચાર જોરશોરથી ચાલી રહ્યા છે. ત્યારે JDU ક્વોટામાંથી મંત્રી જામા ખાને દાવો કર્યો છે કે નિશાંતના JDUમાં જોડાવાથી પાર્ટી અને સંગઠન મજબૂત થશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે નીતીશ કુમાર રાજ્યસભામાં જાય. અને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનો દબોદબો બનાવે.
સત્તા પરિવર્તન માટે સંભવિત મોડેલ
દશકોથી બિહારના રાજકારણમાં ચાણક્યની ભૂમિકા ભજવનારા નીતીશ કુમાર હવે પોતાનો વારસો આગામી પેઢીને સોંપવાની તૈયારી કરી રહ્યા છે. તાજેતરના વિકાસ અને NDAમાં ચર્ચાઓના આધારે, બિહારમાં સત્તાના હસ્તાંતરણ માટે એક વ્યાપક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રો અને રાજકીય વિશ્લેષકો સૂચવે છે કે પટનામાં યોજાનારી NDA વિધાનસભા પક્ષની બેઠકમાં નીચેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ Ali Khameneiની દફનવિધી મુલતવી રખાઇ, Iran ટૂંક સમયમાં જાહેર કરશે નવી તારીખ
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

