ઑફ કટરથી છેતરાઈ રહ્યા છે આધુનિક બેટર્સ:વર્લ્ડ કપમાં પેસર્સને 357 વિકેટ, જેમાંથી 68 ઓફ કટર પર પડી, બુમરાહ તેનો ઉસ્તાદ

Last Updated: March 12, 2026By

T20 ક્રિકેટને હંમેશા બેટર્સની રમત માનવામાં આવે છે, પરંતુ T20 વર્લ્ડ કપ 2026માં ઝડપી બોલરોએ ‘સ્લોઅર બોલ’ (પેસ-ઓફ)થી જોરદાર વાપસી કરી. આ આખી ટુર્નામેન્ટમાં ઝડપી બોલરોએ ફેંકેલા કુલ બોલમાં સ્લોઅર બોલનું પ્રમાણ 15.88% રહ્યું, એટલે કે લગભગ દર છઠ્ઠો બોલ ગતિ ઓછી કરીને ફેંકવામાં આવ્યો. આ છેલ્લા ચાર સંસ્કરણોમાં સૌથી વધુ છે. આધુનિક ક્રિકેટમાં ઝડપી બોલરો પાસે લેગ-કટર, નકલ-બોલ અને સ્પ્લિટ-ફિંગર જેવા ઘણા નવા અને જટિલ સ્લોઅર બોલ ઉપલબ્ધ છે. પરંતુ, આ તમામ વેરીએશન્સ વચ્ચે બોલરોનું સૌથી ઘાતક હથિયાર એક જૂનો અને બેઝિક બોલ બન્યો- ‘ઓફ-કટર’. વિકેટ લેવા માટે બોલરોએ સ્લોઅર બોલની વિવિધતામાંથી આ જ સાધારણ બોલ પર સૌથી વધુ ભરોસો રાખ્યો. ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે જસપ્રીત બુમરાહે આ જ સ્વિંગ થતા ઓફ-કટરનો ઉપયોગ કરીને 4 કિવી બેટર્સને પેવેલિયન મોકલ્યા અને ભારતને શાનદાર જીત અપાવી. બુમરાહે ફાઇનલમાં પોતાના 4 ઓવરના સ્પેલમાં 18 બોલ ઓફ-કટર ફેંક્યા
બુમરાહે આ વેરિએશનનો સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો. ફાઇનલમાં ફેંકવામાં આવેલા પોતાના 24 બોલમાંથી 18 બોલ તેણે ઓફ-કટર જ રાખ્યા. ફાઇનલમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યા બાદ બુમરાહે કહ્યું હતું કે, ‘મારા અનુભવ અને અહીંની પાટા વિકેટો પર રમવાને કારણે મેં શીખ્યું છે કે વધુ ઝડપી બોલ ફેંકવાથી બેટર્સને શોટ રમવામાં સરળતા રહે છે. તેથી મેં સ્માર્ટ રીતે રમ્યો અને એ વિચારવાનો પ્રયાસ કર્યો કે બેટર્સ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બુમરાહનું હોમગ્રાઉન્ડ છે. અમદાવાદમાં સૌથી ખતરનાક રહ્યું આ વેરિએશન કારણ કે મેદાન મોટું બુમરાહ પાસે માત્ર આ એક જ વેરીએશન, પરંતુ તેમાં તેઓ શ્રેષ્ઠ એન્ગિડી અને શાલ્કવિક ઓફ-કટરના અન્ય સ્ટાર્સ ઓફ કટર શું હોય છે?
ક્રિકેટમાં ‘ઓફ-કટર’ એ ઝડપી બોલરો દ્વારા ઉપયોગમાં લેવાતા ધીમા વેરીએશનનો એક પ્રકાર છે. આ એક ઝડપી બોલર દ્વારા ફેંકવામાં આવેલો ઓફ-સ્પિન બોલ હોય છે. જ્યારે કોઈ ઝડપી બોલર તેને ફેંકે છે, ત્યારે તે તેના સામાન્ય રન-અપ અને એક્શન સાથે જ આવે છે, પરંતુ બોલને રિલીઝ કરતી વખતે તેની આંગળીઓને સીમ પર જમણી બાજુ (ઘડિયાળના કાંટાની દિશામાં) ઝડપથી ફેરવે છે. આને જ ટેકનિકલ ભાષામાં બોલને ‘કટ’ કરવો કહેવાય છે. આંગળીઓની આ ખાસ એક્શનને કારણે બોલની ગતિ આપોઆપ ઘણી ઓછી થઈ જાય છે. પીચ પર ટપ્પો ખાધા પછી આ બોલ જમણા હાથના બેટર્સ માટે બહાર (ઓફ સ્ટમ્પ) થી અંદર (લેગ સ્ટમ્પ અથવા શરીર) તરફ આવે છે. કારણ કે બેટર્સ રન-અપ જોઈને એક ઝડપી બોલની અપેક્ષા રાખી રહ્યો હોય છે, તેથી ગતિમાં અચાનક આવેલા આ ફેરફારથી તેની ટાઈમિંગ સંપૂર્ણપણે બગડી જાય છે. બોલ પિચ પર થોડો રોકાઈને આવે છે, જેનાથી બેટર્સ ઘણીવાર પોતાનો શોટ વહેલો રમી બેસે છે. આનું પરિણામ એ આવે છે કે બોલ હવામાં ઊભો રહી જાય છે અથવા બેટર્સ સીધો બોલ્ડ અને LBW આઉટ થઈ જાય છે. T20 ક્રિકેટમાં આ બોલ સૌથી મોટા હથિયારોમાંનો એક છે. ખાસ કરીને જ્યારે પીચ સૂકી કે ગ્રિપી હોય, ત્યારે આ બોલ ટપ્પો ખાઈને પીચને વધુ પકડે છે અને બેટર્સ માટે તેને વાંચવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ જ કારણ છે કે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ઝડપી બોલરો રન રોકવા અને મહત્વના પ્રસંગોએ વિકેટ લેવા માટે આ જ ‘ઓફ-કટર’ પર સૌથી વધુ ભરોસો રાખે છે. જસપ્રીત બુમરાહ, ડ્વેન બ્રાવો, મુસ્તફિઝુર રહેમાન અને હર્ષલ પટેલ જેવા બોલરો આ કળામાં વિશ્વના શ્રેષ્ઠ બોલરો ગણાય છે.