Lifestyle : આજના આધુનિક જીવનમાં કેમ વધી રહી છે સ્થૂળતા? જાણો મુખ્ય કારણો

Last Updated: March 5, 2026By

આજના ઝડપી જીવનમાં, ફાસ્ટ ફૂડ, મોડી રાત સુધી કામ અને મોબાઇલ ફોન અને ટેલિવિઝન સામે લાંબા સમય સુધી કામ કરવું સામાન્ય બની ગયું છે. ટેકનોલોજીનો વ્યાપ વધતા સુવિધા વધી પરંતુ સ્વાસ્થ્ય પાછળ રહી ગયું છે. આ જ કારણ છે કે સ્થૂળતા વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક બની ગઈ છે. ભારત જ દુનિયાના અનેક દેશમાં સ્થૂળતાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્થૂળતાપણું અનેક બીમારીનું કારણ બને છે. એટલે જ લોકોમાં સ્થૂળતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ હોવી જરૂરી છે.

વિશ્વ સ્થૂળતા દિવસ

WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અને અન્ય આરોગ્ય સંસ્થાઓ સાથે સહયોગથી દરવર્ષે 4 માર્ચનો દિવસ વિશ્વ સ્થૂળતા દિવસ તરીકે ઉજવાય છે. 2015થી વિશ્વ સ્થૂળતા દિવસ ઉજવવાની શરૂઆત થઈ. આ દિવસ ઉજવવાનો ઉદેશ્ય દુનિયામાં વધી રહેલા સ્થૂળતાની સમસ્યા વિશે જાગૃતિ લાવવાનો છે. જેના કારણે તેના પરિણામે થતી ગંભીર રોગોનું જોખમ ટાળી શકાય. જાણો કેમ આજકાલ સ્થૂળતાની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે.

સ્થૂળતાની સમસ્યા પાછળના મુખ્ય કારણો

  • અયોગ્ય આહાર અને ખાનપાનની આદતો: આજકાલ લોકો પૌષ્ટિક ખોરાકને બદલે ‘જંક ફૂડ’ તરફ વધુ વળે છે.
  • હાઈ-કેલરી ફૂડ: પિઝા, બર્ગર, સમોસા અને વધુ પડતું તેલયુક્ત ભોજન લેવું.
  • ખાંડનો વધુ ઉપયોગ: મીઠાઈઓ, કોલ્ડ ડ્રિંક્સ અને પેકેજ્ડ જ્યુસમાં રહેલી ખાંડ શરીરમાં ચરબી વધારે છે.
  • રાત્રે મોડેથી જમવું: મોડેથી જમ્યા પછી તરત સુઈ જવાથી ખોરાકનું પાચન બરાબર થતું નથી.
  • શારીરિક પ્રવૃત્તિનો અભાવ : આધુનિક ટેકનોલોજીને કારણે આપણી હલનચલન ઓછી થઈ ગઈ છે.
  • બેઠાડું જીવન: ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવું અથવા ઘરે ટીવી/મોબાઈલ પર વધુ સમય વિતાવવો.
  • કસરતનો અભાવ: દરરોજ ચાલવા કે કસરત ન કરવાથી શરીરમાં રહેલી વધારાની કેલરી બળતી નથી અને ચરબી તરીકે જમા થાય છે.
  • અપૂરતી ઊંઘ : પૂરતી ઊંઘ ન લેવાથી શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડે છે, જેનાથી ભૂખ વધુ લાગે છે.
  • માનસિક તણાવ: સ્ટ્રેસને કારણે ઘણા લોકો ‘ઈમોશનલ ઈટિંગ’ કરે છે, એટલે કે ભૂખ ન હોવા છતાં વધુ પડતું ખાઈ લે છે.
  • આનુવંશિક કારણો : જો માતા-પિતા સ્થૂળ હોય, તો સંતાનોમાં પણ મેદસ્વીતા આવવાની શક્યતા રહે છે. આપણા જનીનો (Genes) નક્કી કરે છે કે આપણું શરીર ચરબીનો સંગ્રહ કેવી રીતે કરશે.
  •  મેડિકલ કારણો :કેટલીક શારીરિક તકલીફો પણ વજન વધારે છે, તો સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારોને કારણે વજન ઝડપથી વધે છે.
  • થાઈરોઈડ : આમાં મેટાબોલિઝમ ધીમું પડી જાય છે.
  • દવાઓની આડઅસર: કેટલીક સ્ટેરોઈડ કે ડિપ્રેશનની દવાઓથી પણ વજન વધી શકે છે.

આ પણ વાંચો : Beauty Tips : મોંઘા ફેસવોશ ભૂલી જશો! કાચા દૂધથી ચહેરો સાફ કરવાના આ અદભૂત ફાયદા જાણી લો

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )