BCCI Rewards India ₹131 Cr; T20 World Champions!
સ્પોર્ટ્સ ડેસ્ક11 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડકપ 2026 જીતવા બદલ ટીમ ઈન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. ભારતે રવિવારે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા ન્યુઝીલેન્ડને હરાવી ટ્રોફી જીતી લીધી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પોતાનો ખિતાબ જાળવી રાખ્યો અને T20 વર્લ્ડકપના ઇતિહાસમાં સતત બે વાર ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની ગઈ.
BCCI એ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને સિલેક્ટર્સને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. બોર્ડે આશા વ્યક્ત કરી કે ટીમ ભવિષ્યમાં પણ આ જ રીતે શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરતી રહેશે.
ભારતીય ટીમને 27.5 કરોડ પ્રાઇઝ મની મળી
રિપોર્ટ અનુસાર, T20 વર્લ્ડકપ 2026 જીત્યા બાદ ભારતીય ટીમને 3 મિલિયન ડોલર (લગભગ 27.5 કરોડ રૂપિયા)ની ઇનામી રકમ મળી. જ્યારે, રનર-અપ ન્યુઝીલેન્ડને 1.6 મિલિયન ડોલર (લગભગ 14.7 કરોડ રૂપિયા) આપવામાં આવ્યા. જોકે, આ વખતે ICCએ પ્રાઇઝ મનીની સત્તાવાર જાહેરાત કરી ન હતી, જ્યારે સામાન્ય રીતે દરેક ટુર્નામેન્ટમાં તેની માહિતી અગાઉથી જ આપી દેવામાં આવે છે.

ભારત 3 T20 વર્લ્ડકપ જીતનારો પ્રથમ દેશ
ભારતીય ટીમ 2024 પછી 2026માં પણ ચેમ્પિયન બની અને T20 વર્લ્ડકપનો ખિતાબ ડિફેન્ડ કરનારી પ્રથમ ટીમ બની ગઈ. આ સાથે જ ભારત ત્રણ T20 વર્લ્ડકપ (2007, 2024 અને 2026) જીતનારી દુનિયાની પ્રથમ ટીમ પણ બની.
અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં જીત સાથે ભારતે પ્રથમ વખત પોતાના ઘરઆંગણે T20 વર્લ્ડકપ ટ્રોફી પણ જીતી. આ પહેલા ટીમે 2007માં સાઉથ આફ્રિકા અને 2024માં વેસ્ટ ઇન્ડીઝમાં ખિતાબ જીત્યો હતો. હવે ભારતના નામે ત્રણ T20 વર્લ્ડકપ ટ્રોફી થઈ ગઈ છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ બે-બે વાર જ આ ખિતાબ જીતી શક્યા છે.
સૂર્યાનું 500 વર્ષ જૂની અડાલજની વાવમાં ફોટોશૂટ
T20 વર્લ્ડકપ જીત્યા પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ઉજવણીના અલગ-અલગ અંદાજ જોવા મળ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ગાંધીનગર સ્થિત 500 વર્ષ જૂની ઐતિહાસિક અડાલજની વાવમાં ટ્રોફી સાથે ફોટોશૂટ કરતા જોવા મળ્યા.
જસપ્રીત બુમરાહ પ્લેયર ઑફ ધ મેચ, સંજુ સેમસન પ્લેયર ઑફ ધ સિરીઝ
ફાઈનલ મેચમાં 15 રન આપીને 4 વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ પ્લેયર ઑફ ધ મેચ રહ્યો. બીજી તરફ, 5 મેચમાં 3 ફિફ્ટીની મદદથી 321 રન બનાવનાર સંજુ સેમસનને પ્લેયર ઑફ ધ સિરીઝ પસંદ કર્યો.




—————————————
સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો…
ભારતને ટી-20 વર્લ્ડ કપ જીતાડનારા હીરોઝ:સેમસને સતત 3 ફિફ્ટી ફટકારી, બુમરાહ ટુર્નામેન્ટનો ટોપ વિકેટ ટેકર બન્યો

ભારતે ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો છે. ટીમે રવિવારે રાત્રે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. જોકે, આ ટ્રોફી માટે તમામ ખેલાડીઓએ યોગદાન આપ્યું, પરંતુ કેટલાક ખેલાડીઓ એવા રહ્યા જેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પ્રદર્શન કરીને પોતાને સાબિત કર્યા. વાંચો સંપૂર્ણ સમાચાર
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


