પાકિસ્તાની બેટરને પછાડીને ઈશાન નંબર-1 બનવાની નજીક:સેમસનની પણ ICC રેન્કિંગ્સમાં લાંબી છલાંગ, હાર્દિકે કરિયરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવ્યું

Last Updated: March 11, 2026By

T20 વર્લ્ડ કપ પછી ICCએ બુધવારે પોતાની તાજી રેન્કિંગ જાહેર કરી છે. તેમાં સૌથી વધુ ફેરફાર T20 રેન્કિંગમાં થયા છે. ભારતીય ઓપનર અભિષેક શર્મા અને ઈશાન કિશન T20ના બેટર્સની રેન્કિંગમાં ટૉપ-2 પોઝિશન પર છે. અભિષેક શર્મા 875 રેટિંગ પોઇન્ટ્સ સાથે નંબર-1 પર યથાવત છે. તેણે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ઝડપી ફિફ્ટી ફટકારી હતી. ઈશાન કિશન 871 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે ટુર્નામેન્ટમાં 317 રન બનાવ્યા. ઈશાને બે સ્થાનની છલાંગ લગાવી. 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ હતી. તેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનના અંતરથી હરાવીને પોતાના ટાઇટલને ડિફેન્ડ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત આ ટુર્નામેન્ટ જીતી હતી. ટૉપ-10 4 ભારતીય સામેલ, સેમસને લગાવી લાંબી છલાંગ આ ICC રેન્કિંગ્સમાં ટૉપ-10માં 4 ભારતીય બેટર્સ સામેલ છે. ટોપ-10 T20 બેટર્સની યાદીમાં 4 ભારતીય સામેલ છે. જેમાં અભિષેક નંબર-1, ઈશાન નંબર-2, તિલક વર્મા નંબર-7 અને સૂર્યકુમાર યાદવ નંબર-9 પર છે. તિલક વર્માને એક અને સૂર્યાને બે સ્થાનનું નુકસાન થયું છે. સેમસને રેન્કિંગમાં 43 સ્થાનની લાંબી છલાંગ લગાવી છે. બીજી તરફ ઈશાન કિશનને પણ ફાયદો થયો છે, તે બે સ્થાન ઉપર ચઢીને હવે બીજા નંબરે પહોંચી ગયો છે. પ્રથમ સ્થાન પર વિસ્ફોટક બેટર અભિષેક શર્માએ કબજો જમાવ્યો છે, જેમણે ફાઈનલમાં 52 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પાકિસ્તાનનો સાહિબજાદા ફરહાન ત્રીજા નંબરે સરકી ગયો છે અને તેના 848 રેટિંગ પોઇન્ટ્સ છે. આ ઉપરાંત, ઇંગ્લેન્ડનો ફિલ સોલ્ટ અને શ્રીલંકાનો પથુમ નિસાંકા અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે. વરુણ નંબર-2 પર આવ્યો, રાશિદ બોલર્સમાં ટૉપ પર આવ્યો
બોલિંગ રેન્કિંગમાં અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન 753 પોઇન્ટ્સ સાથે નંબર-1 બની ગયો છે. ભારતના વરુણ ચક્રવર્તી 740 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને સરકી ગયો છે. જસપ્રીત બુમરાહ એક સ્થાન ઉપર ચઢીને છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. તે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં 4 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ બન્યો. અક્ષર પટેલ 17મા, હાર્દિક પંડ્યા 46મા અને સાઉથ આફ્રિકાના કગિસો રબાડા 50મા સ્થાને પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડનો આદિલ રાશિદ ચોથા સ્થાને છે. ઓલરાઉન્ડર્સમાં હાર્દિક બીજા નંબર પર
ઓલરાઉન્ડર રેન્કિંગમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા પ્રથમ અને ભારતના હાર્દિક પંડ્યા બીજા સ્થાને છે. બંને ખેલાડીઓએ આ સપ્તાહે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેટિંગ હાંસલ કરી છે. જ્યારે ભારતના શિવમ દુબે બે સ્થાન નીચે ઉતરીને 11મા સ્થાને આવી ગયો છે. —————————- ક્રિકેટ સંબંધિત આ સમાચાર પણ વાંચો… કીર્તિ આઝાદના ટ્રોફીના નિવેદનને લઈને ગંભીર ભડક્યો: કહ્યું- આ ટીમનું અપમાન કર્યું, ધોનીની કમેન્ટ પર બોલ્યા- ક્યારેક ઇચ્છા છતાં હસી શકતો નથી T20 વર્લ્ડ કપ 2026માં ભારતની જીત પછી હેડ કોચ ગૌતમ ગંભીરે ઘણા મુદ્દાઓ પર વાત કરી. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેમણે ભારતીય પીચ પર ઉઠેલા સવાલોનો જવાબ આપતા કહ્યું કે T20 બેટર્સની રમત છે અને ભારતે વિદેશમાં પણ 200થી વધુનો સ્કોર બનાવ્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકામાં પણ આવો સ્કોર બનાવ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો…