T20 World Cup 2026 Memorable Moments: India Wins Final
સ્પોર્ટ્સ ડેસ્ક1 દિવસ પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપ 2026 ઘણી યાદગાર પળો સાથે સમાપ્ત થયો. અમદાવાદના સ્ટેડિયમમાં ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવી ત્રીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો.
ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પિચની માટી પોતાના કપાળ પર લગાવી. વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 97 રન બનાવ્યા બાદ સંજુ સેમસન ઘૂંટણિયે બેસી ગયો. જ્યારે સુપર-8 સ્ટેજમાંથી બહાર થયા બાદ ઘણા પાકિસ્તાની ખેલાડીઓ રડી પડ્યા.
જુઓ T20 વર્લ્ડ કપ 2026ની યાદગાર પળો… શરૂઆત ભારતની ટ્રોફી જીત સાથે…
1. ભારતે ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવી

ભારતીય ટીમે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી. જીત બાદ ભારતીય ટીમે ટ્રોફી સાથે સેલિબ્રેટ કર્યું. આ પહેલા ભારત 2007 અને 2024માં ચેમ્પિયન બન્યું હતું.
2. સૂર્યાએ જીત્યા બાદ કપાળ પર પીચની માટી લગાવી
3. ટ્રોફી જીત્યા પછી ખેલાડીઓએ ડાન્સ કર્યો

જીત બાદ ભારતીય ખેલાડીઓએ ઉજવણી કરી. વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા સહિત અનેક ખેલાડીઓએ જોરદાર ડાન્સ કર્યો.
4. હાર્દિકને તેની ગર્લફ્રેન્ડે કિસ કરી

ફાઇનલ જીત્યા બાદ ખેલાડીઓ પોતપોતાના પરિવાર સાથે જોવા મળ્યા. હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ મહીકા શર્માએ તેને ગાલ પર કિસ કરી.
5. સુનીલ ગાવસ્કરે જીત પછી ડાન્સ કર્યો

ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ કેપ્ટન સૂર્યા સાથે ઉજવણી કરી. તેઓ ખુશીથી ડાન્સ કરતા જોવા મળ્યા.
6. સૂર્યા ટ્રોફી લઈને પીચ પર બેસી ગયો

ભારતીય ખેલાડીઓએ ટ્રોફી સાથે અલગ-અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું. સૂર્યા ટ્રોફી લઈને પીચ પર બેસી ગયા અને પોતાનો ફોટો પડાવ્યો.
7. ફાઇનલમાં ધોની-રોહિત ટ્રોફી લઈને આવ્યા

ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ મેચ પહેલાં ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને રોહિત શર્મા ટ્રોફી લઈને આવ્યા. તેમની સાથે ICC ચેરમેન જય શાહ પણ હાજર હતા.
8. ઈશાન કિશને રચિનનો શાનદાર કેચ પકડ્યો

ઈશાન કિશને ફાઇનલમાં રચિન રવીન્દ્રનો આગળની તરફ ડાઇવ લગાવીને શાનદાર કેચ પકડ્યો. બોલ તેમના હાથમાંથી છટક્યો, પરંતુ આખરે તેણે તેને પકડી જ લીધો.
9. મિચેલ અને અર્શદીપ વચ્ચે બોલાચાલી, પછી હાથ મિલાવ્યા

ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ દરમિયાન અર્શદીપે થ્રો કરીને સ્ટમ્પ પર નિશાન તાક્યું, પરંતુ બોલ બેટર ડેરિલ મિશેલને વાગ્યો. જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ. થોડીવાર પછી બંને ખેલાડીઓએ હાથ મિલાવ્યા, મેચ પછી અર્શદીપે માફી પણ માંગી.
10. સિંગર રિકી માર્ટિને ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું

ક્લોઝિંગ સેરેમનીમાં સિંગર રિકી માર્ટિને પરફોર્મન્સ આપ્યું. રિકીએ 28 વર્ષ પછી ભારતમાં પરફોર્મન્સ કર્યું. તેમના આલે-આલે ગીત પર આખું સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું.
અહીંથી T20 વર્લ્ડ કપની તમામ મેચની ટોપ તસવીરો…
11. ઓપનિંગ સેરેમનીમાં નોરા ફતેહીએ પરફોર્મ કર્યું

T20 વર્લ્ડ કપમાં પહેલો મેચ ભારત-અમેરિકા વચ્ચે રમાયો. વાનખેડે સ્ટેડિયમમાં મેચ પહેલાં ઓપનિંગ સેરેમની થઈ. તેમાં નોરા ફતેહી અને રેપર બાદશાહે પરફોર્મ કર્યું.
12. ઈશાનના સિક્સથી ભારતે પહેલો રન બનાવ્યો

ભારતે અમેરિકા સામે T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી. ઈશાન કિશને મેચની ચોથી બોલ પર જ સિક્સર ફટકારી. આ આ ટૂર્નામેન્ટમાં ભારતનો પ્રથમ રન હતો.
13. T20 વર્લ્ડ કપમાં પ્રથમ ડબલ સુપર ઓવર રમાઈ

T20 વર્લ્ડ કપ ઇતિહાસનો પહેલો ડબલ સુપર સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયો. બંને ટીમોએ 187 રન બનાવ્યા હતા. પહેલો સુપર ઓવર ટાઈ રહ્યો, બીજા સુપર ઓવરમાં સાઉથ આફ્રિકા 4 રનથી જીત્યું.
14. બે ભાઈઓએ મળીને ઇટાલીને પહેલી જીત અપાવી

પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહેલી ઇટાલીએ નેપાળને 10 વિકેટે હરાવ્યું. આ મેચમાં મોસ્કા બ્રધર્સ (જસ્ટિન મોસ્કા-એન્થની મોસ્કા)એ 124 રનની અણનમ ઓપનિંગ પાર્ટનરશિપ કરી. બંનેએ ફિફ્ટી ફટકારી.
15. ઝિમ્બાબ્વેએ બે વર્લ્ડ ચેમ્પિયન્સને હરાવ્યા

ઝિમ્બાબ્વેએ લીગ સ્ટેજમાં બે મોટા અપસેટ સર્જ્યા. તેણે પહેલા ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવ્યું, પછી શ્રીલંકાને તેના જ ઘરમાં 6 વિકેટે હરાવ્યું. ઝિમ્બાબ્વે એક પણ મેચ હાર્યા વિના સુપર-8માં પહોંચ્યું.
16. ભારત-પાક મેચમાં ફરી નો હેન્ડશેક

ભારત અને પાકિસ્તાનના કપ્તાનોએ ટૉસ દરમિયાન હાથ મિલાવ્યા નહોતા. ન તો ખેલાડીઓએ મેચ પછી હેન્ડશેક કર્યો. આ પહેલા એશિયા કપમાં પણ બંને ટીમે હાથ મિલાવ્યા નહોતા.
17. ઉસ્માન તારિકની ઓવરના પહેલા બોલ પર સૂર્યાએ ચોગ્ગો ફટકાર્યો

ભારત-પાક મેચ પહેલા સ્પિનર ઉસ્માન તારિકની ખૂબ હાઈપ બની. ઉસ્માનની પહેલી જ બોલ પર ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો. તારિકે 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી.
18. સદી ફટકાર્યા બાદ પથુમ નિસાંકાનું સેલિબ્રેશન

શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકાએ ઓસ્ટ્રેલિયા સામે આ ટૂર્નામેન્ટની પ્રથમ સદી ફટકારી. શ્રીલંકાએ આ મેચ 8 વિકેટે જીતી. નિસાંકાએ અનોખી શૈલીમાં આ સદીની ઉજવણી કરી.
19. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર થયું

ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લીગ સ્ટેજની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ. આ સાથે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું અને ઝિમ્બાબ્વે ગ્રુપ-B માંથી સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગયું.
20. રઝાને ઈજા થઈ, પોવેલે ગળે લગાવ્યો

વેસ્ટ ઇન્ડીઝના રોવમેન પોવેલના શોટ પર ઝિમ્બાબ્વેના બોલર સિકંદર રઝાનો ડાબો હાથ ઈજાગ્રસ્ત થયો. થોડીવાર માટે રમત અટકી ગઈ. આ દરમિયાન પોવેલ રઝા પાસે ગયા. તેમણે રઝાની પીઠ થપથપાવી અને તેમને ગળે લગાડ્યા.
21. અબરાર વર્લ્ડકપમાંથી બહાર થવા પર રડ્યો

શ્રીલંકા સામે પાકિસ્તાન છેલ્લી મેચ જીતીને પણ સેમિફાઇનલમાં સ્થાન બનાવી શક્યું નહીં. વર્લ્ડ કપમાંથી બહાર થવા પર સ્પિનર અબરાર અહેમદ રડતા જોવા મળ્યો. તેણે પોતાની આંખો બંધ કરીને તેને બંને હાથથી ઢાંકી દીધી.
22. વિનિંગ શોટ પછી સંજુનું સેલિબ્રેશન

સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામે ચોગ્ગો ફટકારીને ભારતને સેમિફાઇનલમાં પહોંચાડ્યું. વિનિંગ શોટ ફટકાર્યા બાદ સંજુ ઘૂંટણિયે બેસી ગયો. તેણે આકાશ તરફ જોયું અને હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો.
23. કેપ્ટન સૂર્યાએ ટોપી ઉતારીને સંજુનું સન્માન કર્યું

વેસ્ટ ઇન્ડીઝ સામેની જીત બાદ કેપ્ટન સૂર્યાએ સંજુ સેમસનનું અનોખી રીતે સન્માન કર્યું. તેમણે પોતાની ટોપી ઉતારી અને માથું નમાવીને સંજુની શાનદાર ઇનિંગ્સને બિરદાવી.
24. બેથેલ સદી ફટકાર્યા બાદ જમીન પર સૂઈ ગયો

સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડના બેટર જેકબ બેથેલે રનચેઝમાં સદી ફટકારી. 20મી ઓવરમાં બેથેલ રન-આઉટ થઈ ગયા, જેના પછી તેઓ નિરાશ થઈને જમીન પર જ સૂઈ ગયા.
25. અક્ષર પટેલના 2 કેચે ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું

બીજી સેમિફાઇનલમાં અક્ષર પટેલે બે શાનદાર કેચ પકડ્યા. તેણે પાછળ દોડતા પહેલા હેરી બ્રુકનો કેચ પકડ્યો. જ્યારે 14મી ઓવરમાં શિવમ દુબે સાથે મળીને વિલ જેક્સનો બાઉન્ડરી લાઇન પર એક શાનદાર કેચ પકડ્યો.
26. ધોનીની પત્ની જશ્ન મનાવવા લાગી, માહીએ શાંત પાડી

ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલની 18મી ઓવરમાં બુમરાહના બોલ પર સેમ કરને બેક ટુ ધ બોલર શોટ રમ્યો. બુમરાહે બોલ પકડતા જ સ્ટેન્ડમાં બેઠેલી ધોનીની પત્ની સાક્ષી ખુશીથી ઉછળી પડી. પાસે ઉભેલા એમએસ ધોનીએ ઇશારો કરીને જણાવ્યું કે, બોલ જમીનને અડ્યો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


