ICC 8 Players Shortlisted For Player Of The Tournament
- Gujarati News
- Sports
- Cricket
- ICC 8 Players Shortlisted For Player Of The Tournament | T20 World Cup Final 2026; Sanju Samson Nominated
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
સંજુ સેમસન ભારતે રમેલી છેલ્લી બન્ને મેચમાં પ્લેયર ઑફ ધ મેચ બન્યો.
T20 વર્લ્ડ કપ 2026 તેના અંતિમ તબક્કામાં છે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખિતાબી જંગ થવાની છે. ફાઇનલ પહેલા જ ICCએ ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ માટે 8 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે.
ICCના નોમિનેશનમાં ભારતના સંજુ સેમસનનું પણ નામ છે. જેણે ટુર્નામેન્ટમાં માત્ર 4 મેચ રમી, પરંતુ 200 પ્લસના સ્ટ્રાઈક રેટથી 232 રન બનાવ્યા. તે ભારતના પાછલી બંને મેચમાં પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો.
પ્લેઇંગ-11માં તક પણ મળી રહી ન હતી T20 વર્લ્ડ કપ જ્યારે શરૂ થયો ત્યારે ભારતની પ્લેઇંગ-11માં સંજુ સેમસનનું નામ ન હતું. અભિષેક શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરવા ઉતર્યા, જ્યારે તિલક વર્માને નંબર-3 પર તક મળી. નામિબિયા સામેની મેચ પહેલા અભિષેક બીમાર પડ્યો. તેની જગ્યાએ સંજુનો સમાવેશ થયો. સેમસન 8 બોલમાં 22 રન બનાવીને આઉટ થયોયા.
અભિષેક જ્યારે ફિટ થઈને પાછો આવ્યો ત્યારે સેમસનને બહાર કરી દેવામાં આવ્યો. પાકિસ્તાન, નેધરલેન્ડ્સ અને સાઉથ આફ્રિકા સામે સેમસન બેન્ચ પર જ રહ્યો. સુપર-8 સ્ટેજમાં ભારતે પોતાની પહેલી મેચ ગુમાવી પણ દીધી. ઝિમ્બાબ્વે સામે મેનેજમેન્ટે રિંકુ સિંહની જગ્યાએ સેમસનને તક આપી અને સંજુ પાસેથી જ ઓપનિંગ પણ કરાવી.
સેમસને ઝિમ્બાબ્વે સામેની વાપસી મેચમાં 24 રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી મેચ નોકઆઉટ જેવી હતી, સેમસને અહીં 97 રનની નોટઆઉટ ઇનિંગ રમી અને ભારતને 197 રનનો ટાર્ગેટ ચેઝ કરાવ્યો. સંજુએ પછી સેમિફાઇનલમાં પણ 89 રન બનાવીને ભારતને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું. તે માત્ર 4 મેચમાં જ 16 છગ્ગા લગાવી ચૂક્યો છે.

પાકિસ્તાનનાો સાહિબઝાદા પણ રેસમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની રેસમાં પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાનનું નામ પણ છે. તેણે 2 સદી ફટકારીને 383 રન બનાવ્યા. આ એક T20 વર્લ્ડ કપમાં કોઈપણ ખેલાડીએ બનાવેલા સૌથી વધુ રનનો રેકોર્ડ છે. જોકે, તેને ટીમના બાકીના ખેલાડીઓનો સાથ ન મળ્યો અને ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરી શકી નહીં.
રેસમાં સામેલ બાકીના 6 ખેલાડીઓનું પ્રદર્શન
- વિલ જેક્સ, ઇંગ્લેન્ડ: 226 રન અને 9 વિકેટ લઈને શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન.
- લુંગી એન્ગિડી, સાઉથ આફ્રિકા: 12 વિકેટ લઈને આફ્રિકી ટીમના સૌથી સફળ બોલર.
- એડન માર્કરમ, સાઉથ આફ્રિકા: કેપ્ટનશીપ ઇનિંગ્સ રમતા 286 રન બનાવ્યા.
- રચિન રવીન્દ્ર, ન્યૂઝીલેન્ડ: 128 રન અને 11 વિકેટ લીધા, કિવી ટીમનો આધારસ્તંભ બન્યો.
- ટિમ સેફર્ટ, ન્યૂઝીલેન્ડ: 274 રન બનાવીને ન્યૂઝીલેન્ડને ફાઇનલ સુધી પહોંચાડ્યું. 3 ફિફ્ટી, 2 વાર પ્લેયર ઓફ ધ મેચ બન્યો.
- શેડલી વાન શાલ્કવિક, અમેરિકા: ગ્રુપ સ્ટેજના 4 જ મેચમાં 13 વિકેટ લીધી, ટુર્નામેન્ટનો ટૉપ વિકેટ ટેકર છે.

વિલ જેક્સે ઇંગ્લેન્ડને સેમિફાઇનલ સુધી પહોંચાડ્યું, પરંતુ ટીમ ભારત સામે હારી ગઈ. જેક્સ ટુર્નામેન્ટમાં 4 વખત પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયો.
વોટિંગ શરૂ, નિષ્ણાતો પણ વિજેતા નક્કી કરશે ICCએ 8 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરીને તેમના માટે વોટિંગ શરૂ કરી દીધું છે. ચાહકો ICCની વેબસાઇટ પર જઈને પોતાના મનપસંદ ખેલાડીને વોટ આપી શકે છે. ચાહકોના વોટિંગ ઉપરાંત, ICC પેનલમાં સામેલ ક્રિકેટ નિષ્ણાતો અને કોમેન્ટેટરોના વોટના આધારે નક્કી થશે કે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બનશે. પરિણામ ફાઇનલ મેચ પછી જાહેર કરવામાં આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


