Renuka Singh Rested; Kaashvi Gautam Gets Chance vs Australia in Perth Test

Last Updated: March 5, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક9 કલાક પેહલા

  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ પહેલાં ઇન્ડિયા વુમન્સે ફાસ્ટ બોલર રેણુકા સિંહને વર્કલોડ મેનેજમેન્ટના કારણે આરામ આપ્યો. તેની જગ્યાએ ઓલરાઉન્ડર કાશ્વી ગૌતમને ટીમમાં સ્થાન મળ્યું. કાશ્વી વન-ડે સિરીઝનો પણ ભાગ હતી.

સતત ક્રિકેટ રમી રહી હતી રેણુકા મેડિકલ ટીમે BCCIને જણાવ્યું કે રેણુકા સતત ક્રિકેટ રમી રહી છે. વુમન્સ પ્રીમિયર લીગ પછી તેણે ટીમ માટે તમામ મેચ રમી હતી. ફિટનેસ અને T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેને ટેસ્ટમાંથી આરામ આપવો જોઈએ.

BCCIએ જણાવ્યું, “પર્થના વાકા (WACA)માં યોજાનારી પિંક-બોલ ટેસ્ટ માટે રેણુકા ઉપલબ્ધ રહેશે નહીં. તેના વર્કલોડને વધુ સારી રીતે મેનેજ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો. મેડિકલ ટીમ તેની ફિટનેસ પર સતત નજર રાખશે.”

રેણુકા સિંહે ભારત માટે 3 ટેસ્ટમાં 2 વિકેટ લીધી છે.

રેણુકા સિંહે ભારત માટે 3 ટેસ્ટમાં 2 વિકેટ લીધી છે.

રેણુકાએ T20 અને વન-ડે સિરીઝમાં પૂરી મેચ રમી ઈન્ડિયા વુમન્સ હાલમાં ઓસ્ટ્રેલિયામાં મલ્ટી ફોર્મેટ સિરીઝ રમવા માટે ગઈ છે. રેણુકાએ 3 T20માં 4 વિકેટ લીધી, જ્યારે 3 વન-ડેમાં તે 2 વિકેટ જ પોતાના નામે કરી શકી.

સિરીઝમાં 8-4 થી આગળ ઓસ્ટ્રેલિયા ભારતે T20 સિરીઝ 2-1 થી જીતી. વન-ડે સિરીઝ ઓસ્ટ્રેલિયાએ 3-0 થી જીતી. ઓસ્ટ્રેલિયામાં મહિલા ક્રિકેટ સિરીઝમાં દરેક મેચના અલગ-અલગ પોઇન્ટ્સ હોય છે. વ્હાઇટ બોલ મેચ જીતવા પર 2 પોઇન્ટ્સ મળે છે. તેથી ઓસ્ટ્રેલિયાના 8 અને ભારત પાસે 4 પોઇન્ટ્સ છે. જો ભારતે ટેસ્ટ જીતી લીધો તો બંનેના 8-8 પોઇન્ટ્સ થઈ જશે અને સિરીઝ ડ્રો રહેશે. ટેસ્ટ ડ્રો થવા પર બંને ટીમને 2-2 પોઇન્ટ્સ મળશે, આવી સ્થિતિમાં ટ્રોફી ઓસ્ટ્રેલિયા પાસે જતી રહેશે.

ટીમ ઈન્ડિયાને સિરીઝ ડ્રો કરાવવા માટે ટેસ્ટ મેચ જીતવી જ પડશે.

ટીમ ઈન્ડિયાને સિરીઝ ડ્રો કરાવવા માટે ટેસ્ટ મેચ જીતવી જ પડશે.

ઈન્ડિયા વુમન્સની અપડેટેડ ટેસ્ટ ટીમ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, પ્રતિકા રાવલ, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), અમનજોત કૌર, સ્નેહ રાણા, સયાલી સતઘરે, દીપ્તિ શર્મા, ક્રાંતિ ગૌડ, કાશ્વી ગૌતમ અને વૈષ્ણવી શર્મા.