Kuldeep Yadav Wedding Today in Mussoorie

Last Updated: March 13, 2026By

  • Gujarati News
  • Sports
  • Kuldeep Yadav Wedding Today In Mussoorie | Suryakumar, Rohit Sharma Expected

મસૂરી5 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ક્રિકેટર કુલદીપ યાદવ આજે 14 માર્ચે પોતાની બાળપણની મિત્ર વંશિકા સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ઉત્તરાખંડના મસૂરી સ્થિત ITC સેવોય હોટલમાં ત્રણ દિવસથી લગ્નની વિધિઓ ચાલી રહી છે.

આજે સાંજે 4 વાગ્યે સાફા બંધાઈની વિધિ થશે. 5 વાગ્યે જાન નીકળશે. 6 વાગ્યે વરમાળા અને 8 વાગ્યે ફેરા થશે. ત્યારબાદ મોડી રાત સુધી મંડપની બાકીની વિધિઓ પૂરી કરવામાં આવશે.

સમારોહમાં પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, T20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર હાજર રહે તેવી શક્યતા છે.

લગ્નના PHOTOS…

મોડી રાત્રે પાર્ટીમાં સોફા પર બેસીને ડાન્સ કરતા જોવા મળ્યા વર-વધૂ.

મોડી રાત્રે પાર્ટીમાં સોફા પર બેસીને ડાન્સ કરતા જોવા મળ્યા વર-વધૂ.

હલ્દી બાદ સામે કુલદીપ યાદવ અને વંશિકાએ ડાન્સ મૂવ્સ બતાવ્યા.

હલ્દી બાદ સામે કુલદીપ યાદવ અને વંશિકાએ ડાન્સ મૂવ્સ બતાવ્યા.

ગઈકાલે હલ્દી સેરેમનીમાં ચહલે રંગ જમાવ્યો, ઢોલ પર ખૂબ ડાન્સ કર્યો

શુક્રવારે સવારે 11 વાગ્યાથી હલ્દી સેરેમની શરૂ થઈ, જે બપોરના લગભગ બે વાગ્યા સુધી ચાલી. આ દરમિયાન હોટલ પરિસરમાં ઉત્સવનો માહોલ રહ્યો. યુઝવેન્દ્ર ચહલ આ સમારોહનો સૌથી વધુ ચર્ચિત ચહેરો રહ્યો.

ચહલ ક્યારેક કુલદીપના ચહેરા પર હલ્દી લગાવતા જોવા મળ્યા તો ક્યારેક ઢોલના તાલે જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા. આ પછી કુલદીપ-વંશિકાએ પણ ડાન્સ કર્યો.

કુલદીપને હલ્દી લગાવી મસ્તી કરતા યુઝવેન્દ્ર ચહલ.

કુલદીપને હલ્દી લગાવી મસ્તી કરતા યુઝવેન્દ્ર ચહલ.

હલ્દી પછી મહેમાનો માટે શાહી ભોજન સમારંભ

હલ્દી સમારોહ પછી મહેમાનો માટે હોટલમાં ખાસ લંચની વ્યવસ્થા કરવામાં આવી હતી. કહેવાય છે કે આ ભોજન સમારંભમાં એક થાળીની કિંમત 20 હજાર રૂપિયાથી વધુ હતી.

લગ્ન માટે પ્લેટિનમ અને ગોલ્ડ મેનૂ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં વેજ અને નોનવેજ બંને પ્રકારની વાનગીઓ શામેલ છે. મહેમાનો માટે અલગ-અલગ પ્રકારના પ્રીમિયમ સલાડ, સૂપ, સ્નેક્સ અને મુખ્ય વાનગીઓ પીરસવામાં આવી રહી છે.

બાર મેનૂમાં પણ દેશ-વિદેશની મોંઘી બ્રાન્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં 40 હજાર રૂપિયાની ડોમ પેરિગ્નન શેમ્પેન, 35 હજાર રૂપિયા સુધીની સિંગલ માલ્ટ સ્કોચ અને ઘણી પ્રીમિયમ વાઇનનો સમાવેશ થાય છે.

મસૂરીમાં એકઠા થયા ક્રિકેટરો

કુલદીપ યાદવના લગ્નમાં હાજરી આપવા માટે ક્રિકેટ જગતના ઘણા ખેલાડીઓ મસૂરી પહોંચી ચૂક્યા છે. ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ પોતાની મંગેતર પ્રિયા સરોજ સાથે લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા છે. પૂર્વ ક્રિકેટર પીયૂષ ચાવલા અને ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ પણ મસૂરી પહોંચ્યા છે.

રિન્કુ સિંહ અને IPLના ખેલાડી અનુકૂલ સુધાકર રોયે મસૂરી જતા સમયે તસવીર શેર કરી.

રિન્કુ સિંહ અને IPLના ખેલાડી અનુકૂલ સુધાકર રોયે મસૂરી જતા સમયે તસવીર શેર કરી.

બાણપણની મિત્ર સાથે લગ્ન કરી રહ્યા છે કુલદીપ

કુલદીપ અને વંશિકા એકબીજાને બાળપણથી ઓળખે છે. બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી સંબંધો છે. બંનેની સગાઈ 4 જૂન 2025ના રોજ લખનઉમાં થઈ હતી. આ સમારોહ પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં કરવામાં આવ્યો હતો.

કુલદીપ ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છે, જ્યારે વંશિકા લખનઉની છે. બંનેની મિત્રતા ધીમે ધીમે સંબંધમાં બદલાઈ અને હવે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

#Kulvanshના નામથી બનાવવામાં આવ્યો છે હેશટેગ

કુલદીપ અને વંશિકાના લગ્ન માટે એક ખાસ હેશટેગ પણ બનાવવામાં આવ્યું છે – #Kulvansh. આ હેશટેગ કુલદીપના નામ ‘કુલ’ અને વંશિકાના નામ ‘વંશ’ને ભેગા કરીને બનાવવામાં આવ્યું છે.

ડિજિટલ વેડિંગ કાર્ડમાં પણ આ જ હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે લગ્ન સંબંધિત તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આ જ હેશટેગ સાથે શેર કરવામાં આવશે.

લગ્નનું ડિજિટલ ઇન્વિટેશન કાર્ડ ભગવાન ગણેશની વંદનાથી શરૂ થાય છે અને તેને રોયલ થીમ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કાર્ડમાં કુલદીપ અને વંશિકાના એનિમેટેડ અવતાર પણ દેખાય છે, જેણે તેને વધુ આકર્ષક બનાવ્યું છે.