Health Tips : રાત્રે ભોજન કરવાનો સાચો સમય કયો? જાણો આયુર્વેદ અને વિજ્ઞાન શું કહે છે

Last Updated: March 5, 2026By

આપણામાંથી મોટાભાગના લોકોએ સાંભળ્યું હશે કે રાત્રિભોજન વહેલું ખાવું જોઈએ. સ્વસ્થ રહેવા માટે રાત્રે ભોજન કરવાનો સમય અત્યંત મહત્વનો છે. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંનેના મતે, રાત્રે વહેલા ભોજન કરવું એ સ્વાસ્થ્યની ચાવી છે. ઘણા લોકો આને સ્વાસ્થ્ય માટે જરૂરી માને છે અને સાંજે રાત્રિભોજન કરવાનો પ્રયાસ પણ કરે છે. પરંતુ એ રાત્રિભોજન ખાવાનો શ્રેષ્ઠ કયો સમય છે તેની બહુ ઓછા લોકોને ખબર છે. 

રાત્રે આ સમયે ભોજન કરવું શ્રેષ્ઠ, આર્યુવેદ

આયુર્વેદ મુજબ રાત્રિ ભોજન કરવાનો શ્રેષ્ઠ સમય સાંજે 7:00 થી 8:00 ની વચ્ચેનો છે. રાત્રે આ સમયે ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કારણ કે આર્યુવેદ કહે છે રાત્રે આપણું મેટાબોલિઝમ ધીમું હોય છે. વહેલા જમવાથી કેલરી બર્ન થવામાં મદદ મળે છે અને વજન વધતું અટકે છે. શરીરને ખોરાક પચાવવા માટે પૂરતો સમય મળે છે, જેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થતી નથી. વહેલા ભોજનથી શરીરમાં બ્લડ સુગરનું સ્તર જળવાઈ રહે છે અને હૃદય રોગનું જોખમ ઘટે છે. ભારે પેટ સાથે સૂવાથી ઊંઘમાં ખલેલ પડે છે. વહેલા જમવાથી ઊંઘ ગાઢ અને શાંત આવે છે. 

શું કહે છે વિજ્ઞાન જાણો

આરોગ્ય નિષ્ણાતે સ્પષ્ટ કર્યું કે દરેક વ્યક્તિની જીવનશૈલી અલગ હોય છે. તેથી  દરેક વ્યક્તિ માટે સાંજે 6 વાગ્યે રાત્રિભોજન કરવું જરૂરી નથી. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો રાત્રિ ભોજનમાં દૈનિક રૂટિન યોગ્ય હોવું જોઈએ. એટલે કે જો કોઈ મોડું કામ કરે છે અને રાત્રે 9 વાગ્યે રાત્રિભોજન કરે છે અને રાત્રે 11:30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે, તો તે ઠીક છે – જો તેઓ દરરોજ સમાન દિનચર્યાનું પાલન કરે છે.  ઉદાહરણ તરીકે કેટલાક લોકો પોતાના કામના કારણે સાંજે 7 કે 8 વાગ્યાની આસપાસ ભોજન કરી શકતા નથી. તેઓ રાત્રે 9 વાગ્યા ભોજન કરે છે. અને પછી 12 વાગ્યે સૂઈ જાય છે. આ તેમનું રુટિન બને છે. એટલે તેમના શરીરની જૈવિક સાઈકલ આ રીતે કામ કરે છે. તો તે યોગ્ય ગણાય.

આરોગ્ય નિષ્ણાતનો અભિપ્રાય

આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા મુજબ દરેક માનવ શરીરમાં આંતરિક જૈવિક ઘડિયાળ હોય છે જેને સર્કેડિયન રિધમ કહેવાય છે. આ એક કુદરતી 24-કલાકનું ચક્ર છે જે આપણા શરીરની ઘણી પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે. આ ઘડિયાળ આપણા ઊંઘ અને જાગવાના ચક્ર, ભૂખ, ઉર્જા સ્તર, હોર્મોન સ્ત્રાવ અને શરીરની સમારકામને પણ પ્રભાવિત કરે છે. આ “માસ્ટર ક્લોક” આપણા મગજના આગળના ભાગમાં સ્થિત છે. તે કદમાં નાનું છે, લગભગ ચોખાના અડધા દાણા જેટલું, પરંતુ શરીરના લગભગ બધા હોર્મોન્સ તેના અનુસાર કાર્ય કરે છે. જ્યારે સૂવા જાવ તેના ઓછામાં ઓછા 2 થી 3 કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ. 

આ પણ વાંચો : Kidney Disease Symptoms: કિડની બીમારીના લક્ષણોની ન કરો અવગણના, નહી તો વધી શકે છે જોખમ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )