BRICS Summit: ચીનના વિદેશ મંત્રી વાંગ યીની પ્રતિક્રિયા, કહ્યુ ચીન અને ભારત એકબીજાને પ્રતિદ્વંદ્વી નહી પણ સમર્થક સમજે

Last Updated: March 10, 2026By

બ્રિક્સ શિખર સંમેલનના આયોજનની વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારત-ચીન વચ્ચેના સહયોગ પર ભાર આપ્યો છે.

બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન

આ વર્ષે ભારતમાં બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન થવાનું છે. આ આયોજન ઓગષ્ટ-સપ્ટેમ્બર 2026માં કરવામાં આવશે. અને બાદમાં વર્ષ 2027માં શિખર સંમેલનનું આયોજન ચીનમાં કરાશે. આ તૈયારીઓની વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ આ સંમેલન મામલે મહત્ત્વની વાત કહી છે. તેઓએ કહ્યુ છે કે, શિખર સંમેલનના આયોજનમાં ભારત અને ચીન વચ્ચે સહયોગ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

ચીન-ભારત એકબીજાને આપે સહયોગઃ વાંગ યી

બ્રિક્સ શિખર સંમેલનમાં 11 દેશ ભાગ લેશે. જેમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા મૂળ સભ્ય છે. પરંતુ બાદમાં સાઉદી આરેબિયા, મિસર, સંયુક્ત અરબ અમીરાત, ઇથોયોપિયા, ઇન્ડોનેશિયા અને ઇરાન પણ સામેલ કરી તેનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ બીજિંગમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ કહ્યુ હતુ કે, ભારત અને ચીને એકબીજાને પ્રતિદ્વંદ્વી નહી પણ સમર્થક સમજવું જોઇએ. અને દરેક તકને ખતરો નહી પણ અવસર સમજવું જોઇએ.

સહયોગ દેશના વિકાસ માટે લાભકારીઃ વાંગ યી

વાંગ યીએ વધુમાં કહ્યુ હતુ કે, ભારત અને ચીન એકબીજાના મહત્ત્વપૂર્ણ પાડોસી અને ‘ગ્લોબલ સાઉથ’ના સભ્ય છે. તેથી ચીન અને ભારત વચ્ચે ગાઢ સંબંધો હોવા જોઇએ. અને વેપાર હિતોને સંયુક્ત રીતે સમજે. વાંગ યીએ જણાવ્યુ હતુ કે, એકબીજા માટેનો વિશ્વાસ અને સહયોગ દેશના વિકાસ માટે લાભકારી છે. પરંતુ આતંરિક વિવાદ એશિયા માટે હાનિકારક છે. પૂર્વ લદ્દાખમાં સૈન્ય ગતિરોધના કારણે ચીન-ભારતના સંબંધોમાં કડવાશ આવી હતી. પરંતુ બાદમાં મોદી અને શી વચ્ચેના સંબંધોએ તમામ પ્રક્રિયા સરળ બનાવી હતી.

આ પણ વાંચોઃ  નેપાળના રાજકારણમાં પરિવર્તન લાવનારા મધેસી છે કોણ?, જાણો