Iran US War: વિદેશમંત્રી એસ.જયશંકર સાથે ઇરાનના નાયબ વિદેશમંત્રી ખાતિબજેદની મુલાકાત, ટ્રમ્પ પર સાધ્યુ નિશાન

Last Updated: March 6, 2026By

ઇરાનના નાયબ વિદેશમંત્રી ખાતિબજેદ અને વિદેશમંત્રી એસ.જયશંકર વચ્ચે બેઠક યોજાઇ હતી.

ભારતનો સંપર્ક વધ્યો

અમેરિકા સાથેના યુદ્ધની વચ્ચે ઇરાન અને ભારતનો સંપર્ક વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ વખત ઇરાન અને ભારતના ડિપ્લોમેટ્સ એકબીજાના સંપર્કમાં આવ્યા છે. અગાઉ ગુરુવારના રોજ વિદેશમંત્રી એસ.જયશંકરે ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ આરાઘચી સાથે ફોન પર વાત કરી હતી. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી દિલ્હીમાં સ્થિત ઇરાની દૂતાવાસ ગયા હતા. અહી તેઓએ અલી ખામેનેઇ માટે દુઃખ વ્યકત કર્યુ હતુ અને ઇરાન માટે સંવેદના દર્શાવી હતી.

દિલ્હીમાં ઉપસ્થિત છે ખાતિબજેદ

ઇરાનના ઉપ વિદેશમંત્રી ખાતિબજેદ આ સમયે દિલ્હીમાં ઉપસ્થિત છે. ખાતિબજેદે મીડિયા સાથે વાતચીત કરી હતી. અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, ટ્રમ્પ ન્યૂયોર્કના મેયરની નિયુક્તિ નથી કરી શકતા તો તેઓ ઇરાનના સુપ્રીમ લીડરની પસંદગી કેવી રીતે કરી શકે છે. ખાતિબજેદે વધુમાં કહ્યુ હતુ કે, શું તમે આ અંગે કલ્પના કરી શકો છે. ખાતિબજેદે આ દરમિયાન IRIS ડેના હિંદ મહાસાગરમાં ડુબાડવા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેને દુઃખદ ઘટના ગણાવી હતી.

ઇરાનના યુદ્ધ મામલે ભારતનું વલણ

ભારત-ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. આ જંગમાં ભારત તટસ્થ છે. ભારતે આ મામલે ચિંતા પણ વ્યક્ત કરી છે. ઇરાને જ્યારે યૂએઇ અને સાઉદી જેવા દેશ પર હુમલો કર્યો હતો. ત્યારે પીએમ મોદીએ ત્યાંના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાત કરી હતી. અને કહ્યુ હતુ કે, યુદ્ધ કોઇપણ સમસ્યાનું હલ નથી. વાતચીત કરીને સમાધાન લાવી શકાય છે.

આ પણ વાંચોઃ Nepal Election 2026: પહાડી દેશની રાજનીતિમાં કેવી રીતે નવી તાકાત બની આ પાર્ટી?