India vs NZ Final: Ahmedabad Pitch Favors Pace & Bounce
સ્પોર્ટ્સ ડેસ્ક14 કલાક પેહલા
- કૉપી લિંક
આ બીજી વખત હશે જ્યારે ભારત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC ટુર્નામેન્ટની ફાઇનલ રમશે. ટીમ અગાઉ 2023માં અહીં ODI વર્લ્ડ કપની ફાઇનલ હારી ગઈ હતી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ બેટિંગ ફ્રેન્ડલી પીચ પર રમાશે. ESPN અનુસાર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફ્રેશ પીચનો ઉપયોગ થશે, જ્યાં ટુર્નામેન્ટની શરૂઆતમાં એક મેચ રમાઈ હતી.
કાળી અને લાલ માટીને મિક્સ કરીને પીચ બનાવવામાં આવી છે. જ્યાં બોલ બહુ ઓછો સ્પિન થશે, પરંતુ પેસ અને બાઉન્સ ચોક્કસ મળશે. જોકે, આનાથી બેટર્સને જ ફાયદો થશે.
ફાઈનલ મુકાબલો 8 માર્ચે સાંજે 7 વાગ્યાથી રમાશે. ICCએ જણાવ્યું કે ઇંગ્લેન્ડના રિચાર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ અમ્પાયરિંગ કરશે.
બીજી સેમિફાઇનલમાં પણ અમદાવાદ જેવી પીચ હતી વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતામાં રમાઈ હતી. પીચ બેટિંગ ફ્રેન્ડલી ચોક્કસ હતી, પરંતુ પ્રથમ ઇનિંગ્સમાં બોલરોને પણ મદદ મળી હતી. સાઉથ આફ્રિકા 169 રન જ બનાવી શક્યું, ન્યૂઝીલેન્ડે 12.5 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર ટાર્ગેટ ચેઝ કરી લીધો.
બીજી સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. અહીંની પીચ બંને ઇનિંગ્સમાં બેટિંગ માટે ખૂબ જ સરળ રહી હતી. જ્યાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 253 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે પણ હાર માની ન હતી અને ભારતની નજીક પહોંચતા 246 રન બનાવ્યા હતા. 40 ઓવરની મેચમાં 499 રન બન્યા હતા. હવે ફાઈનલમાં પણ બિલકુલ આ જ પ્રકારની પીચ મળવાની છે.

ભારતે 7 રનથી ઇંગ્લેન્ડને બીજી સેમિફાઇનલ હરાવી.
કાળી અને લાલ માટીને મિક્સ કરવામાં આવી અમદાવાદમાં કાળી અને લાલ માટીને મિક્સ કરીને ફાઇનલ માટે પીચ બનાવવામાં આવી. વાનખેડે સ્ટેડિયમમાં પણ સેમિફાઇનલ દરમિયાન આવી જ પીચ હતી. હવે ફાઇનલમાં પણ સ્પિનરોને ઓછી મદદ મળશે, પેસર્સને સારો બાઉન્સ મળશે, પરંતુ તેનાથી બેટિંગ ઘણી સરળ બની જશે. પ્રથમ ઇનિંગ્સમાં ટીમે 200થી વધુ રન બનાવવા પડશે.
ફાઇનલની પીચ પર એક જ મેચ રમાઈ ફાઇનલની પીચ લગભગ ફ્રેશ જ રહેશે, કારણ કે અહીં ટુર્નામેન્ટની એકમાત્ર મેચ લગભગ એક મહિના પહેલા 9 ફેબ્રુઆરીએ રમાઈ હતી. અહીં પહેલા બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ માત્ર 4 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા. જવાબમાં કેનેડા 156 રન જ બનાવી શક્યું.
અમદાવાદમાં કેનેડા-આફ્રિકા મેચ પછી પણ 5 મેચ રમાઈ હતી, પરંતુ તેમાંથી કોઈમાં પણ ફાઇનલવાળી પીચનો ઉપયોગ થયો ન હતો. જોકે, તે પીચો પર ક્યારેક 200 રન પણ બન્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં સરેરાશ સ્કોર 184 રહ્યો હતો. 2 વખત પહેલા બેટિંગ કરનારી અને 2 વખત પહેલા બોલિંગ કરનારી ટીમને જીત મળી હતી. જ્યારે એક પરિણામ સુપર ઓવરમાં આવ્યું હતું.
ટીમ ઇન્ડિયા અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે એક મેચ હારી ચૂકી છે.
ભારત 2 મેચ રમી ચૂક્યું છે ટુર્નામેન્ટમાં અમદાવાદના મેદાન પર ભારતે 2 મેચ રમી છે. ગ્રુપ સ્ટેજમાં નેધરલેન્ડ્સ સામે પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 193 રન બનાવ્યા હતા. જોકે, ડચ ટીમ પણ લડત આપતા 176 સુધી પહોંચી ગઈ હતી.
સુપર-8 સ્ટેજમાં ભારતનો સામનો ફરી સાઉથ આફ્રિકા સામે થયો. પહેલા બેટિંગ કરતા પ્રોટિયેઝ ટીમે 187 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયા 111 રન જ બનાવી શકી. બીજી તરફ ન્યૂઝીલેન્ડ અહીં બીજી મેચ જ રમશે, તેમને પણ સાઉથ આફ્રિકા સામે જ હાર મળી.
ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ શનિવારે ટીમ ઈન્ડિયા આજે જ અમદાવાદમાં પોતાની પ્રેક્ટિસ કરશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ ટીમ બુધવારે સેમિફાઇનલ જીત્યા બાદ ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી. ટીમે તે જ દિવસે પ્રેક્ટિસ પણ કરી. ભારત અને ન્યૂઝીલેન્ડ સતત બીજી ICC વ્હાઇટ બોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં આમને-સામને છે. ગયા વર્ષે જ 9 માર્ચે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.
ટીમ ઈન્ડિયા સતત બીજી T20 વર્લ્ડ કપ ફાઇનલ રમવા ઉતરશે.
રિચર્ડ ઇલિંગવર્થ અમ્પાયરિંગ કરશે ICCએ ફાઇનલ મેચ માટે ઓફિશિયલ્સ પણ જણાવી દીધા છે. ઇંગ્લેન્ડના રિચર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ ઓન ફિલ્ડ અમ્પાયર હશે. બંને પહેલા સેમિફાઇનલમાં પણ અમ્પાયર હતા. ઇલિંગવર્થ 2024ના T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પણ ક્રિસ ગેફની સાથે અમ્પાયરિંગ કરી રહ્યા હતા. તેઓ પાછલા વન-ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં પણ અમ્પાયર હતા.
સાઉથ આફ્રિકાના અલ્લાહુદ્દીન પાલેકર થર્ડ અમ્પાયર રહેશે. જ્યારે એડ્રિયન હોલસ્ટોક ચોથા અમ્પાયરની ભૂમિકા ભજવશે. ઓસ્ટ્રેલિયાના એન્ડી પાઇક્રોફ્ટ મેચ રેફરી રહેશે. તેઓ એશિયા કપ ફાઇનલમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પણ રેફરી હતા.
રિચાર્ડ ઇલિંગવર્થ ફાઇનલમાં અમ્પાયરિંગ કરશે.
————————–
IND vs NZ T20 વર્લ્ડ કપ ફાઈનલ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
આ વખતે કઈ ટીમ ચેમ્પિયન બની શકે?: અભિષેક પર ભારે પડી રહ્યો છે ફિન એલન, અક્ષરને ટક્કર આપશે કિવી કેપ્ટન સેન્ટનર

ટીમ ઈન્ડિયા સતત બીજીવાર અને ઓવરઓલ ચોથીવાર T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. તો ન્યૂઝીલેન્ડની ટીમ બીજીવાર ફાઈનલ રમશે. ભારતની નજર ટાઇટલને ડિફેન્ડ કરીને ત્રીજીવાર ચેમ્પિયન બનવાનું સપનું છે. જ્યારે કિવીઝની નજર પહેલા જ ખિતાબ પર રહેશે. બન્ને ટીમે આ ટુર્નામેન્ટમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા અને અંતે હવે આવતીકાલે એટલે કે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ લોકો વચ્ચે વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવવાનું લક્ષ્ય રહેશે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


